વિમા પોલિસીમાં તપાસવા લાયક 4 મહત્વની બાબતો

Written by Vidya Kumar

October 21, 2013

Picture

વિમા સુરક્ષાની ખરીદી કરવી એ નાણાકીય આયોજનનો બહુ અગત્યનો ભાગ હોવા છતાં આપણામાંના કેટલાક લોકો જ પોલીસીના દસ્તાવેજમાં જણાવેલ વિગતોને વાંચવાનો પ્રયત્ન કરે છે. બધા જ વિમા એજંટો પોલીસીની રૂપરેખા અને એની કાર્ય શૈલીમાં રહેલી ખામીઓ વિશે તમને પૂરેપૂરી જાણકારી આપતા નથી અને ઘણાં તો વિમા પોલીસીની માત્ર સારી સારી બાબતો વિશે જ જાણકારી આપે છે. માટે તમને પોલિસી ખરીદ્યા બાદ જ સમજણ પડે છે કે તમે  સાચી પોલિસી ખરીદી નથી. અહીં એવા કેટલાક પાસાંઓ જણાવ્યા છે કે જેને પોલિસી ખરીદતા પહેલા તમારે ચોક્કસપણે ચકાસી જવા જોઈએ.   

છૂપા ચાર્જીસ : જુદી જુદી વિમા યોજનાઓમાં જુદી જુદી ફી અને મહેનતાણા – ખર્ચા લેવાતા હોય છે. આવી યોજનાઓ, રોકાણ તેમજ જોખમ બંનેને આવરી લેતી હોય છે. દા.ત. ‘યુલિપ’ યોજનામાં બહુ ભારે વહીવટી ખર્ચાઓ તેમજ વિતરણ – ફાળવણીને લગતા ખર્ચાઓ છે. આ પ્રકારના ચાર્જીસને લગતી ઝીણી ઝીણી ગુપ્ત વિગતો સામાન્ય રીતે તમારા એજંટ તમારી સમક્ષ ખુલ્લી કરતા નથી. કારણ કે એ બધું જાણ્યા બાદ તમે પોલિસી ખરીદવાનું માંડી વાળો તો એના પરિણામ સ્વરૂપે એ એજંટોએ પોલિસીનું વેચાણ કર્યા બદલ મળનારા પોતાના કમિશનથી હાથ ધોવાનો વારો આવે. જ્યારે વિતરણને લગતા ચાર્જીસ બહુ ભારે હોય તો એનો અર્થ એ થયો કે  રોકાણ કરાયેલી રકમમાંથી સૌપ્રથમ આ ચાર્જીસની રકમ કાપી લેવામાં આવે છે અને બાકી રહેલી રકમ તમારા ખાતામાં યુનિટની ખરીદી કરવા પૂરતી રહેવા દેવામાં આવે છે. હંમેશા તમારે યાદ રાખવું જોઈએ કે કેટલાક ચાર્જીસને તપાસતા રહેવું જોઈએ અને ભારે ફી તેમજ ચાર્જીસ ધરાવતી પોલિસીઓ ખરીદવાનું ટાળવું જોઈએ. આવું કહેવાનું કારણ એ કે જો તમે કોઈ ખરાબ – નુક્શાન કારક યોજના વાળી પોલિસી ખરીદી લીધી તો તમારે ક્યારેક તમારી મૂડીની રકમ સુદ્ધાં ગુમાવવાનો વારો આવે.

પાકતી મુદત : વિમા પોલિસી લોક ઇન સમયગાળા સાથે આવે છે કે જે સમયગાળા દરમિયાન તમારે એ યોજનામાં રોકાયેલા રહેવાનું બને છે. એમ કરવામાં તમે નિષ્ફળ જાઓ તો તમારે દંડ ચુકવવાનો થાય છે અને તમે ભરેલા પ્રિમિયમના કેટલાક ભાગનો ભોગ આપવાનો થાય છે. માટે હંમેશા યાદ રાખો કે દસ્તાવેજના આ ભાગને કાળજીપૂર્વક જોવો જોઈએ અને ઓછામા ઓછો કોઈ ચોક્કસ સમયગાળો શોધી કાઢો કે જેના માટે તમે પ્રિમિયમ ચુકવી શકો. જ્યારે પ્રિમિયમની રકમ બહુ મોટી હોય છે ત્યારે આ બાબત તપાસવી વધુ મહત્વની બને છે. દા.ત. જો તમે 1 લાખ રુપિયાના વાર્ષિક પ્રિમિયમવાળી એક પોલિસી ખરીદી અને પાંચ વર્ષનો લોક ઇન સમયગાળો રાખ્યો તો, પોલિસીનો આરંભ થયાના ત્રણ વર્ષ બાદ અચાનક કોઈ આર્થિક આકસ્મિક સંજોગોનો સામનો કરવાનો આવે તો તમે એના પ્રિમિયમની સતત ચુકવણી કરવામાં મુશ્કેલી અનુભવશો.  

