પોતાના સાહસની શરૂઆત કરવા માટે તમે નોકરી છોડો ત્યારે કેવી રીતે આર્થિક આયોજન કરવું

Written by Vidya Kumar

March 26, 2014

Picture

જ્યારે તમે તમારી નોકરી છોડવાનું નક્કી કરો અને તમારું પોતાનું સાહસ શરૂ કરો ત્યારે ધ્યાનમાં લેવા જેવી મુખ્ય બાબતોમાંની એક વાત છે, તમારી અર્થિક સ્થિતિ.  જ્યારે તમે તમારું પોતાનું સાહસ શરૂ કરો છો ત્યારે રુપિયા કમાવાની શક્યતાઓ અમર્યાદ બની રહે છે. તેમ છતાં એથી વિપરીત બાબત પણ એટલી જ સાચી છે અને તે એ કે તમારી ધંધાકીય શરૂઆત કામ ન આપે તો તમારે ઘણા બધા નાણા ગુમાવવાનો વખત પણ આવી શકે છે. આ પ્રકારના ભારે જોખમ – ભારે વળતર ધરાવતા ક્ષેત્રમાં તમારા આર્થિક પાસાંને સારી રીતે આયોજિત કરવું એ તમે તમારા પોતાના સાહસની શરૂઆત કરો એ પૂર્વે અતિ મહત્વની બાબત બની રહે છે. ચાલો જોઈએ, કેટલીક મહત્વની બાબતોને કે જેને તમારે યાદ રાખવી જ જોઈએ :

એક આકસ્મિક ભંડોળ બનાવો – કોઈ પણ સક્ષમ સાહસિક ધંધાદારીની સૌથી મોટી ચિંતા એ હોય છે કે સાહસની શરૂઆતમાં કેટલીક બાબતો કામ આપતી નથી. આકસ્મિક ભંડોળ એ કટોકટી સમયે કામ આપતું ભંડોળ છે કે જે ઓછામા ઓછો તમારો 12 મહિનાનો ખર્ચ ઉપરાંત આવકની અચોક્કસતાને પોતાનામાં સમાવે છે. આ લવચિક ભંડોળ એવા પ્રવાહી રોકાણોમાં ગણાવું જોઈએ કે તમે જેનો કટોકટીના સમયે ઉપયોગ કરી શકો. તેમ છતાં એ યાદ રાખો કે આ માત્ર એવું પ્રતિરોધક ભંડોળ છે કે જેને તમે આકસ્મિક કાળ પૂરતું બનાવેલું છે. જ્યારે બધું બરાબર ચાલી રહ્યું હોય ત્યારે ખર્ચ કરવા માટે તમારે એ ફંડનો ઉપયોગ કરવો જોઈએ નહી.

અગાઉથી સારી તૈયારી કરો જ્યારે તમે તમારી નોકરી છોડી દીધી છે અને જ્યારે તમે માસિક પગારનો ચેક મેળવી નથી રહ્યા અને સાહસની શરૂઆત કરવાનું પગલું તમે ભરો ત્યારે તમારે આર્થિક દૃષ્ટિએ સજ્જ રહેવું જોઈએ. તમારે તમારી અંગત સંપત્તિ, તમારી જવાબદારીઓ અને નાણાના પ્રવાહની સ્થિતિ ચકાસવી જોઈએ અને બન્ને પ્રકારના : ટૂંકા ગાળા માટે તેમજ લાંબા ગાળાના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે સાવચેતીપૂર્વક આયોજન કરવું જોઈએ.

જેટલી બની શકે તેટલી જવાબદારીઓ ઘટાડો – નોકરી છોડો એ પૂર્વે મોટા ભાગના તમારા દેવાઓને તમે ચુકવી દો એ સલાહભર્યું છે. ભારે વ્યાજ ધરાવતા દેવાઓ જેમ કે અંગત લોન અને વધુ સારા નાણાના પ્રવાહવાળી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ક્રેડીટ કાર્ડ તમને બાકીની વધુ સારી રીતે મદદ કરશે. તેમ છતાં હોમ લોનની ચુકવણી કરવી, એના વિશાળ કદ તેમજ હપ્તાની મોટી સંખ્યાના કારણે મુશ્કેલ બની શકે છે. તેથી તમારે જ્યારે પણ શક્ય હોય ત્યારે : આકસ્મિક ધનલાભ થાય ત્યારે, વર્ષના અંતમાં બોનસ મળે ત્યારે અને સારું એવું ટેક્સ વળતર મળે ત્યારે આંશિક – પૂર્વ ચુકવણી કરતા રહેવું જોઈએ. તમારા પક્ષે ઘણી બધી જવાબદારીઓ હોય એના કરતાં ઓછા દેવા હોવા એ વધુ સારું છે, કારણ કે એ બાબત ધંધાના પ્રારંભિક નબળા સમયમાંથી બહાર ખેંચી લાવવામાં તમને મદદ કરે છે.

