નાણાકીય આયોજન પોષાતું નથી ? આ રહ્યા સ્રોત – તમારી જાતે આયોજન કરો 

Written by Vidya Kumar

January 31, 2014

Picture

સાર સંક્ષેપ : દરેક વ્યક્તિ નાણાકીય આયોજન કરી શકે એટલી સક્ષમ હોતી નથી. કોઈ સારા નાણાકીય પુસ્તકના સંદર્ભના આધારે અથવા કોઈ વ્યક્તિગત નાણાકીય તાલીમ કાર્યક્રમમાં હાજરી આપીને અથવા કોઈ વ્યક્તિગત નાણાકીય વેબસાઈટ્સ અને બ્લોગ્સ અને વ્યક્તિગત નાણાકીય સોફ્ટવેરનો ઉપયોગ કરીને પણ તમે તમે તમારી જાતે તમારું નાણાકીય આયોજન કરવાનો પ્રયત્ન કરી શકો છો. આ પદ્ધતિઓ તમને વ્યવસાયી આયોજક, કે જે પોતાના ક્ષેત્રના જ્ઞાનમાં સમૃદ્ધ છે અને સારા એવા અનુભવી પણ છે, તેને ભાડે લેવા બદલ જે લાભ મળે છે એ તો અપાવી શકતી નથી. એમ હોવા છતાં નાણાકીય આયોજન અંગે કાંઈ જ ન કરવા કરતાં ઉપર જણાવ્યા તે બધા માર્ગો તમને તમારા નાણાકીય આયોજનની શરૂઆત કરવામાં ઘણા મદદરૂપ થાય છે. સરવાળે જોઈએ તો કાંઈ જ ન કરવા કરતાં કોઈ કામ કરવું એ વધુ સારું છે.

નિષ્ણાત નાણાકીય આયોજક વૃદ્ધિગત રીતે વધુ ને વધુ લોકો સાથે કામકાજમાં વ્યસ્ત રહેતા હોય છે. વ્યવસાયિક સલાહકારો વધુ અનુભવ, પોતાના ક્ષેત્રનું જ્ઞાન તેમજ વાસ્તવિકતાનો પોતાની સલાહમાં સમાવેશ કરે છે. પરંતુ શું દરેક જણને આ વ્યવસાયિક દ્વારા નાણાકીય આયોજન કરવાનું પોષાઈ શકે એમ છે ? અમે સમજીએ છીએ કે ઘણા લોકો માટે આમ કરવું શક્ય હોતું નથી. અને માટે અમે તમારા માટે એવા કેટલાક સ્રોત ઉપલબ્ધ કરાવવાનું વિચાર્યું કે જે તમને તમારા નાણાકીય આયોજનની શરૂઆત કરાવવામાં મદદરૂપ બને.

વ્યવસાયિક આયોજકની સેવાઓ લેવી અને તમારી જાતે નાણાકીય આયોજન કરવું એ બે બાબતો વચ્ચે તુલના થઈ શકે એમ નથી અને ના તો એ બન્નેની સ્થાન બદલી પણ થઈ શકે એમ છે. નાણાકીય આયોજનને લગતા વિવિધ અંગો જેવા કે વિમો, નિવૃત્તિ, ધ્યેયનું આયોજન, રોકાણ અંગેનું આયોજન અને બજેટ બનાવવું – આ બધા આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે અને તેથી કરીને નાણાકીય નિર્ણયો લો એ પૂર્વે તમે એ ચિત્રને સંપૂર્ણ દૃષ્ટિએ સમજો એ અત્યંત જરૂરી છે.  ઘણું બધું પેપરવર્ક (લખાણ) કરવા માટે તેમજ તમારા આયોજનની નિયમિત રીતે પુન:સમીક્ષા કરવા માટે તમારે સજ્જ રહેવું જ જોઈએ. તેમ છતાં અમે માનીએ છીએ કે કેટલીક ક્રિયાઓ કરવી એ કાંઈ ન કરવા કરતાં વધુ સારી છે.  આ બધા સ્રોતો તમારી જાતે વ્યાપક આયોજન તૈયાર કરવામાં કોઈ મદદ ન કરતા હોવા છતાં એ એક સારો શરૂઆત કરવા માટેનો પોઈન્ટ બની શકે છે.

