ઘરે પૈસા કેવી રીતે બચાવવા

Written by Vidya Kumar

October 18, 2013

Picture

આપણે સહુ જાણીએ છીએ કે પૈસા બચાવવા એ પૈસા કમાવા જેવું છે. પરંતુ આપણામાંના કેટલા જણા દૈનિક જીવનમાં આ વાતને ખરેખર યાદ રાખે છે ? જો તમે એ માટે એક નાનકડો પ્રયત્ન અને થોડો સમય આપશો તો તમને નાણાકીય બાબતોનું જ્ઞાન નહિ હોય તો પણ તમે તમારા માસિક ઘરગથ્થુ ખર્ચાઓમાં ઘણી બચત કરી શકશો. ચાલો, આપણે ઘરે રહીને પૈસા બચાવવા અંગેના કેટલાક તદ્દન સાદા રસ્તાઓ વિશે જોઈએ.  

જ્યારે તમે ખરીદી કરો : તમારા ખર્ચ કરવાના આવેગો પર નિયંત્રણ રાખવાની બાબતમાં તમારે સાવચેત રહેવું જ જોઈએ. જુસ્સાત્મક ખરીદી ખરેખર તમારા રુપિયાના પાકીટને નુક્શાન કરી શકે છે. ખરીદી કરવાની ચીજ – વસ્તુઓની યાદી સૌપ્રથમ તૈયાર કરવી એ રીતે મદદરૂપ થઈ શકે છે કે તમારે કઈ કઈ ચીજ – વસ્તુઓની ખરીદી કરવી મહત્વની છે, એના વિશે તમે જાણી શકો છો. આજના યુગમાં સુપર માર્કેટ અથવા શોપિંગ મોલ તમને જોઈતી તમામ ચીજ – વસ્તુઓનું પ્રદર્શન કરે છે. તમે એમાંની ઘણી ચીજ – વસ્તુઓ ખરીદવા તમે લલચાઈ જાઓ છો કે જે તમારા માટે જરૂરિયાતની નથી હોતી. કેટલીક વખત લોકો, તેઓ પાસે હોવા છતાં એ ચીજ – વસ્તુઓની ખરીદી કરે છે અને એ રીતે વ્યર્થ – નકામી ચીજ – વસ્તુઓમાં વધારો થાય છે. આથી એ બાબત હંમેશા વધુ સારી છે કે તમે દુકાનમાં ખરીદી કરવા માટે ઘરની બહાર નીકળો તે પહેલા ખરીદી કરવા અંગેની ચીજ – વસ્તુઓની નોંધ તમારી પાસે તૈયાર હોય. કપડાં, બૂટ, ઈલેક્ટ્રોનિક સાધનો અને અન્ય બીજી મોટી વસ્તુઓ ખરીદવાની થાય ત્યારે એમાં ઘણી આકર્ષક ઑફરો તેમજ ભારે વળતર મળી રહ્યું હોય છે, તમારે એ મેળવવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ. આ બાબત તમને ખૂબ સારી ડીલ પૂરી પાડશે. ઓનલાઈન પોર્ટલ પર પણ તમે ઘણું સારું આકર્ષક વળતર મેળવી શકો છો.  

જ્યારે તમે બાળકો માટે ખર્ચ કરી રહ્યા હો : બાળકો માટે ખર્ચ કરવો જરૂરી છે. પરંતુ ક્યારેક એ બાબતે તમારા ખર્ચાનો બહુ મોટો ભાગ રોકાઈ જાય છે. તમે તમારા મોટા બાળકો દ્વારા વપરાયેલા કપડાં, રમકડાં અને પુસ્તકો જેવી ચીજ – વસ્તુઓ તમારા નાના બાળકો માટે વાપરવાનું નક્કી કરી શકો. જો કે નિયમિત રૂપે એમ કરવું ન પડે એ વધુ સારું છે, કે જેથી તમારું નાનું બાળક પોતાને ત્યજાયેલું – છોડી દેવાયેલું ન સમજે. એમ હોવા છતાં પૈસા બચાવવા માટે તમે પુસ્તકો તેમજ રમકડાંઓનો ફરીથી ઉપયોગ કરી શકો છો. બાળકોને સાથે રાખીને ખરીદી કરવી એનો અર્થ એ કે ખાવાના ખર્ચ પર  વિશાળ બિલ ચુકવવા તૈયાર રહેવું. બહાર નીકળતા પહેલા તેમને ખવડાવી લો કે જેથી કરીને બજારમાં બાળકો માટેના નાસ્તા પાછળ થનારા ખર્ચામાં તમે ઘટાડો કરી શકો. મોટા બાળકો પૈસાનું મહત્વ સમજી શકે એ માટે તેઓને નાણા ખર્ચવાની છૂટ અપાવી જોઈએ.

