સાંભળો મે’મ, કેવી રીતે તમારા પૈસાની વૃદ્ધિ કરવી એ અહીંયા છે

Written by Vidya Kumar

March 13, 2014

Picture

અમલકારી સારાંશ :

8મી માર્ચ એ આંતરરાષ્ટ્રીય નારી દિવસ છે. સામાન્ય રીતે આ પ્રકારના દિવસે કેટલાક મુદ્દાઓ જેવા કે આઝાદી, સ્વતંત્રતા, સુરક્ષા અને નારીની સુ સ્થિતિ, તેઓના સ્વપ્નો અને મહત્વાકાંક્ષાઓ, તેઓની સમાજમાં ભૂમિકા, પોતાની ઓળખ અંગેના તેઓના ખ્યાલો વગેરે પર ચર્ચા થતી જોવા મળે છે. તમામ પ્રકારના મુદ્દાઓ સિવાય પણ આપણે વારંવાર તેઓના જીવનના એક અતિ મહત્વના દૃષ્ટિકોણ પરત્વે અવગણના કરવાનું વલણ ધરાવીએ છીએ કે જે એક સમાન રીતે સંબંધિત છે, જો વધુ નહી તો તેમના સુખ અને સુ સ્થિતિ પરત્વે તેમની નાણાકીય સ્વતંત્રતા પરત્વે.  

મુખ્ય લેખ :

આર્થિક સ્વતંત્રતા એ એક છત્રી પ્રકારનો શબ્દ છે, જે નીચે જણાવેલા તમામ પરિબળોનો પોતાનામાં સમાવેશ કરી શકે છે અને નથી પણ કરી શકતો.

1.       મહેનતાણું સારી રીતે વહેંચનાર નોકરીયાત હોવું

2.       આર્થિક દૃષ્ટિએ સુરક્ષિત હોવું કે જ્યાં પ્રવર્તમાન જીવન પદ્ધતિ અંગેની પસંદગીઓ અને ભવિષ્યની જરૂરિયાતોની સાર – સંભાળ લેવાતી હોય છે.

3.       આકસ્મિક સંજોગો ઉપસ્થિત થાય ત્યારે ઉપયોગમાં લઈ શકાય એવું ભંડોળ હોવું.

4.       જેટલું શક્ય હોય એટલું થોડું દેવું હોવું; અને

5.       વિમાકવરથી સુરક્ષિત હોવું.

માત્ર સ્ત્રીઓ માટે જ નહી પરંતુ પ્રત્યેક જણ માટે આ સાચું ઠરે છે. પરંતુ શા માટે સ્ત્રીઓ માટે આર્થિક સ્વતંત્રતા એ અતિ મહત્વની છે કારણ કે તેઓ સામાન્ય દૃષ્ટિએ આધારિત દેખાય છે, પુરુષોની તુલનામાં કે જેઓને પ્રાથમિક રોજી – રોટી રળનારા ગણવામાં આવે છે. આ માન્યતા પિતૃપ્રધાન મનોવલણને છૂટ આપે છે, સ્ત્રીઓના જીવનને કાબૂમાં લેવાની અને તે સ્ત્રીઓ માટે નિર્ણયો લેવાની. આ બાબતે જ્યાં સુધી નારીઓના જીવનને અને તેઓના સામાજિક વિકાસને લાગે વળગે છે ત્યાં સુધી અતિ નુકશાનકારક સાબિત કર્યું છે. તેમ છતાં વર્ષો બાદ કર્મચારી તરીકે જોડાયેલી ઘણી બધી સ્ત્રીઓ સાથે ઘણું બધું પરિવર્તન આવ્યું છે, છતાં ઘણી બધી આવશ્યકતાઓ છે તે સ્ત્રીઓની વિરુદ્ધ હયાત સાંસ્કૃતિક પૂર્વગ્રહોનો અંત આણવા માટે.

સંકુચિત મનોવૃત્તિનો વિરોધ કરવા માટે આપણી પાસે શિક્ષણ એ સૌથી મોટું સાધન છે. પરંતુ માત્ર શિક્ષણ પૂરતું નથી. અસંખ્ય શિક્ષીત સ્ત્રીઓ પણ સામાજિક દબાણના કારણે તેમજ પોતાના માટે અથવા પોતાના પરિવાર માટે લેવાયેલા આર્થિક નિર્ણયો લેવામાં અશક્ત હોવાના કારણે છેતરાયા હોવાનો અનુભવ કરે છે. આ માટે આપણી પાસે ઘણા બધા જાગૃતિદાયક કાર્યક્રમો હોવા જોઈએ કે જે સ્ત્રીઓને ખરા નિર્ણયો કરવા માટે પોતાનામાં પૂરતો આત્મવિશ્વાસ ભરી દેવામાં મદદ કરે.