વ્યક્તિગત નાણાકીય પુસ્તક : વ્યક્તિગત નાણાકીય પુસ્તક તમને જુદા – જુદા નાણાકીય આયોજનને લગતા દૃષ્ટિકોણ વિશે જ્ઞાન અને સમજણ આપી શકે છે. તમે પુસ્તકાલયની મુલાકાત લઈ શકો અથવા આવા પુસ્તકો ઓનલાઈન ખરીદી પણ શકો છો. જે સાદી ભાષામાં લખાયા હોય અને જે સરળ રીતે જુદા – જુદા ખ્યાલોને સમજાવતા હોય તેવા પુસ્તકો પસંદ કરો. તમે ‘જાગો ઈંવેસ્ટર’ ટીમના હેમંત બેનીવાલ અથવા પરાગ પરીખ દ્વારા લખાયેલા પુસ્તકને વ્યક્તિગત નાણાકીય પુસ્તક તરીકે પસંદ કરી શકો. રંજન વર્માનું નાણાકીય વ્યવસ્થા પર આધારીત ‘લાઈટ્સ, કેમેરા, એક્શન’ નામનું પુસ્તક પણ નાણાકીય વ્યવસ્થા અંગેના ખ્યાલો પરનું એક વધુ પુસ્તક ઉપલબ્ધ છે. આ બધા જ પુસ્તકો તમને જુદા – જુદા નાણાકીય મુદ્દાઓને સમજવામાં મદદરૂપ થાય છે. અમે ‘ગેટિંગ યૂ રિચ’માં અમારી ઈ-બુક ફ્રીમાં રિલીઝ કરી છે, જે વિમા અંગે તેમજ મ્યુચ્યુઅલ ફંડ પર આધારિત છે અને અમે ટૂંક સમયમાં અમારી ઘણી પોતાની એવી વ્યક્તિગત નાણાકીય ઈ-બુક પણ રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. પુસ્તકો તમારા ક્ષેત્રીય જ્ઞાનને સમૃદ્ધ કરવા માટેનું એક બહુ મોટું પરિબળ છે તેમ છતાં કેટલીક વાર એમાં આપેલી માહિતીઓ ઘણી સામાન્ય હોય છે આથી એ તમારી તદ્દન સ્વતંત્ર જરૂરિયાતોની સંભાળ લઈ શકતી નથી. એક પુસ્તક તમને પ્રાયોગિક – વ્યવહારિક જ્ઞાન આપી શક્તું નથી કે જે તમને તમારા નાણાકીય આયોજક આપે છે.

વ્યક્તિગત નાણાકીય તાલીમ : દેશમાં આગળ પડતા વ્યક્તિગત નાણાકીય નિષ્ણાતો તેઓના તાલીમ આપનારા કાર્યક્રમો નિયમિત રીતે આયોજીત કરે છે. કેટલાક કાર્યક્રમો વ્યક્તિગત નાણાકીય બાબતો વિશે તમને ઘણું શીખવા જેવું કહે છે અને એના પરિણામ સ્વરૂપ તમે પદ્ધતિસરનું કામકાજ કરી શકો છો. જો તમે તમારા નાણાકીય આયોજક સાથે કરારબદ્ધ થવાનું નક્કી કરો એ પહેલા નાણાકીય આયોજન અંગે સમજણ કેળવવાનું પસંદ કરો તો કેટલાક આવા કાર્યક્રમોમાં હાજરી આપવી એ એક સારો ખ્યાલ છે. મુંબઈમાં ‘મનીલાઈફ’ નિયમિત રીતે કેટલાક સારા કહી શકાય એવા કાર્યક્રમોનું સંચાલન કરે છે.  આ બધું તમને ‘યૂ ટ્યુબ’ પર પણ ઉપલબ્ધ છે. ‘જાગો ઈંવેસ્ટર’ અને ‘ધ ઈન્ટરનેશનલ મની મેટર’ પણ કેટલાક કાર્યક્રમો કરી રહ્યું છે. ‘ગેટિંગ યૂ રિચ.કોમ’ પાસે પણ નાણાકીય સમૃદ્ધિપણા માટે પ્રારંભિક તબક્કા અંગેના કાર્યક્રમ છે. તમે અમારા કાર્યક્રમને લગતી વધુ વિગતો માટે  અને તેનો સમય જાણવા માટે અહીં ક્લિક કરી શકો છો.

