રિયલ એસ્ટેટ V/S મ્યુચલ ફંડ

Written by Vidya Kumar

October 1, 2014

સ્વાતિ અને અમન દિલ્હીમાં રહે છે. અને તેઓની પાસે પોતાનું ઘર પણ છે. તેઓ પોતાના વધારાના પૈસાને ઈન્વેસ્ટ કરવાનો સારામાં સારો રસ્તો વિચારી રહયા છે. તેમને પોતાની આજુબાજુ રહેલા લોકોને  જોતા જણાયું કે બધા લોકો ઘર લઈ રહયા છે. તેઓ પણ વિચારી રહયા છે કે, શું તેઓએ પણ આજ રસ્તો અપનાવવો જોઈએ?

રિયલ એસ્ટેટ હંમેશા ઈન્વેસ્ટમેન્ટ કરવા માટેનો સૌથી લોકપ્રિય પ્રકાર છે. ઘણા ઈન્વેસ્ટર ઈક્વિટી મ્યુચલ ફંડથી શરૂઆત કરે છે. જયારે તેઓ ૫૦ લાખ ભેગા કરી લે છે ત્યારે તેઓ ઈક્વિટી મ્યુચલ ફંડને વેચીને વળી એક વધારે મકાન ખરીદી  છે. ઘણા લોકો મ્યુચલ ફંડ (જે ફકત પેપર પર હોય છે) તેના કરતા ઘર જેવી સ્થિર અને જોઈ તેમજ સ્પર્શી શકાય તેવી મિલકતમાં ઈન્વેસ્ટ કરવા વધારે અનુકુળતા અનુભવે છે. ઘણા લોકો શેરબજારનો ખરાબ તબક્કો જોઈને અને રિયલ એસ્ટેટનો સારો ફાયદો જોઈને પોતાનો નિર્ણય લેતા હોય છે.

રિયલ એસ્ટેટના પ્રત્યેના આકર્ષણનું સૌથી મોટુ કારણ વધારે દેખાતો નાણાંકીય લાભ છે. રિયલ એસ્ટેટમાં ૨૦ ટકા રૂપિયા પોતાના ખિસ્સામાંથી કાઢી બાકીના ૮૦ ટકા બેંક લોન મળી શકે છે. જયારે કોઈ વ્યક્તિ ઈક્વિટી મ્યુચલ ફંડ ખરીદે છે તો કોઈ બેંક લોન નથી મળતી. લોકો વિચારે છે કે મેં ૨૦ લાખ રૂપિયા આપ્યા બાકીના ૮૦ લાખ રૂપિયાની બેંક પાસેથી લોન લીધી અને ૧ કરોડનું ઘર ખરીધ્યું મેં પાંચ વર્ષ સુધી (EMI) ઈ.એમ.આઈ ના માસિક હપ્તા ભર્યા અને પાંચ વર્ષ પછી ૧ કરોડના ઘરના ૧ કરોડ અને ૪૦ લાખ થયો તો ખૂબ મોટો નાણાંકીય લાભ થયો છે તેવું લાગે છે. આવા કેસમાં એક્સેલ શીટ પર ઈન્વેટમેન્ટ પરના (IRR) વાર્ષિક વળતરનો કોઈ વિચાર કરતું નથી. ટેકસ, રીપેમેન્ટ અને ટ્રાન્સેકશન ખર્ચા  જોતાં ભાગ્યે જ આવા ઈન્વેસમેન્ટ સારું વળતર આપે છે.

શું આ રીતે વર્તવું એ યોગ્ય છે ? દરેક પરિવારની પરિસ્થિતિ અલગ હોય છે. દરેક ઈન્વેસ્ટર અલગ રીતે શીખે છે. કોઈ વ્યક્તિ જોઈને શીખે છે તો કોઈ વ્યક્તિ પોતાના અનુભવથી શીખે છે. જયારે મિલકતને લગતા આવા કોઈ નિર્ણય લેવાના હોય ત્યારે નીચે મુજબ (ઈન્વેસ્ટમેન્ટ) ના માપદંડ ધ્યાનમાં રાખી શકો છો.

ધ્યેય આધારિત + સરળતા – દરેક વ્યક્તિએ પોતાના જીવનના ધ્યેયના હિસાબે ઈન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ, એનો મતલબ એ થયો કે, જયારે તમારા જીવનનો ધ્યેયનો ટાઈમ આવે ત્યારે તમે કરેલા ઈન્વેસ્ટમેન્ટમાંથી પૈસા મળવા જોઈએ. રીયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટ કરવાથી જયારે રૂપિયાની જરૂર પડે ત્યારે તેનો નિકાલ કરવો તકલીફ દાયક હોઇ શકે છે છે. જયારે ઈક્વિટી મ્યુચલ ફંડમાં તમે કરેલી એસ.આઈ.પી ને થોડા વખત માટે બંધ કરી શકો છો, 

એસ.આઈ.પી વધારી શકો છો, ઘટાડી શકો છો તેને કાયમી રીતે બંધ પણ કરી શકો છો. રીયલ એસ્ટેટમાં પણ હોમ લોનના ઈ.એમ.આઈ ને વધારી કે ઘટાડી શકાય છે. તેમાં સુધારા વધારા કરવાથી તમારી ધિરાણની ટકાવારીમાં ફરક પડે છે અને પેપર વર્ક કરવું પડે છે.

