મોબાઈલ અને ઈંટરનેટ બિલ પર બચત કરવાની 5 ટીપ્સ 

Written by Vidya Kumar

October 29, 2013

Picture

સાર સંક્ષેપ : મોબાઈલ બિલ અને ઈંટરનેટ બિલ આવશ્યક છે પરંતુ એ ઘરગથ્થુ બજેટનો મોંઘો ભાગ છે. એક નાના પ્રયત્ન વડે તમે આ બે મુખ્ય ક્ષેત્રમાં બચત કરવા માટે સક્ષમ બની શકો છો કે જે વાર્ષિક બચતમાં માપસર વધારો કરવામાં પરિણમી શકે છે. તમારા મોબાઈલ અને ઈંટરનેટ બિલો પરબચત કરવાના કેટલાક રસ્તાઓ આ પ્રમાણે છે –
1.      તમે હાલ જે પ્લાન વાપરી રહ્યા છો એને તપાસો.
2.      તમારા બિલની પ્રિંટ તપાસો – તમે જેનો ઉપયોગ નથી કર્યો એની ચુકવણી તો નથી કરી રહ્યા ને !
3.      તપાસો, તમે જે પ્લાન વાપરી રહ્યા છો એ કોઈ રીતે પ્રમાણમાં વધુ સસ્તો થઈ શકે એમ છે.
4.      તપાસો કે તમારા પ્લાનમાં કોઈ વળતર અથવા ફ્રીમાં કંઈ મેળવી શકો એમ છો.
5.      તમને એ પ્લાનની હજી પણ જરૂરિયાત છે ?

સંપૂર્ણ લેખ :

શું તમે તમારા મોબાઈલ અને ઈંટરનેટના માસિક બિલની આખા વર્ષ માટે ગણતરી કરી છે ખરી, એ શોધી કાઢવા માટે કે તમે આ બે મોટા સાધનો પાછળ કેટલી ચુકવણી કરો છો ? આપણામાંના ઘણા આવું નથી કરતા, પરંતુ જો તમે એ બિલોને ઉમેરો તો તમને અનુભવ થશે કે તમે મોબાઈલ અને ઈંટરનેટ બિલ પર ખર્ચ કરી રહ્યા છો એ સારી એવી મોટી રકમ છે. આજના યુગમાં આ બે મોટા ખર્ચાળ ક્ષેત્રો અતિશય ખર્ચાળ બની રહ્યા છે, છતાં ઘરગથ્થુ બજેટમાં એ ભયજનક રીતે સમાવેશ પામેલા જ છે.  

ટેલીકોમ કંપનીઓ અન્ય સર્વિસ આપતી કંપનીઓ જેવી જ હોય છે. નવી નવી યોજનાઓ દ્વારા તમારો જીવ ખાઈ જાય છે, પરંતુ તમારી આસપાસ ક્યાંય પણ તમે એવી કોઈ યોજના કે જે તમને તમારા ખર્ચાઓ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે એને મેળવી શકતા નથી. આપણામાંના મોટા ભાગના લોકો આપણો મૂળભૂત અધિકાર છે એ મુદ્દાની એટલે કે નાની બચતની ચિંતા કરવામાં ઘણા વ્યસ્ત હોય છે, આપણે અન્ય સારી ડીલ્સની તપાસ કરવા અંગે કોઈ પ્રયત્ન નથી કરતા. અહીં કેટલાક રસ્તાઓ બતાવ્યા છે કે જેનાથી તમારા મોબાઈલના આઉટ ગોઈંગ અને ઈંટરનેટ બિલને તમે ઘટાડી શકો. કે જે લાંબે ગાળે તમારી બચતમાં માપસરનો તફાવત બની શકે.

