એક અલગ દિવાળી

Written by Vidya Kumar

January 7, 2015

Picture

દિવાળી એટલે ખાવુ, પીવુ, ફરવા જવુ, શોપીંગ કરવું, ગીફટ મેળવવી અને આપવી. હવે દિવાળી આવવાને થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચાલો એક અલગ દિવાળી મનાવીએ.મજા કરવાની સાથે સાથે Personal Finance નું પણ ધ્યાન રાખીને દિવાળી ઊજવીએ તો તેની મજા બમણી થઈ જશે.

સોનું
દિવાળી એટલે ધનતેરસથી લઈને ભાઈબીજ સુધીના પાંચ દિવસ. ધનતેરસ નો દિવસ એટલે ધનની પૂજા. લક્ષ્મીની પૂજા અને સોનું ચાંદી વગેરે ખરીદી કરવાનો દિવસ. આ વખતે આપણે ઘનની ખરીદી GOLD ETF કે Gold Mutual Fund દ્વારા ઓનલાઈન ખરીદી કરી શકીએ છીએ. તેનાથી ખરીદી અને વેચાણ સરળ બને છેઅને સોના, ચાંદી ને નક્કર રૂપે સાચવવા પડતા નથી.

ઘર અને કાર
દશેરા કે દિવાળીના દિવસોમાં લોકો ઘરનું પણ બુકીંગ કરાવતા હોય છે. આવા સમયમાં બિલ્ડર તેમજ લોન માટે બેંકો પણ સારી ઑફર આપતા હોય છે. તો તેનો અભ્યાસ કરીને સારી અને શ્રેષ્ઠ ઑફરનો લાભ મેળવી શકાય છે. આજ રીતે ગાડી ખરીદવા માટે પણ લોકો ધનતેરસ કે દશેરાના દિવસે કારની ડિલીવરી લેતા હોય છે. કાર કંપની તેમજ ઑટો લોનમાં આ સમય દરમ્યાન સારી ઑફર મેળવી શકાય છે.

નાણાકીય રમત
દિવાળી દરમ્યાન ઘણા લોકો જુગાર રમતા હોય છે. આ વખતે જુગાર ન રમતા પરિવાર અને બાળકો સાથે પર્સનલ ફાઈનાન્સની જાણકારી આપતી ગેમ રમીને જ્ઞાન સાથે ગમ્મત મેળવીએ. ઊ.દા.તરીકે ચાણ્યક ચક્ર્વ્યુહ, મોનોપોલિ, પેડે ગેમ રમી શકાય.

આયોજીત કરેલુ વેકેશન
દિવાળીની રજાઓમાં વેકેશનમાં બહાર જવાનો દરેક પરિવારના પ્લાન હોય છે. આવા પ્લાન સાથે ૨ અથવા ૩ મહિના પહેલાજ નક્કી કરીને ફલાઈટ, ટ્રેન અને હોટલનું બુકીંગ કરાવવાથી ફાયદો થશે. અંતિમ સમય પર બુકીંગ કરવાથી મોંધુ પડે તેમજ રીર્ઝવેશન પણ કદાચ ન મળે.

સારી ખરીદી
દિવાળી સમયે મૉલમાં કે મોટા સ્ટોરમાં ટી.વી, ફ્રિજ, લેપટોપ, મોબાઈલ પર ઑફર હોય છે. આવા બધા પ્રોડકટ માટે ઑનલાઈન સ્ટોરમાં ખૂબજ આકર્ષક ઑફર હોય છે. આવા પ્રોડકટ ખરીદવા માટે ડેબીટ અને ક્રેડીટ કાર્ડમાં પણ કેશ બેક ઑફર મળે છે તેમજ કેશ બેક મળે તેવી વેબસાઈટ પણ હોય છે જેમકે CashKaro.com.

મુહુર્ત ટ્રેડીંગમાં ધ્યેયને આધારિત SIP
શેરબજારમાં દિવાળીની સાંજે મુહુર્ત ટ્રેડીંગ કરવામાં આવે છે. આવા સમયે ઈન્વેસ્ટ કરવાથી વર્ષ દરમ્યાન સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે તો આ વખતે આપણે આપણા ધ્યેયને આધારિત SIP ગોઠવી શકીએ છીએ.

બાળકોમાટે લોંગ ટર્મ ઈક્વિટી મ્યુચલ ફંડમાં SIP
દિવાળીમાં બાળકોને આપણે હંમેશા ફટાકડા, કપડા, મીઠાઈ, ચોકલેટ જેવી ગીફટ આપતા હોઈએ છીએ. તેના બદલે આ વખતે તેમને Rich Dad Poor Dad જેવી બુક્સ કે ફાઈનાન્સિયલ અવેરનેસ વધે તેવા કાર્ટુન કે One Idiot જેવી મુવી બતાવી શકીએછીએ. તેમને મળેલા ભેટના રૂપિયાને તેમના ભણતર માટે લોંગ ટર્મ ઈક્વિટી મ્યુચલ ફંડમાં SIP દ્વારા રોકીને તેમને ગીફટ આપી શકીએ.

 ગીફટ
આપણા સગાવહાલાને તેમજ દિવાળીમાં આપણે આપણી પાસે કામ કરતા લોકોને પણ ગીફટ આપીએ છીએ. આવી ગીફટ માટે પહેલેથી લિસ્ટ બનાવીને બજારમાં કે ઑનલાઈન મળતી સારામાં સારી ઑફરનો ફાયદો લઈને પૈસા બચાવી શકાય છે.સગાવહાલાઓ માટે નાના નાના તેમજ હાથે બનાવેલા ગીફટ હેમ્પર પણ આકર્ષક તેમજ લાગણીસભર લાગે છે. તેમજ પૈસા પણ બચાવી શકાય છે.

કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો જ ખરીદી કરો. માત્ર સેલ ચાલે છે એટલે ખરીદી કરવાની જરૂર નથી. હંમેશા જરૂરિયાત અને ઈચ્છાઓનો ફરક સમજીને પૈસા ખર્ચો. આકર્ષક સેલની ઑફર ખરેખર ફાયદાકારક છે કે નહી તે જાણ્યા પછી જ તેનો ફાયદો લો.

દિવાળી એટલે ખરા અર્થમાં પ્રકાશ ફેલાવવાનો અવસર. આ વખતે આપણે સૌ આપણા જીવનના સૌથી અગત્યના અને મહત્વના નાણાંકીય બાબતોનું આયોજન કરીને અથવા તો તેની શરૂઆત કરીને નવા વર્ષની ઊજવણી કરીએ.

This article is originally published at moneycontrol.


0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!