બાળકો માટે નાણાંકીય સમજણ

Written by Vidya Kumar

September 1, 2014

નમન છઠ્ઠા ધોરણમાં છે અને અભ્યાસમાં ખૂબ જ સારો છે. તે હંમેશા ટોપ પર હોય છે માટે તેના માતાપિતા તેના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ માટે વધારે કાળજી લઈ રહ્યા છે. બીજા દિવસે નમને તેના માતાપિતા ને તેમના નાણાંકીય પ્લાનર સાથેની વાતો સાંભળી. તેઓ નાણાંકીય લક્ષ્યાંકો, એસઆઈપી, ફુગાવો અને ટેકસ વિશેની વાત કરવામાં આવતી હતી. નમન મૂઝંવણમાં પડી ગયો. તઆ બધા ટર્મ શું છે.?

આ લેખ બાળકો માટે બેઝીક મનીના ટર્મ ડીફાઈન કરે છે જેમ કે મની, ઈનફ્લેશન, ચક્રવૃદ્ધિ વ્યાજ, સેવિંગ, ઈનવેસ્ટમેન્ટ, એસેટ, લાયાબીલિટી, ઈક્વિટી, એસઆઈપી, ટેકસ અને નાણાંકીય જોખમ. નાણાં વિશેની અમુક વસ્તુઓ બાળકો માટે ચોક્ક્સ લાંબા ગાળા માટે મદદ થશે. 

નાણાં – જયારે તમારી પાસે પૈસા છે, તમે જરૂરીયાત મુજબની વસ્તુઓ ખરીદી અને આરામદાયક જીંદગી જીવી શકો છો. મૂળભૂત જરૂરીયાતો જેમકે ખોરાક, રહેઠાણ અને કપડાં છે. આ બધુ ખરીદવા માટે પૈસાની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે તમને કેડબરી ભાવે છે તો તેને ખરીદવા પૈસાની જરૂર પડશે. 

ફુગાવો – આ નાણાંની શક્તિ ઘટાડે છે. ઉદાહરણ તરીકે તમે નોધ્યું હશે કે તમારી શાળાની ફી દર વર્ષે વધે છે. ફુગાવાના કારણે તેટલા જ પૈસામાં તમે ઓછી વસ્તુઓ ખરીદી શકો છો. ગયા વર્ષે તમે ૧૦૦ રૂપિયામાં ૫ કેડબરી ખરીદી એટલે એક કેડબરીના ૨૦ રૂપિયા થાય. પણ હવે તમે ૪ કેડબરી ખરીદી શકો કેમકે ભાવ વધીને ૨૫ રૂપિયા થયા. આ ફુગાઓ છે. આપણા નાણાંકીય જીવનમાં ફુગાવો એ આપણો નંબર ૧ દુશ્મન છે.

ચક્રવૃદ્ધિ વ્યાજનો જાદુ – ફુગાવો નાણાંની શક્તિ ઘટાડે છે. તમે ચક્ર્વૃદ્ધિ વ્યાજનો અભ્યાસ કર્યો હશે વ્યાજ પર વ્યાજ. તમે જો પૈસા બચાવાની શરૂઆત જલ્દી કરી અને તે બચત કરેલા પૈસા, તમારા બચત કરેલા પૈસાથી વધારે પૈસા થશે તે કમાલ છે ચક્ર્વૃદ્ધિ વ્યાજની. આ આપણને ઝડપથી પૈસા વધારવામાં મદદ કરે છે. ચક્રવૃદ્ધિ વ્યાજનો જાદુ મુંબઈ અને દિલ્લી વચ્ચે ચાલતી સુપર ફાસ્ટ એકસપ્રેસ ટ્રેન જેવો છે. માટે જો ફુગાવો એ આપણો નંબર ૧ દુશ્મન છે તો ચક્રવૃદ્ધિ વ્યાજ એ આપણો નંબર ૧ દોસ્ત છે. તેને કયારેય ભૂલતા નહીં.

