ઓનલાઈન છેતરપિંડીથી તમારું રક્ષણ કરો

Written by Vidya Kumar

March 11, 2014

Picture

જે લોકો ઈતિહાસ પાસેથી કશું શીખતા નથી તેઓ  સમક્ષ ઈતિહાસ પુનરાવર્તન સર્જે છે.  (આવી વાત છે.) જ્યોર્જ સાંતાયન

આર્થિક છેતરપિંડીના વિષયમાં હમણાં જ ઓનલાઈન બેંકિંગમાં થતી ચોરીઓને લગતા તેમજ ક્રેડીટ કાર્ડના ગેર ઉપયોગ અંગે સમાચાર આવ્યા હતા. પરંતુ એનો એવો અર્થ નથી કે આપણે ઓનલાઈન વ્યવહારો કરવાનું બંધ કરી દેવું અને એ અનુકૂળતાને ત્યજી દેવી.

એ કહેવાની આવશ્યકતા નથી કે જ્યારે આપણે ખરીદી કરવા માટે નેટ બેંકિંગનો અથવા ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરીને ઓનલાઈન વ્યવહાર કરી રહ્યા હોઈએ ત્યારે આપણે વધુ સાવચેત રહેવું જોઈએ. તમારે ચોક્કસ રીતે પાયાના જે કેટલાંક પગલાઓ લેવાના છે તે આ પ્રમાણે છે –

·         તમામ પ્રકારના ઓનલાઈન બેંકિંગને લગતા તેમજ ધંધાને લગતા ખાતાઓ માટે મજબૂત પાસવર્ડ હોવો જોઈએ. આ તમામ પાસવર્ડને તમારે નિયમિત રીતે બદલતા રહેવું જોઈએ. તમારે ક્યારેય તમારા પાસવર્ડને કોઈની સમક્ષ જાહેર કરવા જોઈએ નહી.

·         ઈંટરનેટ બેંકિંગ સગવડોનો ઉપયોગ કરતી વખતે અથવા ઓનલાઈન ખરીદી કરતી વખતે શક્ય હોય ત્યાં સુધી જાહેર કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

·         વેબસાઈટ પરથી સંપૂર્ણ રીતે લોગ ઑફ થયાની ખાતરી કરી લેવી જોઈએ. જ્યારે તમે તમારું કામકાજ પૂરું કરો ત્યારે ક્યારેય માત્ર બ્રાઉઝર બંધ ના કરો કારણ કે તમારી સુરક્ષિત માહિતી ક્યારેક સર્વરમાં સંગ્રહાયેલી રહે છે.

·         તમારી બેંક દ્વારા અથવા ઈંકમ ટેક્સ વિભાગ વગેરે દ્વારા મોકલવામાં આવતા ઈ – મેઈલ્સ કે જે તમારી વ્યક્તિગત માહિતી અંગે વિગતવાર પૂછપરછ કરતા હોય તેની અથવા તમને ઈ – મેઈલમાં કોઈ લિંકને ક્લિક કરવાનું કહેતા હોય તો તેની અવગણના કરો.

·         તમારે તમારા ખાતા પર  ચાંપતી નજર રાખવી જોઈએ. જો એમાં નાણાનો ઉપાડ કરવામાં આવ્યો હોય એવું જણાય અથવા તમારા ખાતામાંથી કોઈ અન્ય પ્રકારનો વ્યવહાર કરવામાં આવેલો જણાય કે જે તમે પોતે નથી કર્યો તો તરત જ તમારે એની જાણ તમારી બેંકને કરીને એ વ્યવહારની કાયદેસરતા અંગે ખાતરી મેળવી લેવી જોઈએ. તમારે તરત કાર્યવાહી કરવી જોઈએ નહિતર આ પ્રકારની છેતરપિંડીને શોધી કાઢવાનું કામ  લગભગ અશક્ય બની રહે છે.  

ચાલો આપણે જોઈએ કે આ જોખમને કાબુમાં લેવા માટે આપણી બેંકોએ શું કર્યું છે –

·         HSBC અને HDFC જેવી મોટા ભાગની નેટબેંકિગ સાઈટ્સ પાસે સ્વયંચાલિત સમયસમાપ્તિની વ્યવસ્થા છે, જેનો અર્થ એ થાય છે કે વેબ પેઈજ પર એક ચોક્કસ સમયગાળાની અંદર કોઈ પ્રક્રિયા ન થઈ રહી હોય તો ઓનલાઈન કાર્યવાહી બંધ થઈ જાય છે.

