સ્ત્રીઓ અને પૈસા

Written by Vidya Kumar

September 29, 2013

Personal Finance, Getting You Rich, Financial PlanningMy Money

પુરુષો સામાન્ય રીતે એવો દાવો કરે છે કે તેઓની દીકરીઓ અને પત્નીઓ બિનજરૂરી ચીજ – વસ્તુઓની ખરીદી પાછળ વ્યર્થ નાણા ખર્ચે છે અને એની પાછળ સમય બગાડે છે જે લાંબા ગાળે ડહાપણભર્યું ગણાય નહિ. શાણપણતાથી પૈસાનું મૂલ્ય સમજવું એ સ્ત્રીઓ માટે જરૂરી છે એટલું જ પુરુષોની પણ સમજણની કસોટી કરનારૂં છે. અનાજ કરિયાણાથી લઈને ઘરેણા ખરીદવા સુધીમાં સ્ત્રીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં પૈસા સાથે કામ પાડે છે. સ્ત્રીઓ સૌથી વધુ સમય ઘરે રહીને કામ કરવા પાછળ પસાર કરે છે. આથી એ નાનકડી આવક પણ ન કમાતી એવી કુટુંબની સભ્ય હોય તો પણ સ્ત્રી માટે એ અત્યંત જરૂરી છે કે તે નાણાકીય વ્યવસ્થા કરવા અંગે શીખે.

અહીં કેટલાક કારણો દર્શાવ્યા છે કે શા માટે સ્ત્રીએ પૈસા અને નાણાકીય બાબતોને મહત્વ આપવું જોઈએ.

1.      તૈયાર રહો : શા માટે નાણાની વ્યવસ્થા કરવામાં સ્ત્રી નિર્ણાયક ભૂમિકા ભજવવાને બદલે નિષ્ક્રીય બની રહે છે કારણ કે તે જાણે છે કે તેના પિતા અથવા પતિ તેનું બધું જ કામ કરી આપવાના છે. જીવનસાથી અથવા કમાતા સભ્યના મૃત્યુ અથવા છુટાછેડા જેવી પરિસ્થિતિમાં નાણાની આવકનો માર્ગ જાળવી રાખવો એ અનિવાર્ય છે. આ સમયગાળા દરમિયાન વ્યક્તિ લાગણીની અસર યુક્ત અને નાણાકીય રીતે સજ્જ ન હોવાથી પોતાની મુશ્કેલીઓમાં ઉમેરો જ કરે છે. આથી એ મહત્વનું છે કે પરિવારમાં સ્ત્રીઓએ પણ રોકાણો તેમજ નાણાકીય વ્યવસ્થાને સમજવા માટે સક્રિય ભાગ ભજવવો જોઈએ.     

2.      જીવનમાં નાણાકીય ધ્યેય રાખો : નાણાકીય ધ્યેય એ નાણાકીય સ્થિતિ તેમજ કૌટુમ્બિક પરિસ્થિતિ પર આધારિત છે અને સમયે સમયે બદલાયા કરે છે. જ્યારે સ્ત્રી પૈસાને સમજતી થાય છે, ત્યારે પરિવારનો મુખ્ય નિર્ણાયક સભ્ય જીવિત ન હોય તો પણ પારિવારિક ધ્યેયો અટકી જતા નથી. ભવિષ્યની સુરક્ષા માટે એ પણ એટલું મહત્વનું છે કે બચત યોજના શરૂ કરવામાં આવે. ઘણી બધી નાણાકીય શરતો સમજવી મુશ્કેલ છે તેમ છતાં આયોજકની અથવા જીવનસાથીની મદદ લઈને નાણાકીય રોકાણો તેમજ રૂપિયાને સમજવાનું કામ શક્ય છે.   

3.      વધુ પડતા ભોગવિલાસને ટાળો : પુરુષની જેમ સ્ત્રીઓ પણ વધુ પડતો ખર્ચ કરવાને લીધે ક્યારેક નાણાભીડનો સામનો કરે છે. એ જરૂરી નથી કે સ્ત્રી કમાતી હોય કે પછી ગૃહિણી હોય. આના પરિણામે તે દેવાના ચક્કરમાં ફસાય છે. જ્યારે મગજમાં પૈસા અંગે કોઈ સમજણ હોતી નથી ત્યારે માથા પર કોઈ જવાબદારી પણ હોતી નથી. આથી નાણાનો ખર્ચ કરતી વખતે તે વિવેકબુદ્ધિ જાળવતી નથી. જ્યારે સ્ત્રી ક્રેડિટકાર્ડ દ્વારા ખરીદાયેલી ચીજ – વસ્તુઓના બિલની ચુકવણી કરતી થશે અને ઉધાર લીધેલી વસ્તુઓની ચુકવણી તેની જાતે કરશે ત્યારે પોતાના આવેગો તેમજ ઉત્કંઠાઓ પર કેવી રીતે સંયમ – કાબૂ રાખવો એ સમજતી થશે. આ રીતે પરિવારની તમામ નાણાકીય સ્થિતિમાં પણ સુધારો થશે.     

