આપના વ્યવસાયને શરૂ કરવા માટેની માર્ગદર્શિકા

Written by Vidya Kumar

March 5, 2014

Picture

સાર સંક્ષેપ – જો તમે તમારા પોતાના સાહસની શરૂઆત કરવા માગતા હોવ તો ચકાસી લો કે તમારો વ્યવસાય કરવા અંગેનો ખ્યાલ વાસ્તવિક છે અને એમાં સુષુપ્ત ક્ષમતા રહેલી છે. અમારી પાસે કેટલીક ટીપ્સ છે તમારા વ્યવસાયને સારી રીતે સ્થાપિત કરવા માટેની –
1.    સંશોધન
2.   વ્યવસાયલક્ષી આયોજન કરવું
3.   ફંડની વ્યવસ્થા કરવી
4.   તમે અને તમારા વ્યવસાયને જુદા પાડો
5.    પહોંચી જાઓ અને જોડાઈ જાઓ
6.   અસ્તિત્વમાં હોય એવા ઉત્તમ વ્યવસાયની પસંદગી કરો
7.   સ્રોતોનો શ્રેષ્ઠ ઉપયોગ કરો

તમારી પાસે એક સારો વ્યવસાયલક્ષી વિચાર છે, તમે એમાં કૂદી પડવા તૈયાર છો અને તમારા પોતાના સાહસની શરૂઆત કરવા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અમે આપને અમારી શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આપને સાહસની શરૂઆત કેવી રીતે કરવી એ અંગેની કેટલીક ટીપ્સ આપીએ છીએ –

સંશોધન

તમે વિચારો છો કે તમારા ખ્યાલમાં મહાન સષુપ્ત ક્ષમતા રહેલી છે અને તેથી તમારો પરિવાર અને મિત્રો છે. પરંતુ એ પૂરતું નથી. તમારે પ્રાથમિક અને દ્વીતીય એમ તબક્કાવાર સંશોધન કરવાની આવશ્યકતા છે. બહાર નીકળો અને તમારા ખ્યાલ વિશે તમારા લક્ષ્યમાં હોય એવા, તમારી વાત સાંભળી શકે એવા જુદા – જુદા પ્રકારના લોકો સાથે વાતચીત કરો. એ શોધી કાઢવાનો પ્રયત્ન કરો કે તમે તમારા ઉત્પાદનો / સેવાઓ કે જેને તમે વેચવા માંગો છો એ માટે લોકો તમને નાણા ચૂકવવા માંગે છે કે કેમ. તમે આ રીતે ઘણું બધું શીખશો અને તમારા ખ્યાલોમાં રહેલી સુષુપ્ત ક્ષમતા વિશે સારી એવી સમજણ પ્રાપ્ત કરશો.

વ્યવસાયલક્ષી આયોજન કરવું

તમારી પાસે એક નક્કર વ્યવસાયલક્ષી આયોજન હોવું જોઈએ, તમારા ખ્યાલો મુજબનું નાના અથવા મોટા ગજાનું, જેવું હોય એવું.  જ્યારે તમે વ્યવસાયલક્ષી આયોજનની રૂપરેખા તૈયાર કરો તમે એ વ્યવસાયના તમામ પાસાંઓ પર વિચાર કરવા મજબૂર થશો. તમારા વ્યવસાયલક્ષી આયોજનમાં તમામ મહત્વની માહિતીઓ હોવી જ જોઈએ જેવી કે –  

·         વ્યવસાયલક્ષી વિગતો

·         ગ્રાહક વિશ્લેષણ

·         બજાર અને વલણ વિશ્લેષણ

·         સ્પર્ધાત્મક વિશ્લેષણ

·         આર્થિક યોજનાઓ (હાલની આર્થિક સ્થિતિ અને ભાવિ અયોજન)

·          માર્કેટિંગ વ્યૂહ રચના

·         કામગીરી અંગેની પ્રક્રિયાઓ

·         વ્યવસ્થાકીય સાર સંક્ષેપ – જરૂરી સંપર્ક વિગતો સાથેનો

વ્યવસાયનું આયોજન વ્યવસાયના માલિકને તેના ઉદ્દેશ્યો સમજાવે છે અને સાહસિક મૂડીવાદીઓ અથવા બેંકોને વ્યવસાયનું ભવિષ્ય તપાસવામાં મદદ કરે છે જેથી કરીને તેઓ આવશ્યકતા મુજબ નિર્ણયો કરવામાં સરળતા અનુભવે છે.

