નાણાકીય આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવાના 10 મુદ્દા 

Written by Vidya Kumar

January 14, 2014

Picture

તમારા નાણાકીય આયોજકને નક્કી કરતા પહેલા તેની કાબેલિયત, લાયકાત, તેની કામગીરી અને તેના ખર્ચ ને લગતું માળખું ચકાસો. તેની ફી અને તેને ચુકવવા અંગેની શરતો વિશે સ્પષ્ટતા મેળવો. ખાતરી કરો કે તમામ ચર્ચા સારી રીતે લખાણબદ્ધ થઈ છે કે કેમ. એક વાર તમે શરૂઆત કરો ત્યારે નિશ્ચય કરો કે તમે એની ચકાસણી માટે તમારો સારો એવો સમય આપવાના છો. ભારપૂર્વક કહેવાની હોય એવી ખાસ બાબતો અંગે ખુબ જ સક્રિય રહો અને એમાં ઢીલાશ ન કરો. તમારા નક્કી થયેલા આયોજનને લાગુ કરવા માટે તમારા આયોજક સાથે નિકટતા કેળવીને કામ કરો અને આયોજનની સમીક્ષા કરવામાં સંપૂર્ણ રીતે ભાગ લો.

તમારા માટે નાણાકીય આયોજન કરવાનું વિચારી રહ્યા છો ? એ એક સારો વિચાર છે. વધુ ને વધુ ધંધાદારીઓ પોતાના ભવિષ્યને નાણાકીય દૃષ્ટિએ સુરક્ષિત કરવા માટે વધુ ને વધુ સંખ્યામાં નાણાકીય આયોજન કરી રહ્યા છે. અમે નોંધ્યું છે કે કેટલાક ગ્રાહકો રોકાણ પર વળતર મેળવવાનો ઈરાદો મજબૂત કરી રહ્યા છે અને તેઓના આયોજનનો ખુબ ઝડપથી તેમજ વધુ સારુ પરિણામ મેળવવાના હેતુથી એના પર  અમલ કરી રહ્યા છે. આપણે જોઈએ કે એવા કયા મુદ્દા છે, જે તમારા નક્કી થયેલા નાણાકીય આયોજનમાંથી તમને ઉત્તમ કિંમત અપાવવામાં મદદ કરે છે.  

આયોજકની પસંદગી : આયોજકની કાબેલિયત તેમજ તેની લાયકાતની સાથે – સાથે તેની ભૂતપૂર્વ કામગીરીની ગુણવત્તાની પણ ચકાસણી કરો.  નિયત કરારમાં કિંમતને લગતું સમગ્ર માળખું જુઓ અને તપાસો કે માત્ર એ આયોજક દ્વારા બનાવેલા આયોજનનો અમલ કરવાની જરૂરિયાત છે કે કેમ. સામાન્ય દૃષ્ટિએ માનસિક રીતે નરમાશથી આયોજક દ્વારા અથવા કોઈ પણ સ્વતંત્ર યોજના દ્વારા થનારા આયોજનનો અમલ કરવામાં એ મદદરૂપ થાય છે.  શું આયોજકને તમારા જેવું જ સ્થળ જોઈએ છે ? ખરેખર ના. કારણ કે આપણે સૌ કાલ્પનિક વિશ્વમાં જીવી રહ્યા છીએ. નાણાકીય આયોજન એ કોઈ રોકેટ વિજ્ઞાન નથી અને સ્કાયપ જેવા સાધનો દ્વારા ખુબ સારુ બની શકે. એમ કહે છે; જુઓ શું તમારા માટે વધુ અનુકૂળ છે. જો તમે અંગત સેવા પસંદ કરો છો તો તમારા માટે સ્થાનિક નાણાકીય આયોજક વધુ બંધબેસતો બને છે. હમણાં જ સેબીએ રોકાણ અંગે સલાહકારોને સેબી સાથે પોતાની અને નોંધણી કરાવવાનું અને તેઓના કરાર મુજબ નિયમાનુસાર વર્તવાનો આદેશ બહાર પાડ્યો છે. ખાતરી કરો કે કાં તો તમારા આયોજકે નોંધણી કરાવેલી છે અથવા તો સેબી સાથે જોડાવા અંગેની અરજી કરી છે ખરી.