·         ગ્રાહક શિક્ષણ – તમામ બેંકો પાસે તેમની પોતાની વેબસાઈટ્સ પર પોતાના ગ્રાહકોને સલામત રીતે ઓનલાઈન બેંકિંગ અંગે શિક્ષીત કરવા માટેની સામગ્રી છે. RBI બેંકોને સલાહસૂચક સંદેશાઓ મોકલે છે અને પોતાના ગ્રાહકોને ઓનલાઈન વ્યવહારોની સલામતી વિશે સુશિક્ષીત કરવા માટે બેંકો એ તમામ સંદેશાઓ પોતાના ગ્રાહકોને મોકલે છે.

·         ઘણી બેંકો પાસે ઓનલાઈન બેંકિંગ વેબસાઈટ્સ પર વર્ચ્યુઅલ કી – બોર્ડ હોય છે જેથી કરીને નુકશાનદાયક પ્રોગ્રામ દ્વારા ગેર ઉપયોગ કરી શકાય એ પ્રકારના કી – બોર્ડનો ઉપયોગ કરવાને બદલે ગ્રાહકો પોતાની ઓળખ સાથે લોગ – ઈન થઈને એમાં પ્રવેશી શકે છે.  

·         ઘણી બધી બેંકો પોતાના ગ્રાહકોને તેઓ જ્યારે ઓનલાઈન વ્યવહાર કરી રહ્યા હોય છે ત્યારે તેઓના મોબાઈલ ફોન પર OTP (one time password) મોકલે છે. વ્યવહાર માત્ર OTP નો ઉપયોગ કરવામાં આવે ત્યારે જ પૂર્ણ થાય છે.

·         લોકો ક્રેડીટ કાર્ડને બદલે વર્ચ્યુઅલ ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. તમે પણ તમારી બેંક સાથે વર્ચ્યુઅલ કાર્ડ બનાવી શકો છો. આ કાર્ડ એક ચોક્કસ રકમ પૂરતું રહેશે અને તેના માટે એક ચોક્કસ લોગ ઈન ID, પાસવર્ડ તેમજ CVV2 નંબર ઉપરાંત તેની સમાપ્તિની તારીખ પણ હશે. સમયરેખા અને રકમની નિયમિત કપાતની શરતોને આધીન કાર્ડ તૈયાર કરવામાં આવશે.

·         ગ્રાહકોના ખાતામાં જો કોઈ અનિયમિત ખાતાકીય કામગીરી થઈ રહી હોય તો ઘણી બેંકો ગ્રાહકોને આ અંગે ચેતવણી આપે છે.  જ્યારે ગ્રાહકોના બેંક ખાતામાં આ પ્રકારના વ્યવહારો થયા હોય અને જો ગ્રાહકોએ આ પ્રકારની સેવાઓ માટે નોંધણી કરાવી હોય તો બેંકો ઈ – મેઈલ  અથવા લેખિત સંદેશાઓ પણ મોકલે છે.  

·         રીઝર્વ બેંક ઓફ ઈંડિઆ (RBI) એ બેંકોને જેની પાછળના ભાગે ચુંબકીય પટ્ટી આવેલી હોય એવા નિયમિત ક્રેડીટ કાર્ડ ઈસ્યૂ ન કરવાની સૂચના આપી છે અને આ વર્ષના જુન માસથી ચીપ બેઝ્ડ કાર્ડ્સ ઈસ્યૂ કરવાનો આદેશ કર્યો છે કારણ કે આ કાર્ડમાં વધુ ઉચ્ચ પ્રકારની સલામતીની ક્ષમતાઓ રહેલી છે.

તમારા ઓનલાઈન વ્યવહારોને સલામત રાખવા તમારે અનિવાર્ય પગલાંઓ લેવા જોઈએ અને એ અંગે તમારે સુનિશ્ચિત રહેવું જોઈએ તેમજ તમારી બેંકે ઓનલાઈન વ્યવહારોની સલામતીની ખાતરી માટે જે પગલાંઓ લીધા છે એ અંગે તમારે જાણવું જોઈએ.

વિદ્યા કુમાર (મૂળ લેખ અંગ્રેજીમાં)

કલ્પેશ સોની (ગુજરાતી અનુવાદ) 


0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!