મુસાફરી કરતી વખતે નાણા ખર્ચ અંગે શાણા બનો

Written by Vidya Kumar

October 23, 2013

Picture

આપણને બધાને વેકેશન માણવા બહાર જવાનું ગમે છે તેથી કરીને આપણે સામાન્ય રુટીનમાંથી બ્રેક લઈ શકીએ છીએ. વેકેશન આપણને ફરીથી તાજામાજા થવામાં મદદ કરે છે. એ મહત્વનું છે કે વેકેશન સારી રીતે પસાર થાય અન્યથા ત્યાં જવાનો જે હેતુ છે એ માર્યો જાય છે. બુદ્ધિપૂર્વક મુસાફરી કરી શકાય સાથે સાથે તમારા પૈસાનું પણ રક્ષણ થાય એ માટે અમે તમને કેટલીક ટીપ્સ આપીએ છીએ. જેથી કરીને તમે ત્યાં પસાર કરેલા સમયની આનન્દદાયી યાદોને તમારી મૂડી બનાવી શકો.

ડીલ્સ અને ઓફર્સ અંગે તપાસ કરો – મુસાફરી અંગેની વેબસાઈટ્સનો રાફડો ફાટ્યો છે. અહીં તમે ડીલ્સ અંગે તપાસ કરી શકો. દા.ત. હોટેલ્સ.કોમ તમને સગવડો પર બહુ લાભદાયી સોદામાં ડીલ કરી આપે છે. Expedia.com વેકેશન પેકેજીસ પર, હોટેલ વગેરે પર વળતરની ઓફર કરે છે.

ઓફસીઝન સ્થળોએ જાઓ – પ્રત્યેક સ્થળને એની પોતાની એક સીઝન હોય છે, કે જ્યારે લોકો પુષ્કળ પ્રમાણમાં ત્યાં ઉમટી પડતા હોય છે. પરંતુ પ્રવાસીઓની ઋતુ દરમિયાન દરેક વસ્તુ ખૂબ મોંઘી હોય છે. તમારા વેકેશનનું આયોજન એવી રીતે કરવાનો પ્રયત્ન કરો કે જેથી તમે તમારા પ્રવાસના સ્થળે પ્રવાસીઓના આવવાની ઋતુ કરતા થોડાક પહેલા અથવા પ્રવાસીઓના આવવાની ઋતુ પુરી થઈ ગયા બાદ પહોંચો. હોટેલ્સ, મજાના પ્રવાસી સ્થળો પાસે આ સમયગાળા દરમિયાન ઘણી ઓફર્સ હોય છે કારણ કે ઓછા પ્રવાસીઓ આવતા હોય એવા સમયે ધંધો મળવો મુશ્કેલ બને છે.

હળવી મુસાફરી કરો – તમારે દરેક વસ્તુ પેક કરવાની જરૂર નથી. તમારે માત્ર અત્યાવશ્યક ચીજ વસ્તુઓ જ લઈ જવાની જરૂર છે. અલબત્ત પરંતુ ખાતરી કરો કે તમે બિન જરૂરી ચીજ વસ્તુઓ તો સાથે લઈ જતા નથી ને ! વેકેશનમાં ઘણા લોકો માટે શોપિંગ કરવું અનિવાર્ય હોય છે પરંતુ દરેક જણે કાળજી લેવી જોઈએ કે શું ખરીદવું જોઈએ કારણ કે મોટા ભાગની વિમાની કંપનીઓ સામાનને લઈને ઘણી કડકાઈ દાખવે છે અને તમારે વધારાના સામાન માટે વધુ નાણા ચુકવવા પડે છે.

અગાઉથી આયોજન કરો – વેકેશન મોજમજા કરવા માટે છે. આપણને એના માટે બહુ મોટી એક્સેલ સ્પ્રેડશીટ પર કામ કરવાની જરૂરિયાત નથી, પરંતુ એ મહત્વનું છે કે તમે એનું અગાઉથી આયોજન કરો. પ્રવાસના સ્થળે પહોંચ્યા બાદ ત્યાં જઈને માણવાના કાર્યક્રમ અંગે વિચાર કરીને તમારી પ્રવાસ યોજના બનાવો કે જેથી કરીને તમારા સમયનો તેમજ પૈસાનો બગાડ ન થાય. સાઈટસીઇંગનું આયોજન અગાઉથી થઈ શકે કે જેથી કરીને તમે એને લગતી માહિતી મેળવી શકો અને ઉત્તમ રીતે એને માણવાનો નિર્ણય કરી શકો.   