ફી : તમારે તમારા નાણાકીય આયોજકને કેટલી ફી ચુકવવી જોઈએ ? આ બાબત તમે લેવાના છો એ સેવાઓના સ્તર, તમારી સંપત્તિનું કદ ઉપરાંત આયોજકનો અનુભવ તેમજ તેની પ્રતિષ્ઠા પર આધારિત છે. અમે નોંધ્યું છે કે સુંદર ગુણવત્તા ધરાવતા વિસ્તૃત નાણાકીય આયોજનની શરૂઆતની ઓછામા ઓછી 15,000 રૂપિયાની કિંમત હોઈ શકે. તમે તમારા આયોજક તમને વાર્ષિક રીન્યૂ થનારા મોડેલને પસંદ કરવા અંગે ઓફર કરે એવી સ્પષ્ટતા કરી શકો. આ અંગે નિષ્ણાત શું કહે છે એ યાદ રાખો. તમે જે ચુકવો છો એ કિંમત છે અને તમે જે મેળવો છો એ કિંમતનું મૂલ્ય છે. અમે આપને સુચવીએ છીએ કે તમે આયોજક સાથે જે કરારથી જોડાયા છો એની ગુણવત્તા પર વધુ ધ્યાન આપો અને તમારા આયોજક જે બાબતો તમારી સમક્ષ પ્રદર્શિત કરે એનું મૂલ્ય સમજો. પ્રમાણિકતા, પારદર્શિતા અને ગ્રાહક પ્રથમ – વાળું મનોવલણ જ મહત્વપૂર્ણ છે કે જે તમને તમારા પસંદ કરેલા નાણાકીય આયોજક સાથે કાર્ય કરવામાં અને આ ક્ષેત્રમાં ખુબ આગળ જવામાં મદદરૂપ થાય છે.

સંપત્તિ સંલગ્ન ચાર્જીસ : કેટલાક આયોજકો તમારી કુલ સંપત્તિ કે જેના માટે તેઓની સલાહ લઈ રહ્યા છો તેના પર તમને ફી ચાર્જ કરે છે. મ્યુચ્યુઅલ ફંડમાં આ નમૂનો (મોડેલ) સામાન્ય રીતે જોવામાં આવ્યો છે. આયોજક દ્વારા અનુભવના આધાર પર અને સંપત્તિના કુલ મૂલ્યનો ઉમેરો કરીને તમારા પોર્ટફોલિયોની સાઈઝ પર 1% થી લઈને 2% સુધી ચાર્જ કરવામાં આવે છે. એક ગ્રાહકના દૃષ્ટિકોણથી એ બાબતનો વિરોધ કરવો સામાન્ય છે કે તેઓ કેટલીક વધતી-ઓછી રકમની ફી ચુકવવાને બદલે કોઈ ચોક્કસ રકમ ફી તરીકે નક્કી કરવાનું પસંદ કરે છે. અમે સલાહ આપીએ છીએ કે તમે તમારી જરૂરિયાતો વચ્ચે એક એવું સંતુલન શોધી કાઢો કે જે માટે આયોજકને પ્રોત્સાહન આપવા માટે તમે વધુમા વધુ કેટલી ફી ચુકવવાના છો એ નક્કી કરી શકાય. ટકાવારી પ્રમાણે ચુકવવાના મોડેલ પર તમે કુદરતી રીતે તમારા આયોજકને એ રીતે પ્રેરિત કરવાના છો કે તેઓની આવક  સીધે સીધી જ તમારા પોર્ટફોલિયોની વૃદ્ધિ સાથે જોડાયેલી હોય.  