વ્યક્તિગત નાણાકીય વેબસાઈટ્સ : અહીં ઘણી જ અસંખ્ય વ્યક્તિગત નાણાકીય વેબસાઈટ્સ અને બ્લોગ્સ ઉપલબ્ધ છે કે જે તમને ક્ષેત્રીય જ્ઞાન તેમજ માહિતીનો ભંડાર આપી શકે છે. ‘સુબ્રામની’નો બ્લોગ, મનીષ ચૌહાણ, હેમંત બેનીવાલ, ‘વનમિન્ટ’ અને ‘ધ વેલ્થ વિશર’ એમાંના કેટલાક સ્રોતો છે. ‘ગુડ મનીઈંગ, એફપીજીઈંડિઆ, નેટવર્કએફ્પી અને રજની વર્માનો બ્લોગ પણ આ વિષયને લગતી માહિતીનો ભંડાર પીરસે છે. અમારા પોતાના બ્લોગમાં પણ જુદા – જુદા અનેક ક્ષેત્રો માટેના લેખોની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. તમે અમારા બ્લોગ વિભાગની મુલાકાત લઈને, ક્લિક કરીને  એ તમામ લેખો વાંચી શકો છો. વેબસાઈટ્સ અને બ્લોગ્સ તમને જ્ઞાન આપી શકે છે પરંતુ ફરીથી કહું તો પુસ્તકોની જેમ તમારી નાણાકીય બાબતોને યોગ્ય ક્રમમાં મુકવા માટે જે વ્યક્તિગત સ્પર્શ અનિવાર્ય છે, એ નથી આપી શકતા. તમે હંમેશને માટે વેબસાઈટ્સની વિશ્વસનીયતા અંગે ચિંતીત રહો છો કારણ કે ખોટી સલાહને અનુસરવાથી તમારી નાણાકીય સ્થિતિ ડહોળાઈ જાય એ પૂરો સંભવ છે.

વ્યક્તિગત નાણાકીય સોફ્ટવેર : હવે કેટલાક વ્યક્તિગત નાણાકીય સોફ્ટવેર ઉપલબ્ધ છે અને ‘તમારી જાતે કરો’ – વેબસાઈટ્સ પણ ઉપલબ્ધ છે કે જે તમને કાં તો આંશિક રીતે અથવા સંપૂર્ણત: નાણાકીય આયોજનની સમજણ આપે છે.

·         IMyGoals એક એવી વેબસાઈટ છે કે જે તમને તમારા નાણાકીય પ્રોફાઈલને સમજવામાં અને યોજના બનાવવામાં મદદ કરે છે.

·         Rupee Manager’s financial planning toolkit (રૂપી મેનેજર્સની નાણાકીય આયોજનને લગતી માર્ગદર્શિકા) તમારી હાલની સ્થિતિનો રેકોર્ડ રાખવામાં તેમજ નાણાકીય ધ્યેયો નક્કી કરવામાં, જોખમો સામે રક્ષણ કવચ મેળવવામાં અને નાણાકીય યોજના બનાવવામાં મદદરૂપ થાય છે.

·         InvestPlus નું સોફ્ટવેર વ્યક્તિગત નાણાકીય બાબતોને લગતા જુદા જ પાસાઓ તરફ જુએ છે.