બચત – ખર્ચ કર્યા પછી બાકી રહે તે તમારી બચત છે. અગર તમારી પોકેટમની માટે મહિનાના રૂ ૧૦૦૦ છે અને તેમાંથી રૂ ૮૦૦ તમે ખર્ચો છો એટલે રૂ ૨૦૦ ની તમે બચત કરી શકો. તમારી આવક કરતા ખર્ચો ઓછો કરશો ત્યારેજ આવકમાં વધારો જોવા મળે છે. હમણાં તમારી પાસે પોકેટમની સિવાય કોઈ કમાણી નથી. જો તમારી પોકેટમની મહિનાના રૂ ૧૦૦૦ હોય તો રૂ ૩૦૦ દર મહિને તો જરૂર બચાવી શકાય છે.

ઈન્વેસ્ટમેન્ટ – તમે અત્યાર સુધી પૈસા બચાવ્યા, તે બચત કરેલા પૈસાને ઈન્વેસ્ટ કરી પૈસામાં વધારો કરી શકાય છે . એક ધ્યેય આધારિત રોકાણ કરવું એ રોકાણ કરવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. આ ધ્યેય આપણું લક્ષ્ય છે. ઉદાહરણ તરીકે તમે ૨૦૨૦ ના વર્ષમાં અમેરિકામાં આવેલા શહેર બોસ્ટનમાં બે વર્ષ માટેનો એમએસ પોસ્ટ ગ્રેજુએટ અભ્યાસ  કરવા માટે જવા ઈચ્છો છો. તમને શિક્ષણ માટે નાંણાની જરૂર પડશે.  આ ધ્યેય માટે રોકાણ કરી શકાય છે

એસેટ (મિલકત) – એસેટ એક એવી વસ્તુ છે જેની પોતાની વેલ્યુ (કિંમત) છે. અગર તમારા પૈસા અલગ અલગ એસેટમાં જેમકે રોકડા, બેંક બેલેંસ, ફિકસ ડિપોઝીટ, જવેલરી, ઈક્વિટી સ્ટોક, મ્યુચલ ફંડ, રીયલ એસ્ટેટ અને પેંઈન્ટીંગ આવી રીતે એસેટના ઘણા વર્ગો (પ્રકારે) છે. દરેક એસેટ ના પોતાના માયનસ અને પ્લસ પોઈન્ટસ છે.. પૈસા એકજ એસેટમાં જેમકે રીયલ એસેટ અને ગોલ્ડમાં ન હોવા જોઈએ. એક્જ એસેટમાં ઈન્વેસ્ટ કરવાના જોખમને ટાળવું જોઈએ.

લાયાબીલિટી (જવાબદારી) – લાયાબીલિટી એટલે પૈસા આપવાના બાકી હોય, જેમકે તમારા માતાપિતા એક હોમ લોન લે છે. આ એક જવાબદારી છે. જયારે તમે પોસ્ટ ગ્રેજયુએશનના અભ્યાસ માટે જાવ છો ત્યારે તમારા પેરેંટસ એક શિક્ષણ લોન લે છે. આ એક લાયાબીલિટી છે. જયારે ઉધાર લીધેલા પૈસાનું વ્યાજ કોઈકને ચૂકવવાનું હોય છે તે આપણી નાણાંકીય જવાબદારી છે.

ઈક્વિટી – આ એક એસેટનો પ્રકાર છે. તમે તમારા પૈસા લાંબા સમય માટે ઈક્વિટીમાં રોકી શકો છો. આના માટે પાંચ વર્ષનો સમય ઓછામાં ઓછો હોવો જોઈએ. ઈક્વિટીના ઘણા પ્રકારો છે જેમાં રોકાણ કરી શકીએ છીએ. રોકાણ કરવા માટેના સૌથી વધુ લોકપ્રિય બે રસ્તા છે. રોકાણ માટેનો પહેલો રસ્તો ઈક્વિટી મ્યુચલ ફંડ (એમએફએસ) બીજો રસ્તો એ છે કે સ્ટોક એક્સચેંજમાંથી સીધી ખરીદી ઈક્વિટી સ્ટોકની કરી શકાય છે. ઈક્વિટી સ્ટોકના સીધા વ્યવ્હાર માટે કુશળતા હોવી જોઈએ.  ઈક્વિટી માટે માત્ર મ્યુચલ ફંડમાં  મારફત રોકાણ કરો એવી અમારી સલાહ છે.