અંગત સારસંભાળ પાછળ ખર્ચ કરી રહ્યા હો ત્યારે : સલૂન અને સ્પા બંને આજના યુગમાં જરૂરી અને ફેશનેબલ બની રહ્યા છે. તમામ બ્યુટી ટ્રીટમેંટ ઘરે ન થઈ શકતી હોવા છતાં તમે કેટલીક વાળ ધોવા જેવી સરળ અને સહેલી બાબતો કે જે તમને બિલ પર બચત કરવામાં મદદરૂપ થાય તેવી ઘરેલું ટ્રીટમેંટ ટ્રાય કરી શકો. વ્યક્તિગત સારસંભાળને લગતા બિલો પર બચત કરવાનો અન્ય એક રસ્તો એ પણ છે કે ડિસ્કાઉંટની તપાસ કરવી તેમજ ઓનલાઈન ડીલ કરવી વગેરે તમને તમારા પૈસાનું સારું વળતર મેળવવામાં મદદરૂપ થાય છે.

રસોડામાં ખર્ચ કરી રહ્યા છો ત્યારે : તમે તમારા પરિવાર માટે ભોજન તૈયાર કરી રહ્યા છો ત્યારે પણ બચત કરી શકો. કેટલોક વિચાર તેમજ આયોજન કરીને ગેસના વપરાશ પર બચત કરી શકો. રસોઈકામ શરૂ કરતા પહેલા આખા દિવસ દરમિયાન શું રાંધવું એ નક્કી કરીને તમે ભાત, દાળ તેમજ શાકભાજી ભેગા રાંધી શકો. મધ્યમ જ્યોત રાખીને તેમજ ઢાંકણ ઢાંકીને રાંધવાથી રાંધવાની ક્રિયા ઝડપી બનશે અને ગેસની બચત પણ થશે. મોટી સંખ્યામાં જીવજંતુઓ ન આવે એ માટે તમારે તમારા રસોઈના સાધનો અને ચમચીઓ કોરા રાખવા જોઈએ. એ પણ યાદ રાખો કે રાંધવા માટેની જુદી – જુદી ચીજ – વસ્તુઓ અમુક સમય મર્યાદા બાદ નકામી થઈ જાય એ પહેલા રસોઈ બનાવવામાં એનો ઉપયોગ કરી લો.  

ઈલેક્ટ્રિસિટી બિલો પર ખર્ચ કરો છો ત્યારે : વીજળી બિલ એ ઘર વપરાશની બાબતોમાં ઉપયોગી બિલો તરીકે મુખ્ય ભાગ ભજવે છે. તમે જે વીજળીક તેમજ ઈલેક્ટ્રોનિક સાધનો ન વાપરી રહ્યા હો ત્યારે એક વાત યાદ રાખવી જોઈએ કે રૂમમાં ન વપરાતા લાઈટ તેમજ પંખો બંધ કરવા અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો વ્યવસ્થિત ઉપયોગ કર્યા બાદ એને સ્વીચ ઑફ એટલે કે બંધ તેમજ અન – પ્લગ રાખવા જોઈએ. અને એ રીતે બિલમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમે તમારો વીજળીનો વપરાશ બચાવવા માગતા હો તો વીજળીની બચત કરનારા સાધનો તેમજ એલ.ઈ.ડી. લાઈટનો ઉપયોગ કરો. જો તમે પાયાની શરૂઆતની વપરાશ મર્યાદા વટાવો છો તો તમારું બિલ સંખ્યાબંધ મુશ્કેલીઓમાં મુકાશે. આથી તમારા વીજળીના વપરાશમાં તમે વિવેકી રહો એ સલાહભર્યું છે.  

સામાન્ય રીતે દૈનિક રોજબરોજના ખર્ચાઓને વધુ ને વધુ નીચે લઈ આવવા માટેના સાદા તેમજ અસરકારક રસ્તાઓ તમને પૈસા બચાવવામાં મદદરૂપ બનશે અને લાંબા ગાળે તમે એનો તમારા રોકાણોના જથ્થામાં ઉમેરો કરી શકશો. આજે જ શરૂઆત કરો !

સ્મિતા હરિ (મુળ અંગ્રેજીમાં)
કલ્પેશ સોની (ગુજરાતી ભાષાંતર)   

How to save money at home


0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!