તમારા ક્રેડીટ કાર્ડને સુરક્ષિત રાખવાના 4 ઉપાયો

Written by Vidya Kumar

November 13, 2013

Picture

સાર સંક્ષેપ

ક્રેડીટ કાર્ડ છેતરપિંડીને લગતા કેસો ખુબ વધી રહ્યા છે અને દરેક જણે પોતાના ક્રેડીટ કાર્ડને સુરક્ષિત તેમજ સલામત રાખવા માટે તમામ માર્ગો અપનાવવા જોઈએ. કેટલાક મહત્વના પગલાં આ રહ્યા –

ક્રેડિટ કાર્ડના પાછળના ભાગે સહી કરવી

સીવીવી નંબર સ્ક્રેચ કરી નાંખવો

નાણાકીય વ્યવહારની તરત જાણ થાય એ માટે સાઈન અપ રહેવું

ખાતરી કરો કે તમારું ક્રેડીટ કાર્ડ ચીપ – બેઝ્ડ અથવા પિન – બેઝ્ડ છે.

સંપૂર્ણ લેખ

ભારતમાં મોટા પ્રમાણમાં ક્રેડીટ કાર્ડને લગતા છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે એવા ઘણા રીપોર્ટ સમાચાર માધ્યમ દ્વારા જાણવામાં આવ્યા છે. દા.ત. હરિયાણાના એક આઈ.ટી. પ્રોફેશનલને જાણ થઈ કે ઓનલાઈન ખરીદી કરવા માટે તેનું ક્રેડીટ કાર્ડ વપરાયું છે અને એ પણ સ્વીડીશ કરંસી (ક્રોનર) માં ! હમણા હમણા જ એક માણસની ક્રેડીટ કાર્ડ છેતરપિંડીના કિસ્સામાં મુમ્બઈમાં ધરપકડ થઈ. તેના લેપટોપમાં આઈસીઆઈસીઆઈ બેંકના હજારો ક્રેડીટ કાર્ડની સંપૂર્ણ વિગતો સમાયેલી હતી. ભારત ટોચના દેશોમાં કે જ્યાં ક્રેડીટ કાર્ડને લગતા છેતરપિંડીના કિસ્સાઓ બને છે એમાં સ્થાન ન ધરાવતું હોવા છતાં અહીં અસંખ્ય કિસ્સાઓ બની રહ્યા છે અને એ દર્શાવે છે કે તમારે તમારું ક્રેડીટ કાર્ડ સુરક્ષિત અને સલામત રાખવું જોઈએ.

આપણે ક્રેડીટ કાર્ડ ખરીદવા પર ઉપલબ્ધ વિવિધ ઓફર્સ વિશે તપાસ કરીએ છીએ પરંતુ ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો, સીવીવી નંબર દાખલ કરવા પાછળ અને વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) અથવા અઘરો પાસવર્ડ સેટ કરવા પાછળ કયો કોંસેપ્ટ કારણભૂત છે એ સમજવા માટે સુરક્ષાની દૃષ્ટિએ અનિવાર્ય એવા ખ્યાલો માટે પૂરતો સમય આપતા નથી.

અહીં કેટલાક રસ્તાઓ દર્શાવ્યા છે કે જેનાથી જાણી શકાય છે કે કેવી રીતે તમારા ક્રેડીટ કાર્ડ સાથે છેતરપિંડી થઈ શકે છે અને તમારે કેવી રીતે તમારા ક્રેડીટ કાર્ડ ની સુરક્ષા કરવી જોઈએ.

તમારા કાર્ડ પર તમારી સહી કરો : જેવું તમે નવું ક્રેડીટ કાર્ડ ખરીદો કે તરત જ કરવા જેવી પહેલી બાબત એ છે કે એની પાછળના ભાગે તમારી સહી કરી દો. સહી કર્યા વિનાનું કાર્ડ માન્ય ગણાતું નથી.  સુરક્ષાની માત્રા વધારવાના પગલાં તરીકે જોઈએ તો જ્યાં વેપારી ક્રેડીટ કાર્ડ સ્વીકારી રહ્યો હોય તો એણે કાર્ડ પરની સહી સાથે બિલમાં ગ્રાહકે કરેલી સહીને સરખાવવી જોઈએ. જો એમાં ફરક જણાય તો તેણે નાણાની ચુકવણી માટે કાર્ડ સ્વીકારવું ન જોઈએ. મોટા ભાગના વેપારીઓ આ પ્રકારનાં સુરક્ષા માટેના ચેકિંગને અનુસરતા નથી. જો તમારું ક્રેડીટ કાર્ડ ખોટી રીતે વપરાયું હોય અથવા બિલની સહીમાં અને ક્રેડીટ કાર્ડની સહીમાં ફરક હોય તો તમારો હક છે નાણાની ચુકવણી નહી કરવાનો. તમારા ક્રેડીટ કાર્ડ દ્વારા ચુકવાયેલા અને વેપારી દ્વારા લેવાયેલા નાણા પરત મેળવવા માટે તમે દાવો કરી શકો.

