તમારી હોમ લોનને પોર્ટ કરવી છે ? ફાઈન પ્રિંટ વાંચો

Written by Vidya Kumar

November 29, 2013

Picture

રિઝર્વ બેંક ઓફ ઇંડિઆએ ચાવીરૂપ વ્યાજના દરો ઘટાડ્યા હોવાથી એ અપેક્ષિત છે કે બધી જ બેંકો એ મુદ્દાને અનુસરે કે જેનાથી હોમ લોન પરના વ્યાજના દરોમાં પણ ઘટાડો થાય છે. આ સમય તમારા માટે ઉત્તમ સમય છે એ નક્કી કરવા માટે કે તમારી હોમ લોનને તમારી હાલની બેંકમાંથી તબદીલ કરીને તમે એને એવી બેંકમાં લઈ જાઓ કે જેનો વ્યાજનો દર સરખામણીએ ઓછો છે. આ વ્યાજનો દર એક અતિ મહત્વનું પરિબળ છે જેના આધારે તમારી હોમ લોનને બદલવાના નિર્ણયને તમારે મજબૂત કરવો જોઈએ. તેમ છતાં શું વ્યાજના દરોની તુલના કરવાનું એ એટલું સરળ છે અને એટલું સાદું છે કે પછી ત્યાં હોમ લોનને એક બેંકમાંથી અન્ય બેંકમાં ફેરવવામાં વધુ આવશ્યક અન્ય કોઈ બાબતો છે ?  એ નક્કી કરવા માટે આપણે એવી કેટલીક બાબતો વિશે જોઈએ અને ખરેખર કેટલી હદે તમારી હોમ લોનને બદલવા અંગે તમારે આગળ વધવું જોઈએ એ વિશે વિચારીએ.

ફી અને ચાર્જીસ

1.      જ્યારે તમે હોમ લોન માટે નવું ખાતું ખોલાવવા ઈચ્છતા હો ત્યારે નવી બેંક સામાન્ય રીતે પ્રોસેસિંગ ફીના નામે તમારી પાસેથી ચાર્જીસ લેતી હોય છે. કેટલીક પબ્લિક સેક્ટરની બેંકોએ માર્ચ, 2013ના અંત  સુધી એક ખાસ યોજના અંતર્ગત આ ફીમાંથી મુક્તિ આપી છે. પ્રોસેસિંગ ફી એ એક સીધી રકમ હોઈ શકે અથવા તમારી બાકીની લોન પર ટકાના દરે હોઈ શકે છે.  

2.      પ્રોસેસિંગ ફીમાં ઉમેરો કરનારી તેમજ તમારી લોન પર લાગતી નોટરી ખર્ચ તેમજ ફ્રેંકિંગ ચાર્જ અને વિમાનું પ્રિમિયમ (કેટલીક બેંકો તમારા મકાનનો આગનો વિમો લેવાનું તમારા માટે ફરજિયાત બનાવે છે.) પર સ્ટેમ્પ ડ્યુટીના રૂપમાં પણ તમારે ચુકવણી કરવાની થાય છે.

3.      આ તમામ ઉમેરણ તમારી હોમ લોન પર 0.5 થી લઈને 0.75 % સુધીની એક યોગ્ય પ્રમાણની રકમ નિર્ધારિત કરે છે. યાદ રાખો કે છેલ્લી મિનિટે તમે આઘાતના આંચકા અનુભવો નહિ એ માટે નવી બેંકને આ તમામ વિગતો અંગે પૂછીને ચોક્કસ થાઓ.

પૂર્વ ચુકવણી ચાર્જીસ :

તમે જ્યારે તરલ વ્યાજ દરની હોમ લોનને અટકાવી દો છો ત્યારે બેંકો પૂર્વ ચુકવણી ચાર્જીસ તરીકે કોઈ રકમ વસુલતી નથી. તેમ છતાં કેટલીક બેંકો તમે જ્યારે અન્ય બેંકમાં તમારું મુદ્દલ તબદીલ કરો છો ત્યારે હોમ લોનના ચોક્કસ દર પર પૂર્વ ચુકવણી ચાર્જ વસુલ કરે છે. તેથી તમારી હાલની બેંકમાં જઈને એ પૂર્વ ચુકવણી ફી લાગુ કરવા અંગે વિગતો શોધી કાઢો કારણ કે એ ચોક્કસ નોંધપાત્ર રકમ બની શકે છે.

દસ્તાવેજોની સોંપણી / જમા કરાવવા અંગે : નવી બેંક તમારા – ગ્રાહકને – જાણો દસ્તાવેજીકરણ અંતર્ગત મિલકતને લગતા તમામ દસ્તાવેજો જમા કરાવવાનું તમારી પાસે ઈચ્છે છે. મોટા ભાગની બેંકો તમારી આવકના દસ્તાવેજો તેમજ બેંક સ્ટેટમેંટ પણ જમા કરાવવા અંગે તમારી પાસે ઈચ્છે છે. તેમ છતાં  જો તમે તમારી જુની બેંકમાં લોન સેવા અંગે નિયમિત રહ્યા હો તો કેટલીક બેંકો આ બધી જરૂરિયાતોને છોડી દે છે.

તમે કેવી રીતે તમારી હોમ લોન પોર્ટ કરશો ?

