શું આપોઆપ નિયુક્ત થયાનો અર્થ એ કે તમે સંપત્તિના માલિક છો ? 

Written by Vidya Kumar

February 27, 2014

Picture

સંપત્તિના માલિકના ગુજરી ગયા બાદ આપોઆપ નિયુક્ત થયેલ માણસ એનો વારસો મેળવે છે એ પ્રમાણેની બહુ સ્વીકૃત સમજણથી વિરુદ્ધ જતી બાબત એ છે કે તે સામાન્ય રીતે એ માત્ર ટ્રસ્ટી તરીકે જ કામ કરે છે અને કાયદાકીય દૃષ્ટિએ એ સંપત્તિના વારસદારો સ્થાપિત થઈ જાય ત્યાં સુધી જ સંપત્તિનો કબજો રાખે છે. માત્ર ઈક્વિટી શેર તેમજ ઈ.પી.એફ. રકમના કિસ્સામાં નિયુક્ત થયેલ માણસ આપોઆપ એ સંપત્તિનો માલિક થઈ જાય છે. બાકીના તમામ કિસ્સામાં જે વ્યક્તિનું નામ વીલમાં જણાવાયુ હોય તેને જ સંપત્તિ વારસામાં મળે છે. વીલની ગેરહાજરીમાં ઉત્તરાધિકારીને લગતા કાયદા મુજબ કાર્યવાહી થાય છે. તેથી કરીને વીલ તૈયાર કરવું અને એની નોંધણી કરાવવી એ બાબત ભવિષ્યમાં ઊભી થનારી કાયદાકીય મુશ્કેલીઓને ટાળવા માટે હંમેશા વધુ સારી છે.

ગયા અઠવાડિયે આપણે તમારા પ્રેમાળ વ્યક્તિના મૃત્યુ બાદ જ્યારે તેની સંપત્તિ પરનો દાવો કરવાનો થાય ત્યારે એ અંગે મહત્વના જે દસ્તાવેજો તમારી પાસે હોવા જ જોઈએ તે વિશે ચર્ચા કરી. આ અઠવાડિયે ચાલો આપણે તપાસીએ તમારા સંપત્તિના આયોજનમાં નિયુક્ત થનાર માણસની ભૂમિકા વિશે.

આપણે વારંવાર લોકોને એવું કહેતા સાંભળતા હોઈએ છીએ કે તમારા રોકાણોમાં નિયુક્ત વ્યક્તિનું નામ લખાવેલું હોવું એ ફરજિયાત છે. જ્યારે તમે તમારું રોકાણ કરો ત્યારે જો નિયુક્ત વ્યક્તિનું નામ લખાવવું એ અગત્યનું પગથીયું  હોય તો યાદ રાખો કે તમારા મૃત્યુ બાદ તમે જેને નિયુક્ત કર્યા છે એ વ્યક્તિ આપોઆપ તમારી સંપત્તિને વારસામાં મેળવે છે એની કોઈ ખાતરી હોતી નથી. આશ્ચર્ય પામ્યા ને ! યાદ રાખો કે નિયુક્ત થયેલ વ્યક્તિ એ અનિવાર્યપણે માત્ર ટ્રસ્ટી જ છે. જેનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી ન્યાયાલય એ સંપત્તિના કાનૂની દૃષ્ટિએ જે વારસદારો છે તેને સંપત્તિ સોંપવાનો હુકમ કરે ત્યાં સુધી તે માત્ર સંપત્તિ પર કબજો રાખી શકે છે. ત્યાર બાદ વીલમાં જે કાયદાકીય વારસદારોના નામનો ઉલ્લેખ થયો હોય અથવા કાયદાકીય દૃષ્ટિએ જે ઉત્તરાધિકારીઓ બનતા હોય તેઓને સંપત્તિ વારસામાં મળે છે.

ચાલો, ટૂંકમાં જોઈએ કે વિવિધ સંપત્તિના કિસ્સામાં નિયુક્ત થયેલ વ્યક્તિની શું સ્થિતિ હોય છે :

વિમો : વિમેદારના મૃત્યુ બાદ પોલિસીમાં જે  વ્યક્તિનું  નામ નિયુક્ત તરીકે લખવામાં આવ્યું છે એને વિમા કંપની વિમાની રકમ આપવાની છે. ત્યારબાદ નિયુક્ત થયેલી વ્યક્તિ એ રકમ મૃતક વ્યક્તિએ કરેલા વીલમાં જણાવ્યા અનુસાર તેના કાયદાકીય વારસદારોમાં વહેંચી નાખશે. જો વીલને રજૂ નહી કરવામાં આવે તો કાયદાકીય ઉત્તરાધિકારીઓનો કાયદો લાગુ કરવામાં આવશે. અને એમાં જે પ્રમાણે યોગ્ય હશે એ મુજબ રકમ વહેંચવામાં આવશે.

કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના શેરો : વિમાના કિસ્સાની જેમ જ હાઉસિંગ સોસાયટીમાં રોકાણ કરવામાં આવેલા શેરો પણ કામચલાઉ ધોરણે મૃતક વ્યક્તિએ જેને નિયુક્ત કરેલ હોય એ વ્યક્તિને તબદીલ કરવામાં આવે છે. નિયુક્ત થયેલી વ્યક્તિએ એ શેરોને કાનૂની દૃષ્ટિએ ન્યાયાલય જેને યોગ્ય ઠરાવે તે વારસદારોને તબદીલ કરવાના રહે છે અથવા વીલમાં જણાવ્યા અનુસાર વ્યક્તિને શેરો આપવાના રહે છે. ફરીથી જોઈએ, મહારાષ્ટ્ર કો – ઓપરેટીવ સોસાયટી એક્ટ એવું વિધાન કરે છે કે  નિયુક્ત વ્યક્તિને જે વસ્તુ તબદીલ કરવામાં આવે છે તે તેને સીધેસીધુ સુપરત કરવામાં નથી પરિણમતું. જાત મહેનત દ્વારા કમાવેલી સંપત્તિના કિસ્સામાં વીલ એ નિર્ણાયક પરિબળ બને છે. જો વીલ ન હોય તો સંપત્તિ સાથે બિનવારસદાર સંપત્તિ તરીકે વ્યવહાર કરવામાં આવે છે. આવી બિનવારસદાર સંપત્તિના કિસ્સામાં મૃતક વ્યક્તિના પરીવારના સૌથી નજીકના સભ્યો સંપત્તિને સરખે ભાગે પ્રાપ્ત કરે છે. જો કમાવેલી સંપત્તિની સહિયારી માલિકી હોય તો જીવિત માલિક એ સંપત્તિનો એક માત્ર માલિક બની રહે છે.

કંપનીના શેરો : કંપનીમાં રોકવામાં આવેલા શેરો સાથે રોકાણના અન્ય સ્વરૂપોની તુલનામાં અલગ વ્યવહાર કરવામાં આવે છે. અહીં, કંપની ધારો લાગુ પાડવામાં આવે છે. અને ડીમેટ ખાતામાં નિયુક્તિ પામેલી વ્યક્તિ, શેરોના માલિકના મૃત્યુ બાદ કાયદાકીય દૃષ્ટિએ વારસદાર ગણાય છે. જો કે શેરોના કિસ્સામાં નિયુક્તિ પામેલી વ્યક્તિ, વીલમાં કોઈ અન્ય વ્યક્તિનું નામ હોવા છતાં પણ માલિક ગણાય છે.

કર્મચારીનું પ્રોવીડંટ ફંડ : શેરોની જેમ જ મૃતક વ્યક્તિના ઈ.પી.એફ. ખાતામાંની રકમ પણ નિયુક્તિ પામેલી વ્યક્તિનું નામ ત્યાં સમાવિષ્ટ હોય તેને જ આપવામાં આવે છે. ફરીથી આ કિસ્સામાં પણ વીલમાં જણાવેલી વ્યક્તિ કરતાં નિયુક્તિ પામેલી વ્યક્તિ વધુ પ્રભાવી રીતે માલિક તરીકે ઊભરી આવે છે. આ પ્રકારની નિયુક્તિ ઘણા બધા પરિવારના સભ્યોના પક્ષમાં કરી શકાય છે, જે મુજબ પ્રત્યેક નિયુક્ત વ્યક્તિ શેરોના વારસદાર બની શકે છે.

અન્ય સંપત્તિ : ઉપર જણાવ્યા તે પ્રકાર સિવાયની અન્ય પ્રકારની સંપત્તિ માટે નિયુક્ત થયેલી વ્યક્તિ જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, પબ્લિક પ્રોવીડંટ ફંડ અને બેંક એકાઉંટ (બચતબેંક, ફિક્સ્ડ ડીપોઝીટ્સ) વગેરે સંપત્તિના કિસ્સામાં પણ આપમેળે માલિક બની જવાતું નથી. ધ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ સ્પષ્ટ કરે છે કે મૃતક વ્યક્તિના ખાતામાં રહેલી રકમ કાયદાકીય દૃષ્ટિએ ઉત્તરાધિકારી ધારા મુજબ વિતરીત કરવામાં આવે.

જેમ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે તદ્દન સાદાઈથી નિયુક્ત વ્યક્તિનું નામ માત્ર લખી દેવાથી એને ઈક્વિટી શેરો અને ઈ.પી.એફ.ના કિસ્સા સિવાય અન્ય કોઈ પણ પ્રકારની સંપત્તિનો માલિક બનાવી શકાતો નથી.  તેથી કરીને અમે આપને ભલામણ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે તમે વીલ બનાવો અને તમારા મૃત્યુ બાદ તમારા પરિવારના સભ્યોને ભવિષ્યમાં ભોગવવી પડે એવી સમસ્યાઓને ટાળવા માટે એની પાકી નોંધણી પણ કરાવો.

જ્યારે ઉપર મુજબનો મૌલિક લેખ અમે લખ્યો ત્યારે અમે ‘ઈકોનોમિક ટાઈમ્સ’, ‘બીઝનેસ સ્ટાંડર્ડ’ અને ‘લૉયર્સ ક્લબ ઈંડિઆ’ માં પ્રકાશીત થયેલા એના જેવા અન્ય લેખોમાંથી પ્રેરિત થયા છીએ.

સ્મિતા હરિ (મૂળ અંગ્રેજી લેખક)
કલ્પેશ સોની (ગુજરાતીમાં અનુવાદ) 

Does being a nominee automatically means you are the owner of assets?

This article was published on Moneycontrol


0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!