1.      તમે હાલ જે પ્લાન વાપરી રહ્યા છો એને તપાસો.
બરાબર છે, જો તમે તમારા ડેટાકાર્ડ પર કોઈ એક પ્લાન પસંદ કર્યો છે કે જે તમને દર મહિને 1400 રૂપિયામાં 10 જીબીનો વપરાશ આપે છે. પરંતુ એ તો તમારી ઓફિસમાંથી તમે ડેટાકાર્ડ મેળવ્યું એ પહેલા, 2 વર્ષ પહેલા. આજે તમારો વપરાશ કેટલો છે એ તપાસો. અને તમને જાણવા મળશે કે તમે દર મહિને 3 જીબી અથવા 4 જીબીથી વધુ વપરાશ કરતા જ નથી. વધુમાં, જ્યારે તમે પ્રવસમાં હોવ ત્યારે તમારે ઈંટરનેટના વપરાશની જરૂર નથી તેથી તમે તમારા ઘર માટે બ્રોડબેંડ કનેક્શનનો વિકલ્પ પસંદ કરો છો ત્યારે એ કામ કરવામાં ઘણો સસ્તો પડે છે. સમય બદલાય છે ત્યારે તમારી જરૂરિયાતો પણ બદલાય છે. એક નાનકડું મૂલ્યાંકન તમને સભાન બનાવશે કે તમે કામચલાઉ રીતે પસંદ કરેલા પ્લાનને તમારે ચાલુ રાખવાની જરૂર નથી કારણ કે તમારી જરૂરિયાતો એટલી બધી નથી. આ મુદ્દો મોબાઈલ ફોનના પ્લાન માટે પણ આટલી સારી રીતે કામમાં આવી શકે છે – કૉલ કરવા માટે અથવા મોબાઈલ પર જીપીઆરએસનો ઉપયોગ કરવા માટે આ પદ્ધતિથી વિચારી શકો.

2.      તમારા બિલની પ્રિંટ તપાસો – તમે જેનો ઉપયોગ નથી કર્યો એની ચુકવણી તો નથી કરી રહ્યા ને !
ગયા મહિને મારો મિત્ર તેના મોબાઈલ પરથી બ્રાઉઝિંગ કરી રહ્યો હતો અને હું ત્યાં હાજર હતી. તેણે અનુભવ્યું કે બિલમાં ઘણી બધી કિંમતો ઉમેરવામાં આવી હતી કે જેનો તેણે કદી ઉપયોગ જ કર્યો ન હતો. જેમ કે કૉલર ટ્યુન ચાર્જીસ પ્રતિ મહિને 50 રૂપિયા અથવા તે 250 રૂપિયાથી વધુની સેવાનો ઉપયોગ ન કરતો હોવા છતાં પ્રતિ મહિને વિગતવાર બિલમાં નોંધણી કરવાના 100 રૂપિયા, વગેરે. આવું આપણામાંના મોટા ભાગના લોકો સાથે બને જ છે. કાં તો આપણે આપણને જરૂર નથી એવી સેવાઓને ભૂલથી પસંદ કરીએ છીએ અથવા તો ટેલીકોમ કંપની આપણને આપે છે તેથી – બધું જ આપણી પાસેથી ચાર્જ વસૂલીને. અને એ વધારાના ખર્ચાઓને કેંસલ કરવા માટે આપણે કોઈ પ્રયત્ન કરતા નથી.

3.      તપાસો, તમે જે પ્લાન વાપરી રહ્યા છો એ કોઈ રીતે પ્રમાણમાં વધુ સસ્તો થઈ શકે એમ છે.
તમે ચાર કે પાંચ વર્ષ પૂર્વે કોઈ એક પ્લાન લીધો હતો અને  એક વફાદાર ગ્રાહકની જેમ આજે પણ એને જ વળગી રહ્યા છો. પરંતુ ટેલીકોમ કંપનીઓ સતત નવી યોજનાઓ બહાર પાડતી જ હોય છે. અને પૂછપરછ કરતા તમે જાણી શકો છો કે તમે જે પ્લાન વાપરી રહ્યા છો એ પ્લાન પણ સસ્તો બની શકે તેમ છે. આ બાબત તમારા મોબાઈલ પ્લાન તેમજ તમારા ઈંટરનેટ પ્લાન એમ બંને પર લાગુ પડી શકે છે. દર છ મહિને ઓછામા ઓછુ એક વાર ઝડપથી છેલ્લા બિલને ચકાસો, એ બાબતની ખાતરી કરવા માટે કે તમે વધુ નાણા તો ચુકવી નથી રહ્યા ને ! જો એવું હોય તો તમે તમારા મોબાઈલ સ્ટોર પર જઈ શકો અને પ્લાન બદલવા અંગે પૂછી શકો. મોબાઈલ નમ્બર પોર્ટેબિલિટિના કારણે હવે એ શક્ય છે. મોબાઈલ કંપનીઓ એના કારણે જ હવે તમારી તકલીફો સાંભળવા માટે ઘણી તત્પર બની રહી છે. તેઓ તમને એવો જ સમાન પ્લાન તો નહીં આપે પણ ઓછા નામે તમારા પક્ષે ફાયદો થાય એવા કોઈ પ્રકારની ગોઠવણ અંગે જરૂર તપાસ કરશે.

