જ્યારે તમારી પાસે અપૂરતો હેલ્થ વિમો હોય તો તમે શું કરો ?

Written by Vidya Kumar

October 25, 2013

Picture

તબિયતની કાળજી કરવા માટે જે ઝડપે વધતી રહેલી કિંમત ચુકવવી પડે છે એને ધ્યાનમાં લઈને પ્રત્યેક જણ દ્વારા હેલ્થ વિમો લેવાવો જ જોઈએ એની જરૂરિયાત પર આપણે વારંવાર ભાર મૂક્યો છે. તેમ છતાં એક પાસું એવું પણ છે કે જે વારંવાર લોકો દ્વારા અવગણવામાં આવે છે અને એ છે : હેલ્થ વિમા અંતર્ગત જેટલું કવરેજ જરૂરી છે એ માટેની રકમનો વિમો છે. એવું સામાન્યપણે જોવામાં આવ્યું છે કે પરિવારની સાઈઝને અને તેની જરૂરિયાતને અવગણીને કવરેજની 2 થી 3 લાખ રૂપિયા સુધીની નાનકડી રકમને પૂરતી ગણી લેવામાં આવે છે. સામાન્ય રીતે નોકરીદાતા દ્વારા પાયાના કવરેજ તરીકે આટલું પૂરું પાડવામાં આવે છે અને મોટા ભાગના લોકો આ કવરેજને વિશાળ કરવાની જરૂરિયાત હોવા છતાં એમાં વધારો કરવા અંગે ચિંતિત નથી હોતા.  

તો તમે તમારા પરિવારની સાઈઝ, તમારા પરિવારની જરૂરિયાતો, તમારી પ્રિમિયમ ચુકવવાની ક્ષમતા અને તમારી પાસે હાલમાં જે વિમા કવર છે, જો હોય તો, એની રકમને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે ગણતરી કરીને નક્કી કરો કે તમારા પરિવારને કેટલી રકમનું હેલ્થ વિમાનું કવરેજ મળવું જોઈએ અને એ માટે કેટલી રકમનો વિમો લેવો એ આદર્શ ગણાશે ? તમે જ્યાં રહો છો એ સ્થળમાં (કારણ કે સારવારની કિંમત મેટ્રો શહેરમાં સામાન્ય રીતે ટિયર 2 જેવા સ્થળોની સરખામણીમાં ઘણી વધારે હોય છે.) અને વર્તમાન તબિયતની સ્થિતિ (કોઈ ચોક્કસ રોગોને લગતી તમારી ભૂતકાળની હિસ્ટ્રી અથવા પરિવારની હિસ્ટ્રી) પણ તમારે જોવું જ જોઈએ. આયુષ્ય મર્યાદા વધતી રહી છે તેથી તમારે ઓછામા ઓછુ છેલ્લા 30 વર્ષથી ચીજ – વસ્તુઓની કિંમતમાં થઈ રહેલા વધારાને પણ ધ્યાનમાં લેવો જ જોઈએ. જો તમે અનુભવ કરો કે તમારી પાસે પૂરતો હેલ્થ કવરેજ નથી તો એમાં વધારો કરવા માટે તમારે ચોક્કસ પગલાં લેવા જોઈએ.  

તમારી પાસે જે કવરેજ છે એમાં વધારો કરવો એવું કુદરતી રીતે જ પહેલું પગથિયું હોવું જોઈએ. તેમ છતાં એવું જોવામાં આવે છે કે મોટા ભાગની વિમા કંપનીઓ વધુમા વધુ રૂ. 5 લાખ અથવા રૂ. 10 લાખની રકમ પર અટકી જાય છે. એપોલો મ્યુનિચ અથવા સ્ટાર હેલ્થ જેવી કેટલીક પોલિસીઓ 15 લાખ રૂપિયા સુધી પણ ઑફર કરે છે. તેમ છતાં એનાથી પણ ઉપર, વધુ મોટી રકમનો વિમો હોવો એ બહુ જૂજ પ્રમાણમાં જોવા મળે છે. મેક્સ બુપા’સ હાર્ટબીટ પ્લાનમાં રૂપિયા 50 લાખ સુધીનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે, પરંતુ તેનું પ્રીમિયમ પણ 40 વર્ષની વયના પોલિસી ધારક સાથેના 4 સભ્યોના પરિવાર માટે વાર્ષિક 1 લાખ રૂપિયાને વટાવી જાય એટલું થાય છે. ICICI લોમ્બાર્ડ પાસે પણ 50 લાખના વિમાનો વિકલ્પ છે પરંતુ તે માત્ર ઑફલાઈન મોડમાં જ ઉપલબ્ધ છે. તમારા પરિવાર માટે તમારી પાસે જે કુલ હેલ્થ કવરેજ છે (તમારા નોકરીદાતાએ તમને પૂરું પાડ્યું છે એ સહિત) તેને ચકાસો અને તપાસો કે તમને એ કવરેજની રકમ વધારવાની જરૂર છે કે કેમ.  