પાયાનું રોકાણ હોવું તમે નોકરી છોડો એ પૂર્વે તમારી પાસે મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ્ડ ડીપોઝીટ્સ, વિમો, સોનું તેમજ અન્ય ઈક્વિટી / ઋણ સાધનોના રૂપમાં રોકાણોનું સારું એવું મિશ્રણ હોવું જોઈએ. તેમ છતાં ઘણા બધા સાહસિકોના એવા ઘણા કિસ્સાઓ છે જેમણે પ્રતિરોધક રોકડ રકમ અથવા રોકાણોના અભાવમાં શરૂઆત કરી હોય, એમ કરવું ભારે જોખમકારક છે કારણ કે તમારું સાહસ નિષ્ફળ જાય તો હાથમાં કોઈ જ બચત પણ ન રહે એવી સ્થિતિમાં એ સાહસનો ત્યાગ કરવાની સ્થિતિ આવે.

તમારા ખર્ચ પર એક ટેબ રાખો ઓછી આવક અને ભારે ખર્ચાઓ – એ પ્રારંભિક મહિનાઓમાં કોઈ પણ શરૂઆતની સામાન્ય લાક્ષણિકતાઓ છે. આ પરિસ્થિતિમાં તમારે જ્યારે પણ શક્ય હોય ત્યારે ધંધાકીય ખર્ચાઓ ઘટાડવાની સાથે – સાથે તમારા અંગત ખર્ચાઓ પ્રત્યે સમજદારીપૂર્વક જ વર્તવું જોઈએ. જો તમારા જીવનસાથી પણ કાર્યરત હોય તો તેમની આવક નિયમિત ખર્ચાઓની ચુકવણી કરવા વાપરી શકાય એમ હોવાથી અંગત ખર્ચાઓની વ્યવસ્થા કરવી સહેલી બની રહે છે.

સૂચિત સાહસની બાબતોનું આયોજન કરો તમારા અંગત આર્થિક આયોજનમાં ઉમેરો કરવાની સાથે – સાથે તમારે તમારા સૂચિત ધંધાની આર્થિક બાબતોનું પણ કાળજીપૂર્વક આયોજન કરવું જોઈએ. આયોજિત નાણા પ્રવાહની રૂપરેખા તૈયાર કરો, આવક અંગેના નિવેદનો અને સરવૈયુ એ તમારા ધંધાના જોખમી માપદંડો તેમજ આયોજનને સમજવા માટે મદદરૂપ બની રહે છે. કાં તો સામાન્ય એક્સેલ શીટમાં અથવા સોફ્ટવેરનો ઉપયોગ કરીને  તમારે તમારા ધંધાના તમામ આર્થિક વ્યવહારોની વ્યવસ્થિત રીતે નોંધ રાખવાની ટેવ પાડવી જોઈએ. આ બાબત તમારી આવકના પ્રવાહની, ખર્ચાઓની અને બચતોની નોંધ રાખે છે. ક્રમબદ્ધ આર્થિક આંકડાકીય સંગ્રહ હોવો એ તમારા ધંધાના આર્થિક આયોજનમાં મદદરૂપ થાય છે. તમારા વ્યવસાયોનું આર્થિક આયોજન કરવું એ અતિ મહત્વનું છે કારણ કે તમારું અંગત આર્થિક આયોજન સીધે સીધી રીતે તમારા ધંધાની શરૂઆત સાથે જોડાયેલું હોય છે.

જ્યારે તમે તમારી નોકરી છોડો અને તમારા પોતાના સાહસની શરૂઆત કરો ત્યારે અગાઉથી કરેલું સારું આયોજન તમારી અંગત આર્થિક સ્થિતિ બાબતે તમારી ચિંતામાં ઘટાડો કરવામાં અને સાહસની શરૂઆત કરવામાં તેમજ તેને સારી રીતે ચલાવવામાં મદદ કરે છે.

સ્મિતા હરિ (મૂળ લેખ અંગ્રેજીમાં)
કલ્પેશ સોની (ગુજરાતીમાં અનુવાદ) 

How to plan your finances when you leave your job to start your own venture


0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!