નવા માતા – પિતા માટે નાણાકીય આયોજન 

Written by Vidya Kumar

October 10, 2013

Picture

જીવન હંમેશા એકસરખું હોતું નથી. એમાં સતત ઉતાર અને ચઢાવ આવ્યા જ કરે છે અને એ સતત બદલાયા પણ કરે છે. આ બદલાવને તમારા નાણાકીય આયોજનમાં ધ્યાનમાં લેવાવો જોઈએ. માતૃ – પિતૃત્વ પ્રાપ્ત કરવું એ ખરેખર મહત્વનો માઈલ સ્ટોન છે.

માતૃ – પિતૃત્વ તમને વિશ્વની સૌથી ઊંચી ટોચે હોવાનો અનુભવ કરાવે છે.  પરંતુ એ દરેકના જીવનમાં ઘણા બધાં પરિવર્તનો પણ લાવે છે. તેમાંનું એક પરિવર્તન આવે છે તમારી નાણાકીય સ્થિતિમાં. માતા – પિતા માટે એ મહત્વનું છે કે આ પરિવર્તનને ધ્યાનમાં લઈને નાણાકીય આયોજન અંગે પૂરતો વિચાર કરવામાં આવે.

તમારા માટે આનંદનો જથ્થો આવે તે પહેલા તમારે તમારી આવક અને ખર્ચાઓનું મૂલ્યાંકન કરવું જ જોઈએ. અને આવશ્યક ફેરફારોનું આયોજન કરો કે જેથી કરીને પરિવારમાં આવનાર નવો સભ્ય કોઈ આમૂલ પરિવર્તન ન લાવે. એક વાર તમે માતા – પિતા બની જાઓ ત્યાર બાદ બાળક માટે અને તેની તબિયતની કાળજી માટે તમે રસીકરણ, દૈનિક બાળકોની જરૂરિયાતો વગેરે  જે ખર્ચાઓ માથે લેવાના છો તેના માટે આવક – ખર્ચનું અંદાજપત્ર તૈયાર કરો. એ અંદાજપત્રને તમે ચુસ્તતાથી વળગી રહો એ ખૂબ જરૂરી છે.  

