આપ કેવી રીતે નબળો ધીરાણ આંક સુધારશો ?

Written by Vidya Kumar

April 15, 2014

Picture

જો આપ તંદુરસ્ત ધીરાણ પરંપરા જાળવશો નહી તો આપના ધીરણ આંકને નુક્શાન થવાનો સંભવ છે.  નબળા ધીરાણ આંકને સુધારવાનું અને એને સામાન્ય સ્થિતિ પર લઈ જવાનું એ કાંઈ સહેલું નથી. તેમ છતાં નીચે જણાવેલા કેટલાક સામાન્ય પગલાં આપના ધીરાણ આંકને સુધારી શકે છે. ઓછો ખર્ચ કરવો, હયાત ઋણ ચુકવી દેવું, હપ્તાઓની સમયસર ચુકવણી કરવી અને નવા કાર્ડ / ઋણ અરજીઓ કરવાથી દૂર રહેવું -આ બધું આપને લાંબે ગાળે મદદ કરી શકે છે.  એ પણ યાદ રાખો કે ભૂલોને કારણે થતાં નબળા આંકને રદ કરવા માટે આપના ધીરાણ અહેવાલની ખરાપણાની આપે ચકાસણી કરવાની રહે છે.

નબળો આંક કોઈ ઈચ્છતું નથી.

Credit Information Bureau India Limited or CIBIL દેશના તમામ દેવાદારોની ધીરાણ હીસ્ટ્રી જાળવે છે. અને CIR ને અથવા તમામ બેંકોને તેમજ આર્થિક સંસ્થાઓને ધીરાણ અહેવાલ પૂરો પાડે છે. જો

Credit Information Report માં આપનો ધીરાણ આંક નીચો જણાય તો સ્વાભાવિક રીતે આપે નવી લોન અથવા ક્રેડીટ કાર્ડ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે અને એ મુદ્દે આપની કાયમી શાખમાં અવરોધ ઊભો થાય. ધીરાણ અંગે માર્ગદર્શન આપતી ઘણી બધી એજંસીઓ અહીં આવેલી છે જે આપના માટે વૈવિધ્યપૂર્ણ આયોજન કરી આપે છે અને આપની ધીરાણ હીસ્ટ્રીને સુધારવામાં મદદ કરે છે. પરંતુ એક વ્યક્તિગત રૂપે આપ આપની સ્થિતિને સુધારવા માટે શું કરી શકો ? અહીં આપ કેટલીક એ – જાતે – કરો ટેકનીક આપવામાં આવેલી છે કે જે આપના નબળા ધીરાણ આંકને સુધારવામાં મદદ કરશે.

આપનો ધીરાણ અહેવાલ તપાસો :

ઘણી વાર લોકો એ નથી સમજતા કે નબળો ધીરાણ આંક એ આપના ધીરાણ અહેવાલમાં રહેલી ભૂલના કારણે હોઈ શકે છે. આપે લોન ચુકવી દીધી અથવા ક્રેદીટ કાર્ડ બંધ કરાવી દીધું અને માની લીધું કે બધું બરાબર છે. તેમ છતાં બેંક આ બધા અહેવાલોને અપડેટ કરવામાં નિષ્ફળ જાય અને / અથવા ને જાણ કરવામાં નિષ્ફળ જાય તો આ બાબત નબળા ધીરાણ આંકમાં પરિણમે. તેથી કોઈ પણ ભૂલ થઈ છે કે કેમ એની ચકાસણી કરવા માટે સૌપ્રથમ આપનો ધીરાણ અહેવાલ તપાસો.  જો આપ કોઈ ભૂલ શોધી કાઢો તો CIBIL સાથે મળીને આપ વાંધા નિવારણ સગવડનો ઉપયોગ કરી શકો છો. ઓનલાઈન વાંધા પત્રક ભરવા માટે તેમજ સમસ્યાના નિરાકરણ માટે અહીં ક્લિક કરવા વિનંતી.

જો નબળો ધીરાણ આંક આપના ધીરાણ અહેવાલમાં રહેલી ભૂલના કારણે ન હોય પરંતુ આપના ભૂતકાળના ધીરાણના મુદ્દે આપે કરેલા વ્યવહારને કારણે હોય તો આપે એવી સ્થિતિને સુધારવા માટે નીચે જણાવેલા ઉપચારાત્મક પગલાં લેવા જોઈએ :

ખર્ચા ઘટાડો, સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી :

 જ્યારે ખર્ચા મોટા તેમજ બિનજરૂરી હોય છે ત્યારે એ કોઈ પણ વ્યક્તિને મુશ્કેલીમાં મુકે છે, ખાસ કરીને જ્યારે આપ આપનો ધીરાણ આંક સુધારવા માંગતા હો ત્યારે. ઓછો ખર્ચ કરો અને વધુ બચત કરો – આ બાબત આપને હપતાઓની ચુકવણી કરવા માટે વધુ રોકડ રકમથી યુક્ત બનાવશે. આપે નવા ક્રેડીટ કાર્ડ ખરીદવાનું ટાળવું જોઈએ અને તેના બદલે વ્યવહારમાં રોકડ રકમનો ઉપયોગ કરવો જોઈએ. ક્રેડીટ કાર્ડ પર ઓછો ખર્ચ કરવો એનો એ પણ અર્થ થાય છે કે આપ ઘણી ઊંચી વપરાશ મર્યાદા ધરાવતા નથી, એનો અર્થ એ કે આપનો ધીરાણ આંક નિષેધક રીતે અસર પામ્યો નથી. સીધી સાદી રીતે આપને કહીએ તો આપના ખર્ચાઓ પર ધ્યાન આપવાની અને ભવિષ્યમાં ચુકવવાના હપતાઓ માટે કેટલીક રકમ બાજુ પર સુયોજિત રીતે રાખવાની શિસ્તને મનમાં ઠસાવવાની આવશ્યકતા છે. જ્યારે આપના ધીરાણ આંકને સુધારવાના માર્ગ પર આપ ગતિ કરી રહ્યા હો ત્યારે આ જ એક એવું કાર્ય છે કે જેના પર આપે આપનું ધ્યાન કેન્દ્રીત કરવાની આવશ્યકતા છે.  