લીકવિડિટી – રીયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટ કરવાથી સરળતાથી બહાર નીકળી શકાતું નથી. તેમજ તેમાથી જ્લ્દી પૈસા છૂટા થતા નથી. એક ઘરને વેંચવું એ ધારીએ એટલું જલ્દી વેંચાતું નથી ઈક્વિટી મ્યુચલ ફંડમાં આયોજન પૂર્વક S.W.P (સીસ્ટમેટીક વિડ્રોલ પ્લાન) કરી શકાય છે, તેમજ ઈક્વિટી મ્યુચલ ફંડને સરળતાથી વેંચી પણ શકાય છે.
 
જોખમ લેવાની શક્તિ – રીયલ એસ્ટેટમાં ઈન્વેટમેન્ટ માટે ઓછી પસંદગી મળે છે. જેમકે કોઈ એક વ્યક્તિ વધારે જોખન ના લે તો તૈયાર કે રેડી ફલેટમાં ઈન્વેસ્ટ કરે તો તેને કદાચ ઓછો નફો મળે છે પછી ભલે તેણે સારા બિલ્ડરનો સારો પ્રોજેકટ પસંદ કર્યો હોય. એક વખત રીયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટમેન્ટ થઈ જાય પછી તેમાં સુધારા કરવા શક્ય નથી. સિવાય કે તમે તે ઘરને વેંચી દો. જયારે ઈક્વિટી મ્યુચલ ફંડમાં તમારી રીસ્ક લેવાની ક્ષમતા અનુસાર ઘણી પસંદગી મળે છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ અલગ અલગ યોજનાનો લાભ મેળવી શકે છે. જેમકે, કોઈ વ્યક્તિ પોતાને કેટલી મૂળભૂત રકમ જોઈએ છે તેને ધ્યાનમાં રાખીને ઈન્વેસ્ટ કરી શકે છે કોઈ એક વ્યક્તિ કોઈ એક સેકટરને ધ્યાનમાં રાખીને પણ ઈન્વેસ્ટ કરી શકે છે. તેઓ એક્ટીવલી મેનેજ ફંડમાં કે ઇંડેક્સ ફંડમાં પણ પૈસા ઈન્વેસ્ટ કરી શકે છે. કોઈ વ્યક્તિની ઉંમર વધતી જાય તો ઓછા રીસ્ક વાળા ફંડમાં ઈન્વેસ્ટમેન્ટ મૂવ કરી શકે છે અને પોતાનું રીસ્ક ઘટાડી શકે છે. રીયલ એસ્ટેટ કરતા મ્યુચલ ફંડમાં રીસ્ક ને વહેંચી દેવામાં આવે છે. રિયલ એસ્ટેટમાં ઘર સિવાય દુકાન,પ્લોટ કે ઈન્ડસ્ટ્રીયલ મિલકતમાં પણ ઈન્વેસ્ટ કરી શકાય છે. રિયલ એસ્ટેટમાં લેવામાં આવતું રીસ્ક એકજ પ્રોપર્ટીમાં કેન્દ્રિત થઈ જાય છે.

ધારા ધોરણ – રીયલ એસ્ટેટમાં કોઈ મૂળભૂત ધારાધોરણ નથી. તેમજ કિંમત માટે પણ કોઈ ચોક્ક્સ નીતિનિયમ નથી. રિયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટરને બિલ્ડર સાથે કોઈ ઝઘડો કે વાદવિવાદ થાય તો, તે પ્રોબ્લેમનો નિકાલ કરવા તેઓને અદાલતની મદદ લેવી પડે છે. જયારે મ્યુચલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં AMC (એસેટ મેનેજમેન્ટ કંપની) માટેના ચોક્ક્સ નિયમો છે. બધી જ AMC, સેબી અને એમફી (AMFI) એ નક્કી કરેલા નિયમો મુજબ ચાલે છે. મ્યુચલ ફંડમાં થતી લેવડ દેવડ વધારે પારદર્શક હોય છે. તેનું કારણ રોજની NAV છે. માસિક ફેકટ શીટ અને રીર્પોટ પણ ફરજિયાત પણે તેઓ જાહેર કરે છે. ઘણા સમયથી આવા ધારાધોરણોની રીયલ એસ્ટેટમાં પણ જરૂર જણાય છે અને આવે તેવી અપેક્ષા છે.