1.    તમારી હોમ લોન પોર્ટ કરવાનું નક્કી કરો એ પહેલા  તમારી લોનની રકમ માટેના જુદી જુદી બેંકોના વ્યાજના દરો પર સારી રીતે સંશોધન કરો. સામાન્ય રીતે 30 લાખ રુપિયાથી ઓછી રકમની લોન પર ઓછા વ્યાજ દરનો ચાર્જ કરે છે.

2.      જ્યારે તમે ઉત્તમ વ્યાજ દર શોધી કાઢો ત્યારે એ નવી બેંકમાં ઔપચારિકતા તેમજ પ્રક્રિયાઓ વિશે પૂછપરછ કરો.

3.      તમારી હાલની બેંકને તમારી લોન તબદીલ કરવા અંગેના હેતુ વિશે જાણ કરો. કેટલીક વાર તમારી વર્તમાન બેંક જો તમે નાનકડી ફી (જે રૂપાંતરણ ફી તરીકે ઓળખાય છે તે) ચુકવો તો તમને ઓછા વ્યાજ દરનો પ્રસ્તાવ કરી શકે કે જે સામાન્ય રીતે નવી બેંક દ્વારા કરાનારા પ્રોસેસિંગ ફી તરીકેના ચાર્જ જેટલી જ હોય છે. તેમ છતાં જો તમે નવી બેંકના વ્યાજ દર આકર્ષક જણાય તો તમારા પેપર્સ અને દસ્તાવેજો તૈયાર કરો.

4.      એક વાર તમે જરૂરી દસ્તાવેજીકરણની સોંપણી કરો ત્યાર બાદ નવી બેંક તમારા પેપર્સ પર જરૂરી પ્રક્રિયા કરવા માટે થોડો સમય લેશે, મિલકતનો સર્વે થશે અને એ મંજૂર થશે અને લોન પાસ થવા અંગેનું મંજૂરીપત્ર તૈયાર થશે.

5.      વચગાળામાં બેંકની જરૂરિયાત મુજબ તમને નિયમિત રીતે દસ્તાવેજો જમા કરાવવાનું બને. એમાં તમારા મકાન માટે (કેટલીક બેંકોમાં) પ્રોસેસિંગ ફી, સ્ટેમ્પ ડ્યુટી, ફ્રેંકિંગ અને નોટરી ચાર્જીસ, આગના વિમાના પ્રિમિયમ અને મિલકતને લગતા પેપર્સની સોંપણીની સામે ચોક્કસ રકમની ચુકવણી કરવાની બને.

6.      જ્યારે તમારી બેંક તમારી અરજીને યોગ્ય ક્રમમાં જાણે અને ત્યારબાદ તમે તમામ ચુકવણી પૂર્ણ કરી દીધી હોય ત્યારે મંજુરીપત્રમાં સહી કરવા માટે બેંક દ્વારા તમને બોલાવવામાં આવે છે.

7.      તમે મંજુરીપત્રમાં સહી કરી દો ત્યાર બાદ બેંક તમારી લોનની ચુકવણી કરવા માટે 3 થી 4 કામકાજના દિવસ લે છે.

8.      બેંકના વકીલ દ્વારા ચેકની ખરાઈ કરવાની જરૂરિયાત રહે છે. અને ત્યાર બાદ જ એ ચેક તમારા હાથમાં સોંપવામાં આવે છે.

9.      જ્યારે તમે ચુકવવાની બાકી લોનની રકમ માટેનો ચેક મેળવો છો ત્યારે તમારે તમારી વર્તમાન બેંક સમક્ષ બને તેટલો વહેલો રજૂ કરી દેવો જોઈએ અને મિલકતને લગતા દસ્તાવેજોને છોડાવવા અંગે વિનંતી કરવી જોઈએ.

10.  જ્યારે તમે બેંકને ચેકની સોંપણી કરો ત્યારે તમારી વર્તમાન બેંક તરત જ વ્યાજ લાગુ પાડવાનું અટકાવી દેશે. પરંતુ માત્ર 7 થી 10 દિવસ બાદ જ મિલકતને લગતા દસ્તાવેજો તમને આપશે.  

11.  મિલકતને લગતા દસ્તાવેજો મળ્યા બાદ તમારે એ નવી બેંકને સોંપવાના થાય છે. આ રીતે તમારી હોમ લોનને તબદીલ કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે.  

અહીં એક સાવધાની રાખવાની થાય છે. કેટલીક બેંકો લોનની ચુકવણી કર્યા બાદ ચુકવવાની બાકી રકમ માટેનો ચેક માત્ર 2 દિવસ બાદ આપે છે, પરંતુ જે દિવસે લોન ચુકવી એ દિવસથી જ વ્યાજનો ચાર્જ કરવાનું શરૂ કરી દે છે. આના કારણે તમારે બન્ને બેંકોને 1 અથવા 2 દિવસો માટે વ્યાજની ચુકવણી કરવાનું બને છે, જ્યારે નવી બેંકે આપેલો ચેક તેને આપી દો ત્યાર બાદ જ તમારી વર્તમાન બેંક મિલકતને લગતા દસ્તાવેજો મુક્ત કરવાનું અને વ્યાજની ગણતરી કરવાનું બંધ કરી દે છે. આ જ્યારે તમે તમારી હોમ લોનને બદલવાનું નક્કી કરો ત્યારે આ તમામ મુદ્દાઓને તમે ગણતરીમાં લો.

સ્મિતા હરિ (મુળ અંગ્રેજીમાં)
કલ્પેશ સોની (ગુજરાતી ભાષાંતર)

Porting your Home Loan? Read the fine print

0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!