ચુકવણીની શરતો : નાણાકીય આયોજક એડવાંસમાં ફી ચુકવણી અંગે માંગણી કરી શકે છે. તે કરારના ફી ને લગતા માળખા અને ફીના પર જથ્થા આધાર રાખે છે. ફી માટે તમે ભાગ પાડીને ચુકવવાનો વિકલ્પ અને ચુકવવાની પદ્ધતિ પસંદ કરી શકો છો. જે કોઈ મુદ્દે તમે સંમત થાઓ , એક વાત યાદ રાખો કે જો તમે ભરોસાપાત્ર નાણાકીય આયોજક સાથે કામ કરી રહ્યા છો તો એ તમારી ફી એડવાંસમાં લઈને ક્યાંય ભાગી જવાનો નથી. આયોજક તમારી સાથે થયેલા કરારમાંથી માત્ર ત્યારે જ લાભ મેળવી શકે છે કે જો તે તમારા નાણાકીય ભંડોળના મૂલ્યમાં ઉમેરો કરે છે અને લાંબા સમય ગાળા સુધી તમારી સેવા કરે છે.

દસ્તાવેજીકરણ : લેખિતમાં જે કરાર નક્કી થાય તેની શરતો અંગે ખાતરી કરો. ખાનગી કલમોની સમીક્ષા કરો. એક વાર તમે કરારની શરૂઆત કરો, કે તરત તમારા નાણાકીય આયોજકને કહો કે પ્રત્યેક મીટિંગમાં કરવામાં આવેલી ચર્ચાની લેખિત નોંધણી તમને મોકલે. એમ કહી શકાય કે આ રીતે તમે પણ સારી રીતે એની નોંધ લઈ રહ્યા છો. યાદ રાખો કે શાબ્દિક (મૌખિક) ચર્ચા સલાહ માટે માન્ય ગણવામાં આવતી નથી. આથી ચોક્કસ બનો કે તમે તમામ પ્રશ્નો લેખિતમાં મુકશો અને તમારા નાણાકીય આયોજકને એનો તમને લેખિતમાં પ્રતિભાવ આપવા અંગે કહેશો. તમારા આયોજકને કહો કે એ એક સમયલક્ષી કાર્યક્રમ (શીડ્યૂલ) તૈયાર કરીને તમને આપે કે જેને કરાર દરમિયાન તમારે અનુસરવાનું છે. તમને ખરેખર જરૂરિયાત ન હોય તો આયોજનની ભૌતિક કોપી (કાગળ પરનું લખાણ) મેળવીને રાખવાનું ટાળો.  આ સાવધાની પૂર્વકનું પગલું છે અને તમારી અંગત માહિતીની સુરક્ષા માટે વધુ સારુ છે.