4.      વધુ સારી નાણાકીય વ્યવસ્થા માટેની સમજણ : એક માતા અથવા પત્ની મર્યાદિત બજેટમાં દરરોજનો ઘરવપરાશનો ખર્ચ કેવી રીતે ચલાવવો એ સારી રીતે જાણે છે. નાણાની પાયાની સમજણ સાથે સ્ત્રી તેની રોજિન્દી જરૂરિયાત મુજબ ખર્ચ કરે છે અને ભવિષ્યના ધ્યેયને સાકાર કરવા માટે બચત પણ કરે છે.  પ્રમાણિત નાણાકીય આયોજક કમાણી પર આધારિત બજેટનું કેવી રીતે આયોજન કરવું એ બાબતે મદદ કરે છે. વધારામાં ખર્ચાઓનું આયોજન કરવું, બચત તેમજ રોકાણો વિશે માહિતી મેળવવી એ પણ ગંભીર બાબત છે. આ પાસાંઓ અંગેની યોગ્ય સમજણ સ્ત્રીને વધુ સારું નાણાકીય આયોજન કરવામાં મદદ કરે છે.      

5.      નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરો : ભારતમાં સ્ત્રીઓ સામાન્ય રીતે નાણાકીય દૃષ્ટિએ સ્વતંત્ર નથી. તે સ્થિર નોકરી કરતી હોવા છતાં નાણાકીય સ્વતંત્રતા માટે તે તેના પતિ અથવા પિતા પર આધારિત હોય છે. નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવી એ કંઈ અશક્ય બાબત નથી. સૌપ્રથમ નાની વિગતો પર ધ્યાન કેન્દ્રિત કરવું તમને ખૂબ મદદરૂપ થઈ પડશે.  જ્યારે પણ શક્ય હોય ત્યાં નાની-નાની જરૂરિયાતો પર કાપ મૂકો અને તમારા આવક તેમજ ખર્ચાઓનો ચોક્ખો રેકોર્ડ રાખી એને જાળવો. એવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં કે જ્યાં તમે તમારા નાણાની બચત કરી શકો અને કેવી રીતે તમે એમ કરી શકશો એ અંગે નાણાકીય આયોજક તમને મદદ કરશે. નાણાકીય સ્વતંત્રતા એટલે એનો અર્થ એવો કરવો જરૂરી નથી કે કોઈની પરવાનગી વિના તમે નાણા ખર્ચી શકો છો. તેનો અર્થ એ થાય છે કે તમે શાણપણભરી રીતે નાણા ખર્ચો અને તમારા ઉડાઉપણાના ઈરાદાને તમે અંકુશમાં રાખો. અને આવું ત્યારે જ શક્ય બનશે કે જ્યારે સ્ત્રી નાણાકીય વિવિધ પાસાંઓને બરાબર સમજતી થશે.     

વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓએ પ્રગતિ કરી હોવા છતાં મોટા ભાગની સ્ત્રીઓ આજે પણ નાણાકીય બાબતોને સમજવામાં ઘણી પાછળ રહી ગઈ છે. આત્મવિશ્વાસનો અભાવ, નાણાકીય ધ્યેયોના મહત્વને ન સમજી શકવાને કારણે તેમજ અન્ય પર આધારિત રહેવાની ટેવ, આ બધા કારણો એના માટે જવાબદાર છે. એક નાનકડી મદદ અને માર્ગદર્શન લાંબા સમય સુધી સ્ત્રીને સશક્તિપૂર્વક પૈસાનું આયોજન કરવામાં મદદરૂપ થઈ શકે છે અને એ રીતે સ્ત્રી પોતાને તેમજ પોતાના પરિવારને એમ બંનેને મદદરૂપ થઈ શકે છે.

સાર સંક્ષેપ :

સ્ત્રી કોઈ પણ ઘરનું અખંડ અને અવિભાજ્ય અંગ છે.  વિવિધ કારણોને લઈને પૈસાના મહત્વને સમજવામાં અને નાણાકીય નિર્ણયો કરવામાં ભાગ લેવો એ સ્ત્રી માટે ઘણું જ મહત્વનું છે.

1. કટોકટી સમયે અગાઉથી તૈયાર રહેવું
2. નાણાકીય ધ્યેયો નક્કી કરવા
3. વધુ પડતા ભોગવિલાસ ટાળવા
4. નાણાને વધુ સારી રીતે રોકવા
5. નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવી  

સ્મિતા હરિ (મુળ અંગ્રેજીમાં)
કલ્પેશ સોની (ગુજરાતી ભાષાંતર)


0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!