રહી ધ્યાનમાં લેવા જેવી કેટલીક મહત્વની બાબતો

  • બાળક જન્મે કે તરત તમારી કંપની તમને પૂરી પાડે છે એ મેડિકલ/હેલ્થ વિમા યોજના અંતર્ગત એનો સમાવેશ કરી દેવાની તમારે જરૂર રહે છે, કે જેથી કરીને દેખીતી આકસ્મિક જરૂરિયાતો ઓછામાં ઓછા એક નાણાકીય પરિપ્રેક્ષ્યમાં માટે પૂરી પાડવામાં આવે. 
  • જ્યારે તમે માતા – પિતા બનો છો ત્યારે તમે ઘણા સુખી છો અને ભારે લાગણીશીલ પણ છો અને કંપનીઓ આ બાબતને પૂરેપૂરા પ્રમાણમાં ઉપયોગમાં લે છે. એવી ઘણી બજારૂ ગુપ્ત યુક્તિ – પ્રયુક્તિઓ છે કે જે તમને ઘણી બધી ચીજ – વસ્તુઓ પાછળ ખર્ચ કરવા માટે ઉકસાવે છે કે જેની ખરેખર તમને તમારા બાળક માટે જરૂરિયાત હોતી જ નથી. તમે બેફામ ખર્ચ કરવા માગતા હો તો પણ એ બાબત સલાહભરી છે કે તમે જરૂરિયાતોની તેમજ તમે જે ઈચ્છો છો તેની યાદી બનાવો અને શાણપણથી ખર્ચ કરો. બાળક માટે વધુ પૈસા ખર્ચ કરવા કરતા બાળક સાથે વધુ સમય પસાર કરો એ હંમેશને માટે સારું છે. 
  • તમારી નાણાકીય સલામતી એ બાળકના સારા ઘડતર માટે ખૂબ મહત્વની છે. એ માટે યોગ્ય નાણાકીય આયોજન હોવું અને એના પર અમલ કરવો એ અતિ મહત્વનું છે કે જેથી કરીને તમારી નાણાકીય મહત્વાકાંક્ષાઓ મુજબ યોગ્ય માર્ગે પ્રગતિ થયા કરે. એ માટે આવકની પદ્ધતિમાં ફેરફાર પણ થઈ શકે છે. દા. ત. માતા – પિતા બંને કમાનારા સભ્યો હોય અને બેમાંથી એક જણ બાળકની સાર સંભાળ માટે સમય આપવાનું નક્કી કરે તો એનો અર્થ થાય છે: આવકમાં ઘટાડો અને એનો પ્રત્યાઘાત નાણાકીય આયોજનમાં જોવા મળે. 
  • એ મહત્વનું છે કે નિવૃત્તિ સમયના ધ્યેયો વિશે અને નિવૃત્તિ સમયે કાર્ય કરવાનું આયોજન યોગ્ય માર્ગે જઈ રહ્યું છે કે કેમ તેના વિશે ફરીથી અભ્યાસ કરી લેવામાં આવે કે જેથી કરીને તમારા બાળકને મોટી મદદ મળશે કારણ કે તમારા આથમવાના સમયમાં તમે નાણાકીય રીતે સદ્ધર અને સલામત રહો છો અને તેથી તમારું બાળક તેના આયોજન મુજબ આગળ વધી શકે છે. 
  • એ મહત્વનું છે કે માતા – પિતા વિમાની સુરક્ષામાં રહે કે જેથી કરીને આકસ્મિક સંજોગોમાં પણ બાળકના વિકાસ માટેના સ્રોતો અસ્તિત્વમાં હોય. 
  • જ્યારે તમે માતા – પિતા બનો ત્યારે તમે ટેક્સની બચત કરવાના વિકલ્પ અંગે પણ વિચાર કરી શકો. તમે તમારા નાના બાળકના નામે રોકાણ કરી શકો અને આ રોકાણ જ્યારે આવકનું ઉત્પાદન કરે ત્યારે તે માતા – પિતાની આવક સાથે જોડાણ કરી શકે છે. તેમ છતાં તમે 1500 રૂપિયા સુધી તમારી આવકમાં ઘટાડા તરીકે તમારા બાળકનો વિમો લઈ શકો છો. 
  • વિલ અથવા વસિયતનામુ બનાવો ત્યારે તમારા બાળકનો એમાં ઉમેરો કરો એ મહત્વનું છે. તમારી પાસે ઓછામા ઓછુ એટલું તો રોકાણ હોવું જ જોઈએ કે જેના વારસદાર તરીકે તમારું બાળક હોય  કે જેથી કરીને કટોકટીની સ્થિતિમાં તમે એમાંથી નાણા પરત પ્રાપ્ત કરી શકો.  


બાળકો એ સૌથી મોટું રોકાણ છે કે જે કોઈ પણ કરી શકે છે અને તેઓ માટે પણ સુસંગત રીતે આયોજન કરવું જોઈએ. ચાલો જોઈએ તમારી સાથે સાથે તમારા બાળકની નાણાકીય સલામતીની સુરક્ષા માટે કયા કયા પગલાઓ તમે લઈ શકો છો 

સાર સંક્ષેપ

એ મહત્વનું છે કે  બાળક જન્મે એ પહેલા તમારું ચોક્કસ નાણાકીય આયોજન હોવું જોઈએ. બાળક પ્રથમ 6 થી 12 મહિનાનું થાય ત્યાં સુધીની તેની જરૂરિયાતો માટે બજેટ બનાવવું જોઈએ અને ખાતરી કરો કે એ બજેટનો ચુસ્તતાપૂર્વક અમલ થાય. તમામ ધ્યેયો – મહત્વાકાંક્ષાઓ અને તમારા નક્કી કરેલા ધ્યેયને અનુલક્ષીને તમે કાર્ય કરી રહ્યા છો એ એક બાબતની ખાતરી કરવા માટે નાણાકીય આયોજનનો પુન: અભ્યાસ કરો.  

વિદ્યા કુમાર (મુળ અંગ્રેજીમાં)
કલ્પેશ સોની (ગુજરાતી ભાષાંતર)

Financial Planning for new parents


0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!