·         MProfit એ ડેસ્ક ટોપ પોર્ટફોલિઓ વ્યવસ્થાને લગતું સોફ્ટવેર છે કે જે તમને તમારી માલમિલકતને ઓનલાઈન વ્યવસ્થિત કરવામાં મદદ કરે છે.

અન્ય સ્રોતો :

·         અહીં જુદી – જુદી અનેક નાની – નાની ટીપ્સ છે કે જેને તમારા આયોજનમાં મદદરૂપ થવા માટે સમયે – સમયે અમે અમારા સોશીયલ મિડીયા પેજ પર ચમકાવતા હોઈએ છીએ. દા.ત. અમારી Dilbert’s post એ તદ્દન સરળ છે અને એ નાણાકીય આયોજનના તમામ મહત્વના વિભાગોને પ્રકાશીત કરીએ છીએ કે તમારે એને અનુસરવા જ જોઈએ.

·         સ્વતંત્ર એજન્સીઓ જવી કે Money Life કે જે નાણાકીય શિક્ષિતતામાં વૃદ્ધિ કરે છે અને ગ્રાહકો તેમજ નિવેશકોને પ્રાંભિક તબક્કા માટે ચોક્કસ પ્રકારના કેસીસમાં મદદ કરે છે.

·         સ્વતંત્ર નાણાકીય સલાહકારો સેવાઓ તેમજ પ્રોડક્ટના આધાર પર નાણાકીય આયોજન કરવામાં કે જ્યાં તમારે કોઈ સલાહકારી ફીની ચુકવણી કરવાની હોતી નથી પરંતુ સંતોષ જનક પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવા માટે સલાહકારને તેનું કમિશન ચુકવવાનું રહે છે. તેમ છતાં અમે આ દૃષ્ટિકોણને સ્વીકારતા નથી.

·         વધારાનો બીજો એક મદદ માટેનો સ્રોત બની શકે છે, મિત્રો અને સગાંવ્હાલાઓ. તેમ છતાં આ સ્રોતમાંથી મળી રહેલ મદદ વ્યવસાયિક ન હોવાથી અને તેથી કરીને તેનું આંધળું અનુકરણ કરવું સલાહ ભર્યું નથી. ફરીથી જણાવીએ તો, મિત્રો અને સગાંવ્હાલાઓ તેઓના પોતાના અનુભવોના આધાર પર સલાહ આપતા હોય છે અને એવી સલાહો તમારી નાણાકીય સ્થિતિને અનુરૂપ ન હોવાથી એ તમને લાગુ પડી શકતી નથી.

આપણે અગાઉ જોયું તેમ તમારા વ્યાવસાયિક આયોજક તમને જે લાભો તમારા ટેબલ પર ઉપલબ્ધ કરાવે છે તે તમામ લાભો ‘તમારી જાતે કરો’ –  સ્રોત તમને એ લાભો આપી શક્તા નથી. તેમ છતાં આ એક સારી શરૂઆત માત્ર છે અને તમારા જ્ઞાનને નિર્ણાયક રીતે વધારે છે. આજે જ શરૂઆત કરો અને અહીં જણાવ્યા એ સ્રોતોનો તમારી નાણાકીય બાબતોને સમજવા માટે ઉપયોગ કરો. તમે હંમેશને માટે તમારા નાણાકીય આયોજન માટે એક યોગ્ય વ્યાવસાયિક નાણાકીય આયોજક સુધી અવશ્ય પહોંચી જ જશો.

સ્રોત : Ranjan Verma’s blog on Top 10 Personal Finance Resources in India

       (ભારતમાં ટોપ 10 વ્યક્તિગત નાણાકીય સ્રોતો પર રંજન વર્માનો બ્લોગ.)  

કબૂલાતનામુ : અમે ઉપર જણાવી એમાંની એકેય પ્રોડક્ટમાં અમારો કોઈ ધંધાદારી રસ નથી.

સ્મિતા હરિ (મુળ અંગ્રેજીમાં)
કલ્પેશ સોની (ગુજરાતી ભાષાંતર)

Can’t afford financial planning? Do it yourself with these resources

0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!