ફંડની વ્યવસ્થા કરવી

એ કહેવાની આવશ્યકતા નથી કે મૂડી એ અત્યંત મહત્વની વસ્તુ છે કે જ્યારે તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યા હો. ખર્ચાઓ માટેનું આયોજન કરવું, રોકાણ કરવું અને વ્યવસાયના શરૂઆતના સમયગાળામાં જરૂરી કામગીરી કરવા માટે મૂડી અત્યંત મહત્વની બાબત છે. જ્યારે તમે વ્યવસાયની શરૂઆત કરવા માટેની કિંમતની ગણતરી કરો ત્યારે તમારે શરૂઆતના થોડાક મહિનાઓ અથવા એક વર્ષ માટે થનારા વ્યક્તિગત તેમજ વ્યવસાયલક્ષી ખર્ચાઓને આવરી લેવા માટે જરૂરી રોકડને ધ્યાનમાં લેવી આવશ્યક બને છે કારણ કે તમારી પાસે અન્ય કોઈ વૈકલ્પિક કારકીર્દિ છે નહિ કે જે તમને ચોક્કસ સમયગાળા મુજબ રૂપિયા આપતા રહે. તમારે વ્યવસાયને ચલાવવા માટેની કિંમતને, ઓર્ડર લેવાના, પગારની ચુકવણી કરવાની, સપ્લાયરને ચુકવણી કરવાની વેગેરે વગેરે બાબતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ. જેથી કરીને વ્યવસાયને ટકાવી રાખવા માટે તેમજ તમારા પોતાના અંગત ખર્ચ માટે બે – એક વર્ષ માટે તમારી પાસે રૂપિયા રહે. ત્યારબાદ તમારે ફંડના જુદા – જુદા સ્રોતો વિશે પણ વિચારવું જોઈએ. એ તમારી બચતો તેમજ રોકાણો હોઈ શકે, મિત્રો તેમજ પરિવારના સભ્યો પાસેથી લોનના સ્વરૂપમાં પણ હોઈ શકે, વી.સી. ફંડિંગ, બેંક લોન વગેરે પણ શક્ય છે.

પહોંચી જાઓ અને જોડાઈ જાઓ

તમારે અન્ય સાહસિક લોકો કે જેઓએ ઘણું બધું જોયું – અનુભવ્યું છે, માર્ગદર્શન કરી શકે તેવા તેમજ ઉદ્યોગો તેમજ બજાર વિશે જાણકાર લોકો સુધી પહોંચવાનોપ્રયત્ન કરવો જોઈએ. તમે આ પ્રકારના સાહસિકોને સહાય કરનારા જુથો સાથે પણ જોડાઈ શકો. તમારે આ વિષયને લગતા સેમિનારોમાં, ઔદ્યોગિક પરિષદોમાં, તાલીમી કાર્યક્રમોમાં હાજરી આપવી જોઈએ. તેઓ પુષ્કળ બાબતો શીખવા માટે ઘણી બધી મદદ કરશે, જેમ કે એ લોકોએ જે અવરોધોનો સામનો કર્યો, તેઓએ જે ભૂલો કરી તે અંગેની વિગતો તમારી સાથે શેર કરશે. તમે ઉદ્યોગ ક્ષેત્રમાં ઘણા બધા લોકો સાથે ધંધાકીય માળખુ તૈયાર કરવા માટે સક્ષમ બનશો.