એસઆઈપી – આનો અર્થ વ્યવસ્થિત ઈનવેસ્ટમેંટ પ્લાન થાય છે. એસઆઈપી નિયમિત રોકાણ માટે સગવડ આપે છે. આ સરેરાશ કિંમતના સિદ્ધાંત પર કામ કરે છે. તમે માસિક ધોરણે ઈક્વિટી મ્યુચલ ફંડ ખરીદો છો. દર મહિને એસઆઈપીના મારફતે રૂ ૫૦૦ નું રોકાણ કરો છો. હવે, જયારે માર્કેટ ઊચું હશે ત્યારે ઈક્વિટી યુનિટના ભાવ પણ ઊંચા થશે. તેથી તમે ઓછા યુનિટ ખરીદી શકશો. જયારે માર્કેટ નીચું હશે ત્યારે ઈક્વિટીના ભાવ પણ ઓછા થશે. તેથી તમે વધારે યુનિટ ખરીદી શકશો. તેથી એસઆઈપી સરેરાશ મૂળ કિંમત કાઢી શકવાની સગવડ આપે છે. રોકાણ કરવા માટેનો આ એક જાણીતો રસ્તો છે.

કર – આપણે મોટા થયા પછી, પૈસા કમાવવાની શરૂઆત કરીએ છીએ. તે કમાણીમાંથી આપણે સરકારને ટેક્સ ભરવો પડે છે. નાગરીકોની સુવિધા પૂરી પાડવા માટે સરકાર ફી ટેકસ દ્વારા લગાડે છે. સરકાર આપણને સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રકચર, સામાજિક અને આર્થિક વ્યવસ્થાઓ પૂરી પાડે છે. તેથી બજેટ વ્યવસ્થા કરવા માટે નાણાંની જરૂર પડે છે. માટે તેઓ આપણી પાસેથી કરની વસૂલાત કરે છે.

નાણાંકીય જોખમ – જોખમ એટલે કંઈક થાય પણ અને ન પણ થાય. કદાચ નાણાંકીય જોખમ લીધું હોય અને નાણાં ગુમાવવા પડે. ઉદાહરણ તરીકે આપ બીમાર છો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છો અને તમારા માતાપિતા હોસ્પિટલનું બિલ ચૂકવે છે. તેથી આ તમારા પરિવાર માટે નાણાંકીય જોખમ છે. અગર તમારા પેરેન્ટસે તમારો મેડીક્લેમ લીધો હોત તો વીમા કંપનીને તમારું બિલ ચૂકવવું પડશે.હવે તમે મૂળભૂત કોન્સેપ્ટ સમજી, આપ આપના પૈસાને સમજવા અને વધુ સારી રીતે મેનેજ કરવા માટે કયાં પગલાં ભરશો? 

સારાંશ– નાણાં આપને અનુકૂળ જીવન જીવવા માટેની જરૂરી શક્તિ છે. ફુગાવો આપણો દુશ્મન છે જે આપણાં નાણાંની શક્તિ ઘટાડે છે. આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ જેવા શક્તિશાળી દોસ્ત બનાવી, ફુગાવા કરતા ઝડપથી દોડી, પૈસા વિકસે (વધે) છે. પૈસાને એકઠા કરવા માટે સૌ પ્રથમ તમારે તમારી આવક કરતા ઓછો ખર્ચ કરવો જોઈએ. ઓછામાં ઓછા લગભગ ૩૦% બચાવવાનો પ્રત્યન કરવો. તમે જે પણ બચત કરી તેને ઈન્વેસ્ટ કરી પૈસામાં વધારો કરો. લાંબા સમયના રોકાણ માટે, ઈક્વિટી મ્યુચલ ફંડ પસંદ કરી શકો છો. તારીખો ને લક્ષ્યમાં રાખીને એક્શન પ્લાન બનાવવો જોઈએ.

This article is originally published at moneycontrol.com

0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!