હાલના સંજોગોમાં કંપની ગ્રુપમાંથી સીધે સીધું કવરેજને વ્યક્તિગત પોલિસીમાં ફેરવવું એ શક્ય નથી. જો તમે તમારા પરિવારના સભ્યો સાથે એક ગ્રુપ પોલિસી હેઠળ સંકળાયેલા છો તો તમારે એવી કોઈ ગ્રુપ પોલિસીમાંથી એ જ વિમા કંપનીની વ્યક્તિગત હેલ્થ પોલિસીમાં અથવા પારિવારીક પ્રવાહી (બદલતી રહેતી) પોલિસીમાં રૂપાંતરણ કરી દેવું જોઈએ. અને ત્યારે બીજા પગલા તરીકે તમારે એ પોલિસીને અન્ય વિમા કંપનીમાં ફેરબદલ કરી નાંખવી જોઈએ. આનો અર્થ એ કે જો તમે 30 વર્ષના છો, તો બીજી કક્ષાનું કવરેજ મહત્વનું ન હોવાથી તમે આસાનીથી વિમા કંપનીને બદલી શકો છો.   તેમ છતાં શરૂઆતની 40ની વયની અંદરના વ્યક્તિને 45ની વય બાદ આ લાગુ પડી શકતું નથી, મેડિકલ ચેક અપ માંથી પસાર થવું પડે છે, કિંમતોમાં વધારો થાય છે અને 58ની નિવૃત્તિની વય બાદ તેને બદલાયેલી પોલિસીની આવશ્યકતા પડે છે. આ વયે કંપની ગ્રુપમાંથી ખસીને વ્યક્તિગત પોલિસીમાં જવું અને કવરેજ મેળવવું એ ઘણું મુશ્કેલ બની શકે છે. આથી હાલનું IRDA માર્ગદર્શન કે જેમાં પોલિસીમાં કરાતા ફેરફારને લગતો મુદ્દો વિગતે ચર્ચવામાં આવ્યો છે, તે વાંચવા પ્લીઝ અહીં ક્લિક કરો.

કવરેજમાં ભાગ પાડો : તમે બંને વિમા ઉતારનારથી અલગ એવું નવું વિમા કવર લઈને તમારા હેલ્થ કવરને જોખમથી મુક્ત કરી શકો. તમે તમારા માટેનું કવર અને તમારા જીવનસાથી માટેનું કવર એક જ પોલિસીમાં અને બાળકોનું કવર અન્ય એક પોલિસીમાં બદલવાનું નક્કી કરી શકો. તમે વારાફરતી  બે મોટી વિમા કંપનીઓ પાસેથી તમારા માટે અને તમારા જીવનસાથી માટે જુદી જુદી નવી પોલિસી લેવાનું નક્કી કરી શકો. આ રીતે તમે તમારા સમગ્ર પરિવારને ઈચ્છીત રકમથી સુરક્ષિત કરી શકો અને તમારું હેલ્થ જોખમ ખતમ કરી શકો.

ટોપ અપ કવર મેળવો : તમારી હેલ્થ સુરક્ષા વધારવાનો અન્ય એક રસ્તો છે અને એ છે ટોપ અપ કવર લેવાનો વિકલ્પ પસંદ કરવો. આ એક વધારાનો વિમો છે કે જે તમને તમારા હાલમાં ઉપલબ્ધ હેલ્થ વિમા ઉપરાંત અધિકતર કવરેજ આપે છે. ટોપ અપ કવર એ તમારા હાલના કવરમાં ઉમેરો કરતો એક ખર્ચાળ રસ્તો છે. તેમ છતાં તમે ટોપ અપ કવર હેઠળ દાવો કરી શકો છો. માત્ર ત્યારે કે જ્યારે ખર્ચાઓ એક ચોક્કસ મર્યાદાની ઉપરવટ ગયા હોય, જે જાણીતા છે કપાત રકમ તરીકે અને એ પણ માત્ર એક વખતના હોસ્પીટલાઈઝેશન માટે.  છતાં એક ટોપ અપનો વિકલ્પ પસંદ કરતા પૂર્વે બંને રીતે વિધાયક બાજુઓ તરફ તેમજ તેની મર્યાદાઓ તરફ પણ જુઓ. ટોપ અપ હેલ્થ વિમા યોજના વિશે વધુ વિગતે વાંચવા માટે પ્લીઝ, અહીં ક્લીક કરો.

પાયાની હેલ્થ સુરક્ષા + આકસ્મિક માંદગી & વ્યક્તિગત અકસ્માત સુરક્ષા : ઓછી રકમ માટે પાયાનો હેલ્થ વિમો હોવો અને આકસ્મિક માંદગી તેમજ વ્યક્તિગત અકસ્માત વિમાની સુરક્ષા લેવી એ સમગ્રાત્મક ખર્ચાઓને ઓછા કરવામાં તેમજ આંશિક રીતે તમારા સુરક્ષા કવરને જોખમ મુક્ત રાખવામાં મદદરૂપ થાય છે. વ્યક્તિગત અકસ્માત વિમા પોલિસીઓ વિશે વાંચવા માટે પ્લીઝ અહીં ક્લીક કરો અને આકસ્મિક માંદગીને લગતી વિમા પોલોસીઓ વિશે વાંચવા માટે પ્લીઝ અહીં ક્લીક કરો.

આ રીતે જ્યારે હેલ્થ વિમાના વિકલ્પનું મૂલ્યાંકન થઈ રહ્યું હોય ત્યારે સૌથી વધુ મહત્વના પ્રશ્નનો ઉત્તર આપવાનો થાય છે કે હેલ્થ માટે કેટલું સુરક્ષા કવચ પૂરતું છે ? આજના વિશ્વમાં 10 લાખ રૂપિયાનું કવર પણ ચાર સભ્યોના પરિવાર માટે ઘણું ઓછું જણાય છે. તમારા ખિસ્સામાંથી મેડિકલ ખર્ચાઓના સ્વરૂપે મળનારા તીવ્ર આઘાતોને ટાળવા માટે તમારે ચોક્કસ કરી દેવું જોઈએ કે તમારી પાસે પારિવારિક સુરક્ષા માટેનો એક સુંદર રકમનો વિમો હોવો જોઈએ.  

સ્મિતા હરિ (મુળ અંગ્રેજીમાં)
કલ્પેશ સોની (ગુજરાતી ભાષાંતર)          

What do you do when you have inadequate health insurance?


0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!