ટાઈમીંગ – રીયલ એસ્ટેટમાં રૂપિયા એક સાથે જ આપવા પડે છે અથવા તો પહેલેથી રકમ નક્કી કરીને કન્સટ્રકશના પ્રોગ્રેસ પ્રમાણે લાંબા સમય માટે લોનના ઈ.એમ.આઈ દ્રારા રૂપિયા ભરવામાં આવે છે. જયારે ઈક્વિટી મ્યુચલ ફંડમાં એસ.આઈ.પી દ્રારા ખરીદ કિંમત ને તમે એવરેજ આઉટ કરી શકો છો.

ટેકસ પર બચત – રીયલ એસ્ટેટમાં મૂળભૂત રકમ (પ્રીન્સીપલ રકમ) અને તેના પર ભરવા પડતા વ્યાજ પર ટેકસમાં રાહત મળે છે. ઈન્કમટેકસની કલમ ૮૦સી મુજબ ૧.૫ લાખ મૂળભૂત રકમના રીપેમેન્ટ પર ટેકસની રાહત મળે છે. જયારે એકથી વધારે ઘર હોયતો વ્યાજની કોઈ લીમીટ વગર અમુક નિયમોનું પાલન કરતા ટેકસમાં રાહત મળે છે. જો રીયલ એસ્ટેટમાં ૩ વર્ષથી વધારે ટાઈમ માટે એસેટ રાખીએ તો તેને લોંગ ટર્મમાં ગણવામાં આવતા ઈન્ડેકસેશનનો લાભ મળે છે. લોંગ ટર્મ એસેટ વેંચીને મળતો નફો બીજી એસેટમાં રીઈન્વેસ્ટ કરવાથી પણ ટેકસમાં રાહત મળે છે. જયારે ઈક્વિટી મ્યુચલ ફંડમાં ખરીદી કર્યાના એક વર્ષ પછી જ તેને લોંગ ટર્મની રીતે ગણતરી કરતા તેના નફા સાથેની રકમ પર ટેકસ લાગતો નથી. ઈન્કમટેકસની કલમ ૮૦સી મુજબ ૧.૫ લાખ સુધીનુ ટૅક્સ સેવિંગ ઈક્વિટી મ્યુચલ ફંડમાં કરેલુ રોકાણ પર ટેકસની રાહત મળે છે અને લૉક ઈન સમય ફક્ત ત્રણ વર્ષ નોજ હોય છે  

વળતર – રીયલ એસ્ટેટમાં પારદર્શકતા ન હોવાના કારણે તેમાંથી મળતા વળતર ને સરખાવવુ  મુશ્કેલ બને છે. જયારે ઈક્વિટી મ્યુચલ ફંડના દેખાવ  માટે ૫ વર્ષના ડેટા પરથી જાણી શકાય છે કે તેઓ એ કેટલું વળતર આપ્યું. ઈક્વિટી મ્યુચલ ફંડ અને રીયલ એસ્ટેટના વળતર ની ઘણી બધી માહિતી ઈન્ટરનેટ પર ઊપલ્બ્ધ છે.

તો હવે કોણ જીત્યું ?
અહિ કહેવાનો આશય એ નથી કે ઈક્વિટી મ્યુચલ ફંડ હંમેશા આપણને સારામાં સારૂ જ વળતર આપે છે કે  રીયલ એસ્ટેટ  હંમેશા ખરાબ જ છે. ઈક્વિટી મ્યુચલ ફંડમાં પદ્ધતિસર અને આયોજન પૂર્વક કામ કરવાથી જ ફાયદો થશે. 

રીયલ એસ્ટેટ માં આપણે લીધેલા નિર્ણયો સાચા પડે તો જ ફાયદો આપી શકે છે. આપણી મિલકતનું દરેક એસેટ કલાસમાં વિભાજન કરવું જોઈએ. મિલકતનું નિવેશ કરતા પહેલા આપણા નાણાંકીય ધ્યેયો, ધ્યેયનો સમય, પોતાની રીસ્ક લેવાની શક્તિ, પ્રવાહિતતા  તેમજ કયા એસેટ કલાસમાં કેટલું ઈન્વેસ્ટ કરવું આ બધુ જ નક્કી કરવુ  જોઈએ.

આપણી આજુબાજુ બધા જ રીયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટ કરી રહયા છે. તે જોઈને આપણે પણ આપણી નાણાંકીય પરીસ્થિતિનું મૂલ્યાકંન કર્યા વિના, બંધ આંખે રીયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટ કરવું યોગ્ય નથી.

0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!