સરંડર ચાર્જીસ : જ્યારે તમે પાકતી મુદત પહેલા જ પોલીસી પરત કરી દો છો ત્યારે વિમા કંપનીઓ સામાન્ય રીતે સરંડર ચાર્જીસના નામે કેટલીક ફી ચાર્જ કરતી – વસુલ કરતી હોય છે. આ માટે કાળજીપૂર્વક વિગતો તપાસવાનું યાદ રાખો. ઘણા લોકો સ્વીકારે છે તેઓ ખાતામાં જમા થયેલા યુનિટની સંખ્યા માટેની યોજનાની ચાલુ વપરાશની NAV મેળવી શકશે. તેઓ કોઈ પણ સમયે પોલિસી બંધ કરશે તેમ છતાં ! પાકતી મુદત પહેલા તમે પોલિસી બંધ કરી દો તો તમારે ક્યારેક પોલિસી પરત કરવાના ચાર્જીસ ચુકવવાના થાય છે. આથી પોલિસીની પાકતી મુદત વિશે જાણી લો, કે જેને તમે ખરીદવા જઈ રહ્યા છો તેમ જ પાકતી મુદત પૂર્વે તેને સરંડર કરવાની થાય તો એના સરંડર ચાર્જીસ તમે ચુકવવાના છો.

અન્ય નિયમો અને શરતો : વિમા કંપનીઓ કેટલાક નિયમો તેમજ શરતો ધરાવતી હોય છે, કે જે ક્યારેક પાકતી મુદતના લાભો તમે મેળવવાના છો એમ સમજીને બનાવવામાં આવ્યા હોય છે. આ નિયમોને સામાન્ય રીતે ઘણા પોલિસી ખરીદનારાઓ દ્વારા અવગણવામાં આવે છે, કે જેઓ પોતાના એજંટો પાસેથી પોલિસીને લગતી અગત્યની વિગતો જાણી શકતા નથી. આથી કાળજીપૂર્વક તમામ નિયમો અને શરતોનું વિશ્લેષણ કરવાની સલાહ આપવામાં આવે છે.

વિમા પોલિસી એ તમામ વ્યક્તિઓ માટે ખુબ મહત્વની છે અને માટે જ જેને ખરીદવાની તમે ઈચ્છા ધરાવો છો એ પોલિસીના તમામ પાસાંઓથી તમારે સજાગ રહેવું જ જોઈએ. યાદ રાખો કે આ તમારા પૈસા છે કે જે પ્રિમિયમ તરીકે ભરપાઈ થવા જઈ રહ્યા છે અને તમારું જીવન સલામત બની રહ્યું છે. તેથી કરીને તમને બંનેને : વિમા કંપની તેમજ વિમા એજંટ, કે જે તમને પોલિસી વેચી રહ્યો છે તેને પ્રશ્ન કરવાનો અધિકાર છે.  

સાર સંક્ષેપ :
વિમો એ પ્રત્યેક નાણાકીય યોજના માટે અત્યંત મહત્વની બાબત છે. માટે જ તે ઘણું અગત્યનું છે કે તમે વિમા પોલિસી ખરીદો એ પૂર્વે એના તમામ પાસાંઓને બરાબર સમજી લો અને તેનાથી સજાગ બનો.

  • છૂપા ચાર્જીસ 
  • પાકતી મુદત 
  • સરંડર ચાર્જીસ 
  • અન્ય નિયમો અને શરતો 


સ્મિતા હરિ (મુળ અંગ્રેજીમાં)
કલ્પેશ સોની (ગુજરાતી ભાષાંતર)

Top 4 things you should look for in an insurance policy


0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!