આપે એક પ્રિમિયમવાળી કે વાર્ષિક પ્રિમિયમ વાળી પોલીસી લેવી જોઈએ ?

Written by Vidya Kumar

April 2, 2014

Picture

વિમા પોલીસીઓ કાં તો એક પ્રિમિયમ વાળી અથવા વાર્ષિક પ્રિમિયમ વાળી હોય છે. આપે  જુદા – જુદા દૃષ્ટિકોણ : જેવા કે ખર્ચ, કર મુક્તિ અને વળતરની દૃષ્ટિએ આ પોલીસીઓની સરખામણી કરવી જોઈએ.  આ પરિબળોને લગતું આપણું વિશ્લેષણ દર્શાવે છે કે વાર્ષિક પ્રિમિયમની ચુકવણી આપના આર્થિક આયોજનને વધુ અર્થપૂર્ણ બનાવે છે.

વિમો એ આપના આર્થિક આયોજનનો એક મહત્વનો ભાગ છે કારણ કે તે આપને અને આપના પ્રિયજનને આર્થિક સલામતી પૂરી પાડે છે અને આકસ્મિક ઉભી થતી પરિસ્થિતિઓમાં આપને આર્થિક સુરક્ષા બક્ષે છે. વિમા પોલીસીના પ્રિમિયમ ચુકવવાના ઘણા જુદા – જુદા માર્ગો છે. એક પ્રિમિયમ ધરાવતી પોલીસી એ એક એવો વિમો છે કે જેની ખરીદી કરવા માટે આપે એક ઉચ્ચક રકમ ચુકવવાની રહે છે. આ પોલીસી કાં તો કોઈ એક ચોક્કસ સમયગાળા પૂરતી હોય છે અથવા તો આજીવન હોય છે.

ચાલો જોઈએ જુદા – જુદા બન્ને પ્રકારની પોલીસીઓના લક્ષણો :

ખર્ચાઓ વિમા પોલીસીઓના પોલીસી ફાળવણી અંગેના ખર્ચ, વહીવટી ખર્ચ, મરણાધીન ખર્ચ તેમજ ભંડોળ વ્યવસ્થાપન ખર્ચ – એમ જુદા – જુદા ખર્ચાઓ હોય છે. આ પ્રકારના તમામ ખર્ચાઓ બન્ને પ્રકારની પોલીસીઓમાં એકસરખા હોય છે. વાર્ષિક પ્રિમિયમ ધરાવતી પોલીસીમાં આ ખર્ચાઓ પ્રિમિયમની ઉચ્ચ ટકાવારીના રૂપમાં હોઈ શકે છે પરંતુ લાંબા ગાળાની પોલીસીમાં પ્રત્યેક વર્ષે જોખમ ઘટતું જતું હોવાથી મરણાધીન ખર્ચ પણ ઘટતો જાય છે. તે ઉપરાંત એક પ્રિમિયમ ધરાવતી પોલીસીની ખરીદી કરતી વખતે જે ખર્ચ લાગુ કરવામાં આવે છે તે મોટા પ્રમાણમાં હોય છે.

પરિવર્તનક્ષમતા વાર્ષિક પ્રિમિયમ વિમો એ વધુ પરિવર્તનક્ષમ છે કારણ કે તેમાં આપની પાસે વૃદ્ધિ વિકલ્પ તેમજ પોલીસીને ટોપ અપ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ હોઈ શકે છે.

વિવાદ મુક્ત એક પ્રિમિયમ ધરાવતી પોલીસીઓને વિવાદ મુક્ત માનવામાં આવે છે. એક વાર આપ પ્રિમિયમની ચુકવણી કરો ત્યારબાદ આપે પ્રિમિયમ ચુકવણીની રકમ કે તારીખ વગેરે યાદ રાખવાની આવશ્યકતા રહેતી નથી. કેટલાક લોકો એવું માને છે કે બાદમાં તેઓ પાસે પ્રિમિયમ ચુકવવા માટેનો કોઈ સ્રોત ઉપલબ્ધ નહી રહે. પરંતુ  આર્થિક આયોજનનો આ કોઈ મોટો લાભ ગણી શકાય નહી. પ્રિમિયમની વ્યવસ્થા કરવી એ કોઈ અઘરી બાબત નથી. આપણે એ પણ વિચારવું જોઈએ કે  પ્રિમિયમની રકમ, ચુકવણીની તારીખ, તેમજ જેટલી રકમનો વિમો ઉતારવામાં આવ્યો હોય એ રકમ યાદ રાખવી આ એક સારી ટેવ ગણાય.

વળતર ઉદ્યોગ નિષ્ણાતના મત મુજબ વાર્ષિક પ્રિમિયમ પોલીસીઓ પરનું વળતર સામાન્ય રીતે એક પ્રિમિયમ ધરાવતી પોલીસીઓના પ્રિમિયમ કરતાં વધુ હોય છે.

કર મુક્તિ એક પ્રિમિયમ ધરાવતી  વિમા પોલીસીમાં આપ કર મુક્તિનો લાભ મેળવો છો માત્ર જે વર્ષે આપ પ્રિમિયમની ચુવણી કરો છો પરંતુ વાર્ષિક પ્રિમિયમ ધરાવતી વિમા પોલીસીના કિસ્સામાં આપ પ્રત્યેક વર્ષે કર મુક્તિનો લાભ મેળવો છો.

સમગ્ર રીતે જોઈએ તો, આપણે એટલું તો વિચારીએ શકીએ છીએ કે એક પ્રિમિયમની ચુકવણી ધરાવતી પોલીસીનો વિકલ્પ પસંદ કરવા કરતાં વાર્ષિક પ્રિમિયમની ચુકવણી ધરાવતી પોલીસીનો વિકલ્પ પસંદ કરવો એ આપના આર્થિક અયોજન માટે વધુ સારો છે.

વિદ્યા કુમાર (મૂળ લેખ અંગ્રેજીમાં)
કલ્પેશ સોની (ગુજરાતીમાં અનુવાદ)   
Should you go for single premium or annual premium policies?

0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!