શા માટે જીવનવીમા માટે ટર્મ ઇન્શ્યોરન્સ શ્રેષ્ઠ છે ?

Written by Vidya Kumar

August 9, 2013

Picture

આજના જીવનની મૂળભૂત જરૂરીયાતોમાં લાઈફ ઇન્શ્યોરન્સ એક મહત્વની જરૂરિયાત બની ગઈ છે. ઇન્શ્યોરન્સનો મૂળભૂત આશય તો કોઈ પણ વ્યક્તિના જીવનમાં અચાનક આવતી દુર્ઘટનાની સામે નાણાકિય બાબતો અંગે રક્ષણ મેળવવાનો છે. આજે આ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી ખૂબ મોટા પાયા પર કામ કરવા લાગી છે અને પરિણામ સ્વરૂપ બજારમાં ઘણી બધી કંપનીઓમાં હરીફાઈ થવા લાગી છે.

કોઈ પણ વ્યક્તિ માટે ટર્મ ઇન્શ્યોરન્સ જીવનવીમા તરીકે શ્રેષ્ઠ છે કારણ કે તેની રચના કોઈ એક ચોક્કસ સમય માટે, મૃત્યુ જેવી દુર્ઘટના સામે રક્ષણ મેળવવાનો છે. આમા વીમાધારકનું અચાનક મૃત્યુ  થઈ જાય તો વીમાધારકના ઘરના લોકો તે રકમ નો ઇન્શ્યોરન્સ મેળવવા હકદાર બને છે. પરંતુ આ વીમા માં વીમાધારક પોલીસી ટર્મમાં મૃત્યુ  નથી પામતો  તો તેને કંઈ જ લાભ મળતો નથી.

ચાલો ટર્મ ઇન્શ્યોરન્સના મહત્વને એક ઉદાહરણ દ્વારા સમજીએ.

ધારો કે મિ. A પોતાના રૂપિયા ૧૦,૦૦૦ના માસિક ફાઇનાન્સિયલ પ્લાનમાં પોતાની લાઈફને કવર કરવા માંગે છે તેમજ પૈસાનું વળતર પણ ઇચ્છે છે.

(૧) સૌ પ્રથમ તેમણે ૫૦ લાખનો ૩૦ વર્ષ માટે એક ટર્મ પ્લાન મહિનાના ૧૨૫૦ રૂપિયામાં ખરીદે છે.

(૨) બાકીના ૮૭૫૦ રૂપિયા તે કોઈ પણ પોતાની પસંદગીના સાધનમાં ઇન્વેસ્ટ કરે છે જેમ કે Mutual Fund . સાધારણ રીતે આ રીતે ઇનવેસ્ટ કરવાથી તેમને Ulip, Endowment  કે Money back પ્લાન કરતા વધારે રીટર્ન મળવાની શક્યતા છે.

મિ. A એક સ્માર્ટ રોકાણકાર છે કારણ કે તેઓ જાણે છે કે કોઈ પણ ઇન્શ્યોરન્સ પ્લાનમાં લગભગ ૫% થી ૧૫% રૂપિયા પ્રીમીયમમાં, કમિશન અને મોર્ટાલીટી ચાર્જમાં જતાં રહે છે. જ્યારે ટર્મ પ્લાનમાં ફક્ત મોર્ટાલીટી ચાર્જ લાગે છે. આ રીતે Endowment, Ulip કે Money back કરતાં ઓછા રૂપિયામાં મોટી રકમનો ટર્મ પ્લાન જીવનવીમા તરીકે લઈ શકાય અને ૮૭૫૦ રૂપિયા પર વધારે રીટર્ન મેળવવા પર ધ્યાન આપી શકાય છે.

આ રીતે અસરકારક ફાઇનાન્સિયલ પ્લાન કરવાથી તેઓ રૂ.૫૦,૦૦,૦૦૦ની મોટી રકમનો જીવન વીમો લઈ શક્યા તેમજ બાકીની રકમ પોતાની પસંદગી પ્રમાણે ઇન્વેસ્ટ કરીને વધારે રીટર્નનો લાભ લઈ શક્યા.

ઇન્શ્યોરન્સના બદલાતા સ્વરૂપ પ્રમાણે માર્કેટમાં ઘણીબધી કંપનીઓ ઇન્શ્યોરન્સને અને ઇન્વેસ્ટમેન્ટ   મીક્ષ કરીને ગ્રાહકોને આકર્ષે છે,પરંતુ તેમાં ઇન્શ્યોરન્સનો મૂળભૂત વિચાર મીક્ષ થઈ ગયો છે. ભરેલા પ્રીમીયમના રૂપિયા પાછા આપવા, બોનસ અને રીટર્નના નામે આકર્ષે છે, પરંતુ અમારી સલાહ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ  અને ઇન્શ્યોરન્સને ક્યારેય ભેગુ ના કરવું જોઈએ.

સ્મિથા હરી (મુળ અંગ્રેજીમાં)
કુંજલ શાહ (ગુજરાતી ભાષાંતર)


0 Comments

INSIGHTS + MONEY STORIES

INSIGHTS + MONEY STORIES

Our Newsletter features money stories and useful insights on personal finance that can help you make informed decisions and stay up-to-date with the latest trends in personal finance. Sign up today!!!

You have Successfully Subscribed!