નાણાકીય મૂલ્યાંકન : એક વાર તમે કરાર માટે સંમત થાઓ ત્યારબાદ તમારે જે પહેલું કામ કરવાનું છે તે એ કે તમારી હાલની નાણાકીય સ્થિતિનો અંદાજ બાંધવાનો છે. આને તમારા આયોજનની પાયાની વિકાસની પ્રક્રિયાનો તબક્કો તમે કહી શકો. અહીં તમે તમારા આયોજકને તમારા આયોજનના નિર્ણાયક વિભાગમાંથી માહિતી પૂરી પાડો છો. આમાં તમારું માસિક બજેટ (આવક – ખર્ચનું અંદાજપત્ર), બેંક બેલેંસ, ફિક્સ્ડ ડિપોઝીટ્સ, એમ.એફ્સ, સ્ટોક્સ, વિમા પોલિસીઓ, માલ – મિલકત, દેવાઓ – જવાબદારીઓ તેમજ નાણાકીય ધ્યેય (તમારે શું મેળવવાનું છે તે) વગેરેનો સમાવેશ થાય છે. એ અગત્યનું છે કે તમે અંદાજપત્ર (તમારા બજેટના દૃષ્ટિકોણથી) અને તમારા નાણાકીય ધ્યેયના આંકડાઓ સામે રાખીને  આગળ વિચારો. એ વધુ સારું રહેશે કે એ બાબતોમાં તમે તમારી પત્નીને સામેલ કરો. સામાન્ય રીતે આ એક લાંબી કસરત છે અને ગ્રાહકો એમાં ઢીલ બતાવતા હોય છે. એક સારો રસ્તો બની શકે છે શુક્રવારે કેઝ્યુઅલ રજા લેવી અને સારો એવો સમય એ કામ માટે સમર્પી દેવો. ખાતરી રાખો કે શક્ય હોય એટલી તમામ આર્થિક માહિતીઓ તમે તમારા નાણાકીય આયોજકને પૂરી પાડો. ઘણી નાનામા નાની થી લઈને ઘણી બધી માહિતીઓ આપવાની બાબતમાં સંતુલન જાળવો. તમારા આયોજક તમને જે સંપત્તિ અંગેની તપાસયાદી આપે એની પુન: તપાસ કરો અને ખાતરી કરો કે તમે તમામ માહિતીઓ અને સહાયક વિગતો આપી છે, એનો અંદર સમાવેશ થયો છે કે કેમ.

ભારપૂર્વક કહેવું : સામાન્ય રીતે તમારા નાણાકીય આયોજક તમને જ્યારે તમારી સંપત્તિને લગતી માહિતીનો કાચી નોંધ થઈ રહી હોય છે (ડ્રાફ્ટ) ત્યારે એ મુદ્દાઓને બદલવાની મંજૂરી આપે છે. તમારા એ ડ્રાફ્ટ કક્ષાના આયોજનનું પુન: મૂલ્યાંકન કરો કે જેથી કરીને એમાં રહી ગયેલી કોઈ વિસંવાદીતા (ભૂલ)ને સુધારી શકાય. આયોજનના લખાણ અંગે પુન: સમીક્ષા કરવા મીટિંગમાં ભેગા મળો એ પૂર્વે આયોજન બરાબર જોઈ જાઓ અને સમજી લો કે તમારા આયોજકે કેવી રીતે આયોજનનું માળખું તૈયાર કર્યું છે. તમે તમારા ધ્યેયને અથવા એ આયોજનનો અમલ કરવાની પદ્ધતિને જુદી રીતે સુચવવાનું પસંદ કરી શકો. તમે એવું પણ ઈચ્છી શકો કે દા.ત. તમારા નિવૃત્તિને લગતા આયોજનની પાયાની રૂપરેખાઓ તૈયાર કરો અથવા તમે હયાત ન હો ત્યારે તમારે તમારા પરિવાર માટે જે છોડી જ જવાનું છે એવા જીવનવીમા અંગે તમારી પત્ની સાથે તમે પુન: વિચાર કરવા માગતા હો તો એ અંગે અયોજન કરવાનું વિચારી શકો.

ઢીલાપણુ : અમે નોંધ્યું છે કે ગ્રાહકો કરાર પાલનમાં અમર્યાદ વિલંબ કરે છે. કેટલીક વાર હાસ્યાસ્પદ રીતે અમને જોવા મળ્યું છે કે જ્યારે નાણાકીય આયોજક સાથે અગત્યની મીટિંગ ચાલી રહી હોય ત્યારે ગ્રાહકો ક્રિકેટ મેચ જોવાનું પસંદ કરતા હોય છે. કેટલીક વાર કરાર શરૂ થઈ જાય અને આયોજકને તેની ફી પણ ચુકવાઈ જાય તેમ છતાં ગ્રાહક ઇનપુટ્સ પૂરા પાડવા માટે તેનો કીમતી સમય ફાળવવા સક્ષમ હોતો નથી. અગાઉ જણાવ્યું તેમ નિયત કામમાંથી આકસ્મિક રજા લઈને તમે ઘણા મદદરૂપ બની શકો. આયોજનના અમલીકરણ માટે મોડું કરાવનારો પ્રત્યેક દિવસ તમારા આયોજનમાં નાણાકીય ખર્ચ વધારનારો સાબિત થઈ શકે છે. યાદ રાખો કે ભેગા મળીને કામ કરવું – એ એક એવું શક્તિશાળી સાધન છે કે જે તમને તમારી ધન – સંપત્તિ વધારવામાં ઘણી મદદ કરે છે. જેટલી વહેલી તમે શરૂઆત કરો એ એટલું જ તમારા માટે વધુ સારુ છે.