4.      તપાસો કે તમારા પ્લાનમાં કોઈ વળતર અથવા ફ્રીમાં કંઈ મેળવી શકો એમ છો.
ફરીથી એક મુદ્દો જરૂર ઉપસ્થિત થઈ શકે એમ છે કે તમે જે પ્લાન પર કામ કરી રહ્યા છો એ તમને બજારમાં ઉપલબ્ધ તદ્દન નવી યોજના હેઠળ કેટલુંક વળતર આપી શકે એમ છે. એ ફ્રી ટોકટાઈમ પણ હોઈ શકે છે અથવા બેઝીક ઈંટરનેટ પ્લાન હોઈ શકે છે. કોઈ ફ્રીમાં મળનારી બાબતો કે જે તમારા પ્લાનને લાગુ પડી શકે એમ હોય તો એ અંગે તપાસ કરો, તમે ફરીથી એ ફ્રીમાં મળતી બાબતોનો લાભ મેળવવા માટે પૂછી શકો. ઈ-બિલ અથવા ઈંટરનેટ થકી ચુકવણી કરવા જેવી કેટલીક સેવાઓની પસંદગી કરવા બદલ તમે તમારા બિલમાં નાનકડું વળતર પણ મેળવી શકો છો.  આ બધાનો ઉપયોગ કરવા અંગે ચોક્કસ બનો.

5.      તમને એ પ્લાનની હજી પણ જરૂરિયાત છે ?
જુઓ જે રીતે તમે ફોનનો ઉપયોગ કરી રહ્યા છો એને તમારે બદલવો જોઈએ.  એક ઉદાહરણ તરીકે ઘણા બધા સંદેશા મોકલનારા માધ્યમો જેવા કે વોટ્સ અપનો ઉપયોગ શરૂ કરીને, તમે એસ.એમ.એસ. મોકલવાનું ટાળી શકો છો અને કેટલીક ફ્રી સેવાઓનો ઉપયોગ કરી શકો છો. બ્લેકબેરી પ્લાન પર અન્ય એક સુન્દર બચત થઈ શકે છે. બધાજ પ્રખ્યાત સ્માર્ટ ફોન પાસે હવે ઈમેલ કરવા માટે તેમજ સંદેશા મોકલવા માટે સબળ માધ્યમો છે. જ્યારે તમે એક બ્લેકબેરીનો હેંડસેટનો ઉપયોગ કરો છો ત્યારે ડેટા સર્વિસ માટે તમે ભારે માસિક ભાડુ ચુકવો છો. જો તમારો બ્લેકબેરી હેંડસેટ કોઈ રીતે જૂનો થઈ ગયો છે તો માસિક ભાડા પર બચત કરવા હેતુ અન્ય કંપનીનો હેંડસેટ ખરીદવાનું શાણપણભર્યું ગણાય.

તમારા માસિક બિલ પર તમે કરેલી બચતો ઘણી મોટી નહીં દેખાતી હોય. પરંતુ જો તમે આ બચતોને તમારા ઘરના તમામ સભ્યો માટે પણ લાગુ પાડો તો તમને સારી રીતે જાણ થશે કે આ એક વાસ્તવિક અસ્તિત્વ ધરાવતી રકમ છે. પ્રત્યેક મહિને 1000 રૂપિયા જેટલી બચાવેલી નાનકડી રકમ 20 વર્ષ બાદ 12%ના વાર્ષિક દરે વધીને 10 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. તો આજથી જ શરૂ કરી દો.

    સ્મિતા હરિ (મુળ અંગ્રેજીમાં)
    કલ્પેશ સોની (ગુજરાતી ભાષાંતર)

5 Tips to Save on your Mobile and Internet Bills


0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!