એવું પણ નથી કે સ્ત્રીઓ જાણતી ના હોય કે કેવી રીતે આર્થિક બાબતોને સંભાળવી, તેઓ એ કરી શકશે, વારંવાર પુરુષો કરતા વધુ સારી રીતે.  મોટા ભાગના ભારતીય ઘરોમાં ઘરગથ્થુ ખર્ચાઓ તેમજ બજેટ પ્રાથમિક દૃષ્ટિએ સ્ત્રીઓ દ્વારા જ સંભાળવામાં આવે છે. આ બાબત ચોક્કસ રીતે સ્ત્રીઓને આર્થિક આઝાદીની માનસિકતા આપે છે પરંતુ તેઓને સાચા અર્થમાં આર્થિક દૃષ્ટિએ સ્વતંત્ર બનવા માટે આવશ્યકતા છે તેઓની સરહદોનો વિસ્તાર કરવાની.

આ સંદર્ભમાં વ્યક્તિગત ફાયનાંસ એક ઘણો મહત્વનો વિસ્તાર છે. આપણામાંના ઘણા બધા, માત્ર સ્ત્રીઓ જ નહી, જ્યારે પોતાની જાતને વ્યક્તિગત ફાયનાંસ અંગે શિક્ષીત કરવાની વાત આવે છે ત્યારે અચકાટભર્યું વલણ ધરાવે છે. આપણે સ્વીકારીએ છીએ કે તે પૂરતું છે પરિવારમાં એક એકલા સભ્ય માટે તમામ આર્થિક વિગતો જાણવી અને યાદ રાખવી અથવા કેટલીકવાર આપણે વિચારીએ છીએ કે આપણા માટે શુદ્ધ ભાષા સમજવી અઘરી હશે અથવા કેટલીકવાર એ તીવ્ર આળસભર્યું બની રહે છે. પરંતુ એ તમામ બાબતો આપણી પાસેથી શરૂઆતમાં થોડું કંઈ લે છે એ ઓછામા ઓછું આપણી જાતને પાયાની હકીકતો પ્રત્યે સજ્જ કરવા માટે. તેમ છતાં જો જો કોઈ શંકાઓ અને પ્રશ્નો હોય તો વ્યાવસાયિક મદદ હંમેશા ઉપલબ્ધ હોય જ છે.

શહેરી વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ પાસે ઘણા બધા નાણાકીય ખ્યાલો તેમજ જુદા – જુદા મિડીયા મંચ પર આવનારી જાહેરાત ઝુંબેશના કારણે તેઓના ઉત્પાદનો વિશે માહિતી હોય છે. તેથી જાગૃતિ એ અહીં કોઈ સમસ્યા નથી, પરંતુ શરૂઆત કરવાનો અને રસ લેવાનો અભાવ એ સમસ્યા છે. તેઓએ સમજવું જોઈએ કે તેઓ દ્વારા ફાયનાંસને કાબુમાં લેવાની બાબત ઘણી બધી રીતે વધુ લાભદાયી છે કે જેથી કરીને તે તેઓને જ્યાં ઊભા રાખશે તે લાંબા ગાળે સારી સ્થિતિમાં  સારા સ્થાને ઊભા રહેલા દેખાશે.

ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આર્થિક સ્વતંત્રતા એ ઘણી મહાન સંઘર્ષદાયી બાબત છે. તેઓએ માત્ર સંકુચીત મનોવૃત્તિઓ ધરાવનારા પ્રત્યે લડાઈ નથી લડવાની પરંતુ શિક્ષણનો, જાગૃતિનો, સ્રોતોનો, નાણાનો અને રાજમાર્ગનો અભાવ, આ તમામ પ્રત્યે લડવાનું છે.  ઘણું બધું ગમતું હોવા છતાં તેઓ આર્થિક સેવાઓના ક્ષેત્રમાં પ્રવેશી શકતા નથી કારણ કે તેઓની જાગૃતિ અને શિક્ષણના અભાવના કારણે તેઓ વારંવાર ભ્રષ્ટ શાહુકારો તેમજ અધિકારીઓ દ્વારા છેતરાય છે અને આર્થિક યોજનાઓની જટીલતામાં સપડાઈ જાય છે.  