બાકી ઋણ ચુકવવાનું શરૂ કરો :

આપની હયાત જવાબદારીઓ ઘટાડવાથી આપના આંકને વેગ મળે છે. જ્યારે આપ આપની લોન સત્વરે ચુકવી દો છો તો એ દર્શાવે છે કે આપ શિસ્તબદ્ધ છો અને આપની ધીરાણ સ્થિતિને સુધારવા અંગે ગંભીર છો. એ જ રીતે જો આપના કાર્ડ પર મોટી ધીરાણ મર્યાદા ઉપલબ્ધ હોય અને આપ એનો મોટો ભાગ ઉપયોગમાં લઈ રહ્યા છો તો એની ખરાબ અસર આપના આંક પર થાય છે. તેથી આપનું ઋણ ચુકવી દેવાની શરૂઆત કરો, વિશાળ તેમજ અસલામત લોનથી શરૂઆત કરો.

આપના હપતા સમયસર ભરો :

ક્રેડીટ આંક ખરાબ થવાનું ઘણા બધા કારણોમાંનું એક મુખ્ય કારણ એ છે કે આપ આપના હપતાઓ સમયસર ચુકવતા નથી – પછી એ આપના EMIs હોય અથવા ક્રેડીટ કાર્ડ બિલ હોઈ શકે છે. ચુકી જવાયેલો હપતો અથવા બાકી રહી ગયેલી કોઈ બિલની ચુકવણી આપના આંકને નુકશાન પહોંચાડી શકે છે અને ગંભીર સંકટ ઊભું કરી શકે છે, ખાસ કરીને આ વિલંબિત ચુકવણી મર્યાદા 90 દિવસથી ઉપર જાય ત્યારે. તેથી હપતા સમયસર ભરવાનું યાદ રાખો. આ માટે યાદ અપાવે એવી ગોઠવણી યંત્રમાં રાખો અથવા આપના બચત ખાતામાંથી આપોઆપ ચુકવણી થઈ જાય એવી વ્યવસ્થા ગોઠવી દો કે જે આ સમસ્યાનું વિશાળ પાયે નિરાકરણ લાવી શકે.

નવા કાર્ડ માટે અરજી કરવાનું ટાળો :

ઘણા બધાં ક્રેડીટ કાર્ડ પાસે હોવા એ બાબત ફેશનેબલ ગણાય છે પરંતુ તે માત્ર તણાવમાં વધારો જ કરે છે અને ધીરાણ ચુકવવામાં ભૂલ થવાની શક્યતાઓમાં પણ એનાથી વધારો થાય છે. જો આપની પાસે વધુ કાર્ડ હશે તો આપ હપતાની તારીખે ચુકવણી કરવાનું ભૂલી જઈ શકો છો. જ્યારે આપ આપનો ધીરાણ આંક સુધારવા જઈ રહ્યા છો ત્યારે આપે નવા કાર્ડ માટે અરજી ન જ કરવી જોઈએ કારણ કે નવી ક્રેડીટ અંગેની પૂછપરછ ફરીથી આપના ધીરાણ આંકને નુકશાન પહોંચાડી શકે છે. જૂનામા જૂનું કાર્ડ સૌપ્રથમ વાપરો કારણ કે જેટલું જૂનું કાર્ડ હશે તેટલી વધુ લાંબી એની ક્રેડીટ હિસ્ટ્રી હોવાની. જ્યારે ચુકવણી અંગેના સારા ટ્રેક રેકોર્ડની હીસ્ટ્રી પણ સારી હશે તો એ બાબત આપના આંકને સુધારી શકે છે.

નબળો ધીરાણ આંક મેળવવાનું અત્યંત સહેલું છે પરંતુ એને સુધારવાનું ઘણું મુશ્કેલ છે. આપે એ યાદ રાખવું જ જોઈએ કે રાતોરાત કોઈ નિરાકરણ આવવાનું નથી અને આ બાબત પરિસ્થિતિને સામાન્ય કરવામાં નિશ્ચિત સમયગાળો માંગી લે છે. ખંત, ધીરાણ અંગેની શિસ્ત અને સભાન આર્થિક આયોજન આપના ધીરાણ આંકને સમયાંતરે સુધારવામાં આપને મદદ કરે છે.

સ્મિતા હરિ (મૂળ લેખ અંગ્રેજીમાં)
કલ્પેશ સોની (ગુજરાતીમાં અનુવાદ)

How can you improve a poor credit score?
   

0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!