સીવીવી નંબર સ્ક્રેચ કરી નાંખો :  

ક્રેડીટ કાર્ડ દ્વારા ઓનલાઈન ખરીદી કરવા માટે જે વ્યવહારો થાય છે એ માટે કેટલાક વેપારીઓ સીવીવી નંબરની માગણી કરતા નથી. સીવીવી નંબર એ તમારા ક્રેડીટ કાર્ડના પાછળના ભાગે ચીપની નજીક તમે કરેલી સહીની નજીકની જગ્યાએ લખાયેલો નંબર છે. જો કોઈની પાસે તમારું ક્રેડીટ કાર્ડ હોય અને એ ખરીદી કરવા માટે દુકાનમાં જાય અને જો વેપારી સીવીવી નંબર માંગે તો પણ શક્ય છે કે તે એ ખરીદી ટાળીને માત્ર એ કાર્ડને ઉલટાવે અને સીવીવી નંબરની કોપી કરે અને ઓનલાઈન વ્યવહાર કરવા આગળ વધે તો પણ તમને નુક્શાન થાય. બે બાબતો અહીં યાદ રાખવાની છે કે સીવીવી નંબર બધા પૂછતા નથી આથી જો શક્ય હોય તો એક તો ડેબીટ કાર્ડનો ઉપયોગ શરૂ કરો અને બીજું કે ક્રેડીટ કાર્ડ પરથી સીવીવી નંબરને યાદ કરી લીધા બાદ એને સ્ક્રેચ કરી નાંખો.

ચીપ – બેઝ્ડ કાર્ડનો ઉપયોગ કરો :

તમારા ક્રેડીટ કાર્ડની ડુપ્લીકેટ કોપી બની શકે છે. જ્યારે પણ કાર્ડને ઘસવામાં આવે છે ત્યારે એ કાર્ડમાં સમાવેશ પામેલા તમામ ડેટા પ્રમાણીકરણ (ખરાઈ) કરવા માટે જે સાધનમાં ક્રેડીટ કાર્ડને ઘસવામાં આવ્યું છે એમાં સચવાય છે.  હેકર્સ પાસે એવા મશીનો હોય છે કે જેના વડે, જે સાધનમાં ક્રેડીટ કાર્ડને ઘસવામાં આવ્યું હોય એમાંથી એના ડેટાને ચોરી લે છે અને એ ડેટાનો ઉપયોગ ડુપ્લીકેટ ક્રેડીટ કાર્ડ તૈયાર કરવા માટે થાય છે કે જેનો ખરીદી માટે ઉપયોગ થઈ શકે છે. તમારે તકેદારી લેવી જોઈએ કે તમારી આંખોની સામે જ તમારા કાર્ડને ઘસવાની પ્રક્રિયા થવી જોઈએ. આર.બી.આઈ. એ એવા ધારાધોરણ ઘડી કાઢ્યા છે કે તમામ ક્રેડીટ કાર્ડ ચીપ બેઝ્ડ કાર્ડ્સ અથવા પિન બેઝ્ડ કાર્ડ્સ જ ઈસ્યૂ થવા જોઈએ. તમામ સંસ્થાઓ તેમજ એટીએમ મશીનોને એ પ્રકારનાં ચીપ બેઝ્ડ કાર્ડ્સ સ્વીકારી શકે એ માટે અપગ્રેડ કરવાની આવશ્યકતા છે. આરબીઆઈ એ આ પ્રકારનાં કાર્ડ્સ ઈસ્યૂ કરવા માટે બેંક માટે સમયમર્યાદા નવેમ્બર સુધી વધારી છે.   

નાણાકીય વ્યવહારોની તરત જાણ થાય એ માટે સાઈન અપ રહો :

જે મશીનમાં ક્રેડીટ કાર્ડને ઘસવામાં આવે છે એમાંથી અથવા તમે ઓનલાઈન ખરીદી માટેના જે વ્યવહારો કરો છો એમાંથી ક્રેડીટ કાર્ડની માહિતીઓની ડુપ્લીકેટ કોપી તૈયાર થઈ શકે છે. ખાતરી કરો કે તમે આ પ્રકારની નાણાકીય સાવધાની માટે સાઈન અપ છો. કે જેથી કરીને ચોરીના કોઈ પણ કિસ્સામાં તમે સરળતાથી એક્શન લઈ શકો.

ક્રેડીટ કાર્ડ વાપરી રહ્યા હો ત્યારે એ અંગેની કેટલીક અન્ય સારી વ્યાવહારિક બાબતો :

1.      તમારા સંપર્કની માહિતી બદલાય ત્યારે તરત જ એને અપગ્રેડ કરી નાંખો.

2.      અઘરા પાસવર્ડ્સ તેમજ પિનનો ઉપયોગ કરો અને એવાનો નહીં કે જેના વિશે આસાનીથી ધારણા કરી શકાય.

3.      જ્યારે પણ શક્ય હોય ત્યારે ડેબીટ કાર્ડ, વર્ચ્યુઅલ કાર્ડ અને રોકડા નાણાનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો.

અમે આશા રાખીએ કે તમે આ પ્રકારનાં પગલાંઓ લઈ જ રહ્યા છો. જો ના, તો આ માર્ગદર્શનને અનુસરવાની કોશિશ કરો કે જેથી કરીને તમારી મહેનતના, પરસેવાની ખરી કમાણીના પૈસા ચોરાઈ ના જાય.  

વિદ્યા કુમાર (મુળ અંગ્રેજીમાં)
કલ્પેશ સોની (ગુજરાતી ભાષાંતર)

4 Ways to Secure your Credit Card


0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!