કર્મચારી તરીકેના કેટલાક સક્રિય ભાગ તરીકે અથવા અન્ય ક્ષેત્રમાં ઘણી બધી ગ્રામ્ય સ્ત્રીઓ કામ કરે છે. તેઓ ખેતી ક્ષેત્રમાં કાર્ય કરે છે, હસ્તકલા અને કાપડ ઉદ્યોગમાં, કૌશલ્ય વિહીન મજૂર તરીકે, વગેરે. પરંતુ તેઓની ચુકવણીની શરતો હંમેશા નિયમિત અને વ્યાજબી નથી હોતી. તેઓ વારંવાર ઓછું વેતન મેળવતા અને ઘણી વખત ચુકવણી વિનાના મજૂર તરીકે કામ કરવા માટે મજબૂર કરાય છે.

શોષણ એ ઘણું સામાન્ય છે કે જેથી કરીને તેઓએ પોતાનું ભારેખમ કાર્ય તેમજ મજૂરી કરવા બદલ દૈનિક વેતન મેળવવા માટે પણ ઘણો કષ્ટદાયક સંઘર્ષ કરવો પડે છે. તેઓ માટે વ્યક્તિગત ફાયનાંસ એ ઘણું જ દૂર રહેલ સ્વપ્ન જેવું છે. આર્થિક આઝાદીની દિશામાં વાળવા માટે એ અત્યંત અનિવાર્ય છે કે પ્રથમ તેઓને શિક્ષીત કરવામાં આવે તેમજ દેશના મુક્ત અને બરાબરના નાગરિકો તરીકે તેઓના હક્કો મેળવવા માટે ઊભા થવા માટે પ્રેરિત કરવામાં આવે.

ગૃહિણી તરીકે કામ કરતી એક સ્ત્રી શહેર વિસ્તારમાં આવી જ સમસ્યાઓનો સામનો કરે છે, જ્યાં સુધી તે પૂરતું આયોજિત ક્ષેત્ર ન બન્યું હોય. ગામડામાંથી આવતી ઘણી બધી સ્ત્રીઓ ઘરગથ્થુ મદદનીશ તરીકે કામ કરે છે, કે જેમની પાસે પૂરતું શિક્ષણ પણ નથી હોતું અને વેતન અંગેની શરતો બાબતે જાગૃતિનો અભાવ જોવા મળે છે. તેઓની મહત્વાકાંક્ષા અને લક્ષ્યાંકો મધ્યમ વર્ગીય સ્ત્રીના હોય એવા જ સમાન નથી હોતા પરંતુ તેઓની આર્થિક સ્વતંત્રતા એટલી જ સમાન રીતે મહત્વની છે.

તેથી, એક બાબત જે અંગે આપણે સાવચેત બનવાની આવશ્યકતા છે, તે એ કે જ્યારે સ્ત્રીઓના આર્થિક સ્વતંત્રતાના મુદ્દા તરફ આપણે જોઈએ તો કોઈ સમગ્રતયા સામાન્યીકરણ કરવાની આવશ્યકતા નથી. સ્ત્રીની મહત્વાકાંક્ષા અને પ્રેરણાઓ પુરુષના કરતા જુદી છે,  અને તેવી સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓના કરતાં પણ જુદી છે.  સ્ત્રીઓને ‘એક માપ સૌને માફક’ એ સંદર્ભમાં આર્થિક દૃષ્ટિએ સ્વતંત્ર બનાવવાનો ઉકેલ શોધવો એ વ્યર્થ છે કારણ કે એમ કદી બનવાનું નથી. તેના બદલે જેની આવશ્યકતા છે તે એ કે દરેકે દરેક, તમામ સ્ત્રીઓને પોતાના નિર્ણયો લેવા માટે પૂરતી સક્ષમ બનાવવી. અને આ સંદર્ભમાં પ્રથમ બાબત આપણે એ કરી શકીએ કે તેઓના ખ્યાલો અને મનોવલણો કે જે શિક્ષણ અંગેની વિચારણામાં પ્રોત્સાહન લાવે અને સ્ત્રીઓમાં જાગૃતિ લાવે.


Listen Ma’m, Here is how to grow your money

0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!