અમલીકરણ : તમારા આયોજક તમને અમલ કરવા અંગેનું એક આયોજન પૂરું પાડે છે. જીવનમાં દરેક બાબતો હોય છે તેમ અમારી પાસે પણ બધું કામ કરવા માટે પૂરતો સમય હોતો નથી. માટે દરેક કાર્યને પસંદગી ક્રમાંક આપવો એ વધુ સારો ખ્યાલ છે. એક સૌથી વધુ સારો રસ્તો એ છે કે અમે જોયું છે કે આયોજનના અમલ માટે એને બે ચતુર્થાંશ ભાગમાં વહેંચી નાખવું. આ મહિને તમારી આકસ્મિક અસ્કયામતો અને હેલ્થ વિમાને લઈને વ્યસ્ત રહો. બીજા મહિને ટર્મ માટે થયેલા આયોજનને હાથ પર લો અને તમારી વિમા પોલિસીઓના એકત્રીકરણ પર કામ કરો અને એ રીતે આગળ વધો. તમારી તમામ ક્રિયાઓ માટે એને પૂરી કરવાની તારીખ નક્કી કરવા અંગે ચોક્કસ રહો. તમારા આયોજકે જેની ભલામણ કરી છે એ તમામ બાબતોને કાળજીપૂર્વક જુઓ. અને તેઓની ભલામણ કરેલી બાબતોને બૌદ્ધિક રીતે યોગ્ય ઠરાવવા અંગે તેમને પૂછો. તમે તમારા આયોજકને વૈકલ્પિક સેવાઓ કે વ્યવસ્થાઓ અંગે પણ પૂછી શકો છો. એક સારા નાણાકીય આયોજક પાસે હંમેશા ઊંડણપૂર્વકનું સેવાઓ અને સ્કીમોનું વિશ્લેષણ ઉપલબ્ધ હોય છે, જે એણે પોતાના વ્યક્તિગત નાણાકીય બાબતોને લગતા બ્લોગ પર મૂક્યું હોય છે. એ તમને સરળતાપૂર્વક નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે.

પુન: મૂલ્યાંકન : તમારા આયોજક સાથે કાર્યક્રમના આયોજન પર સંમત થાઓ. અગાઉથી તમારું કેલેન્ડર ગોઠવી દો. અગાઉથી આયોજનના અમલ માટે પુન: મૂલ્યાંકન કરો કે જેથી તમે પડકાર જનક ક્ષેત્રોમાં તમારા આયોજકની મદદ લઈ શકો. તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તમે ક્યાં સુધી પહોંચ્યા અને સમગ્ર આયોજનના અમલ માટે તમે કેટલે પહોંચ્યા છો એ જુઓ. અમે આશા રાખીએ છીએ કે આ ટીપ્સ તમને એક ફળદાયી નાણાકીય આયોજનલક્ષી કરાર પર ચોક્કસ મદદરૂપ બનશે.

આપ ધનવાન થાઓ.

રોહીત શાહ  (મુળ અંગ્રેજીમાં)
કલ્પેશ સોની (ગુજરાતી ભાષાંતર)

10 factors to consider while making your Financial Plan

This article was published on Moneycontrol


0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!