અહીં ઈંટરનેટ પર ધંધાની શરૂઆત કરવા માટેના ઘણા બધા સ્રોતો ઉપલબ્ધ છે કે જે તમને તમારા વ્યવસાયને સારી રીતે ચલાવવા માટે મદદ કરશે. દા.ત. આલોક કેજરીવાલ દ્વારા ચાલતી ‘ધરોડીનહૂડ્સડોટકોમ’ (TheRodinhoods.com) એક એવી વન-સ્ટોપ વેબસાઈટ છે જેના પર તમે વ્યવસાયલક્ષી ખ્યાલો વહેંચી શકો છો, તમારા પ્રશ્નોના પ્રત્યુત્તરો મેળવી શકો છો,  ફંડિંગને લગતી મદદ મેળવી શકો છો અને ધંધામાં કેળવાયેલા મગજ વાળા લોકોને મળી શકો છો.

‘યોરસ્ટોરીડોટઈન’ (Yourstory.in) એ બેંગલૂરુ બહાર આધારિત ઓનલાઈન એવું પ્લેટફોર્મ છે કે જે ધંધાની નવી શરૂઆત કરનારાને તેમજ સાહસિકો માટે કાર્યક્રમો કરવામાં માર્ગદર્શન પૂરું પાડે છે.

તમે અને તમારા વ્યવસાયને જુદા પાડો

વ્યવસાય એ એક જુદી જ અસ્તિત્વ ધરાવતી બાબત છે અને એ તમે પોતે નથી. વ્યવસાય પર ખર્ચ થનારા સમય, પૈસા અને અન્ય તમામ સ્રોતો જુદી રીતે ગણનામાં લેવાવા જોઈએ. ધંધાની આવક અને ખર્ચાઓને તમારી અંગત આર્થિક બાબતોથી જુદા પાડીને ગણતરીમાં લેવા જોઈએ.

અસ્તિત્વમાં હોય એવા ઉત્તમ વ્યવસાયની પસંદગી કરો

કાયદાકીય દૃષ્ટિએ વ્યવસાયની નોંધણી કરાવવા માટેના ઘણા બધા જુદા – જુદા રસ્તાઓ છે. તમારો વ્યવસાય નીચે દર્શાવેલા પ્રકારોમાંથી કોઈ એક હોઈ શકે છે –

·         સ્વતંત્ર માલિકી

·         ભાગીદારી

·         મર્યાદિત જવાબદારીની ભાગીદારી

·         ખાનગી કંપની

·         જાહેર કંપની

તમારી અનુકૂળતા માટે ધંધાના પ્રત્યેક પ્રકાર માટે પક્ષ અને વિપક્ષની તપાસ કરો અને સૌથી વધુ અનુકૂળ પ્રકારની પસંદગી કરો. ત્યારબાદ તમારે ખાતરી મેળવવી જોઈએ કે વ્યવસાયની સ્થાપના માટેની તમામ નિયમનકારી આવશ્યકતાઓ પૂર્ણ થઈ છે.

સ્રોતોનો શ્રેષ્ઠ ઉપયોગ કરો

તમારા સાહસની શરૂઆત કરવા માટે રોકડ રકમની આવશ્યકતા છે. ધંધા માટે કેવી રીતે ફંડ મેળવવું એ અંગેનું કોઈ આયોજન છે તમારી પાસે ? અને તમે કેવી રીતે જુદા -જુદા રોકાણો અંગેની આવશ્યકતાઓ પૂરી કરવા અંગે અને એ આખા રસ્તે થનારા ખર્ચાઓનું આયોજન કરશો ? ફંડ મેળવવા અંગેના બેંક લોન સિવાયના અન્ય રસ્તાઓ વિશે વિચાર કરો.

મોટું માર્કેટિંગ બજેટ હોવું એ જરૂરી નથી. સંશોધિત તેમ છતાં ખર્ચને અસરકર્તા એવી માર્કેટિંગ કાર્ય કુશળતા અપનાવવાનો પ્રયત્ન કરો. ધંધાની જાહેરાત કરવા માટે સોશિયલ મિડીયા અને ટેક્નોલોજીનો પણ સારો એવો ઉપયોગ થઈ શકે છે.

વિદ્યા કુમાર (મૂળ લેખક અંગ્રેજીમાં)
કલ્પેશ સોની (ગુજરાતી અનુવાદ) 

Guide to Kick-Start your Business


0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!