થોડા ઉતરતા ક્રમના સ્થળો – બજેટમાં સમાય એવા સ્થળોની તપાસ કરો – વેકેશનમાં માણવા જેવા ઘણાં લોકપ્રિય સ્થળો હોય જ છે. પરંતુ એ બધાં ખર્ચાળ બની શકે છે. જેથી એ બધા અંગે છેલ્લે જોવું જોઈએ. નજીકના સ્થળો અંગે વિચાર કરો કે જે ઉમદા બજેટમાં સમાવેશ પામતા હોય. દા.ત. યુરોપમાં દરેક જણ ફ્રાંસ અને સ્વીત્ઝરલેંડ જવા માગતુ હોય છે. પરંતુ તેમ છતાં તમે ઝેક રીપબ્લિક અને પોલેંડ જેવા સ્થળોની મુલાકાત લઈને અદ્ભૂત યુરોપિયન ટુરનો અનુભવ કરી શકો છો.

એક વખત તમે તમારા વેકેશનના સ્થળે પહોંચી જાઓ ત્યાર બાદ તમારે કાળજી રાખવી જોઈએ. અલબત્ત તમે આનન્દ કરવા જ જાઓ છો અને તમે શાંતિપૂર્વક ચિંતામુક્ત રીતે સમય પસાર કરવા માંગો છો પરંતુ તમારે હોંશિયાર રહેવું જોઈએ અને તમારી સાવચેતીની ભાવનાને ઢીલી પડવા દેવી જોઈએ નહીં.  તમારા વેકેશનના સ્થળે અદભૂત રીતે સમય ગાળવા માટેની ખાતરી કરવા માટેની અહીં થોડીક ટીપ્સ છે.

1.      પૈસાની, પર્સની અને કાર્ડ્સની કાળજી રાખો –  ઘણા પ્રવાસના સ્થળો પાકીટમારો તેમજ ચોરો માટે તેઓ આસાનીથી હુમલો કરી શકે એવા હોય છે. ખાતરી કરો કે તમે તમારા પૈસાની, ડેબિટ કાર્ડની, ક્રેડિટ કાર્ડની અને પાકીટની સલામતી રાખો છો.

2.      બધા જ ઇંડા એક જ બાસ્કેટમાં ન મૂકો. એનો અર્થ એ કે બધા જ પૈસા, કાર્ડ વગેરે એક જગ્યાએ ન મૂકો. એનું વિભાજન કરો. જો તમારી સાથે મુસાફરી કરનાર અન્ય કોઈ હોય તો ખાતરી કરો કે તમારામાંનુ કોઈ એક બધા જ પૈસા અને કાર્ડ્સ પોતાની પાસે રાખે નહીં કે જેથી કરીને કેટલાક પૈસા હોટેલ તીજોરીમાં પણ રાખો.

3.      તમારા તમામ કાર્ડ્સ વેકેશનમાં તમારી સાથે ન લઈ જાઓ. અને તમામને ખોઈ બેસવાનું જોખમ ન લો. એક ડેબિટ કાર્ડ અને બે ક્રેડિટ કાર્ડ પૂરતા હોવા જોઈએ.

4.      તમારી પાસે ફોન નમ્બર્સ તેમજ અન્ય ઓળખને લગતી માહિતીઓ કે જે તમારી બેંક સાથે વાતચીત કરવા માટે જરૂરી છે એ તમારી પાસે છે એની ખાતરી કરો. ક્રેડિટ કાર્ડ્સ કંપનીનો સંપર્ક હાથવગો હોવો જોઈએ જેથી કાર્ડ ખોવાઈ જવા જેવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બને ત્યારે લાગતા વળગતા પ્રતિનિધીઓને તમે વાત કરી શકો.

5.      એ સારું છે કે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ના કિસ્સામાં તમે ટ્રાવેલ વિમો લો તો તમે ઓછા નામે નાણાકીય દૃષ્ટિએ તો સચવાઈ જાઓ છો. એની સામે એટલી જ સમાન રીતે પ્રતિ દલીલો પણ કરવામાં આવે છે, જે એમ કહે છે કે જ્યારે તમે સાંસ્કૃતિક ટુર અથવા કોઈ સાઈટસિઇંગ ટુર માટે કોઈ જુદા સ્થળે જઈ રહ્યા છો ત્યાં જોખમમાં કોઈ વધારો થતો નથી. સંજોગોને આધારે તમારે ખરો નિર્ણય કરવો જોઈએ.  

જ્યારે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તમે કોઈ સમસ્યાઓનો સામનો કરવાનો આવ્યો છે ? તો અમને જણાવો કે તમે એવું શું કામ કર્યું કે જેથી અમને ખાતરી થાય કે વેકેશન દરમિયાન તમને પૈસાની વેલ્યૂ છે.   

વિદ્યા કુમાર (મુળ અંગ્રેજીમાં)
કલ્પેશ સોની (ગુજરાતી ભાષાંતર)

Be money-wise while travelling

0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!